fbpx
બોલિવૂડ

કંગના રાનૌત ટિ્‌વટર બાદ હવે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બેન થશે!..

મુંબઈઃ ટિ્‌વટર પર બેન થયા બાદ હવે કંગના ઈંસ્ટાગ્રામ પર પણ બેન થવાની છે. આ અમે નહીં પણ કેટલાય મીડિયા રિપોર્ટ્‌સમાં આ પ્રકારની વાતો થઈ રહી છે. એક્ટ્રેસ ટિ્‌વટર પર તો બૈન હતી જ, પણ હવે તેને ઈંસ્ટાગ્રામ સાથે પણ ડખ્ખો કર્યો છે. જેમ કે આપ બધા જાણો છો કે, બોલિવૂડ ક્વીન કંગના રાનૌત હંમેશા કોઈને કોઈ વિવાદોમાં રહેતી હોય છે. પછી તે ફિલ્મ ઈંડસ્ટ્રીઝ હોય પછી કોઈ વ્યક્તિ, બિંદાસ પોતાના મંતવ્યો જણાવતી રહે છે. ફરી એક વાર કંગનાએ કંઈ આવું જ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, કંગના રાનૌતે ઈંસ્ટાગ્રામ પર કંઈક એવું કહી દીધું છે, જે બાદ તેના ઈંસ્ટાગ્રામ પર બેનના સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં કંગનાએ ઈંસ્ટાગ્રામ એપને લઈને ઈંસ્ટા પર એક પોસ્ટ નાખી છે, જ્યાં તે આ એપને વાહિયાત કહીને તેને મજાક ઉડાવતી દેખાય છે.

આપને જણાવી દઈએ કે, કંગનાએ પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે- “ડમ્બ ઈંસ્ટાગ્રામ, આ ફક્ત ફોટો શેર કરવા માટે જ છે, આપણે આપણા મનની વાત લખીએ તો, એક જ દિવસમાં ગાયબ થઈ જાય છે. એવી રીતે જેમ આપણે કોઈ વાહિયાત માણસો હોય. એવા માણસ જે કાલનું લખેલું બાદમાં જાેવા નથી માગતા. કારણ કે તે પોતાની જ વાત પર વિશ્વાસ નથી કરી શકતા. ત્યારે આવા સમયે લખેલું ટેક્સ્ટ ખુદ ગાયબ થઈ જાય છે. આ જ સારુ છે.” ઈંસ્ટાગ્રામ પર ગુસ્સો ઠાલવતા કંગના આગળ લખે છે કે, પણ એ લોકોનું શું, જે દરેક એવી બાબતને માને છે, જે તે લખે છે.

અમે એવા લોકો છીએ જે પોતાની વાતોને એ લોકો માટે ડોક્યૂમેન્ટ કરવા માગીએ છીએ, જે અમને સાંભળે છે.જે અમારી વાતને એક સારા કોન્વર્સેશનની શરુઆત કરે છે. આ એ મીનિ બ્લોગ્સ છે, જેને કોઈ ખાસ વિષય કે વિકાસ માટે યૂઝ કરી શકાય છે. આ અગાઉ કંગના ૨૦૨૧માં પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ટિ્‌વટર પર તો બેન થઈ ચુકી છે. પણ હવે એલન મસ્કે ટિ્‌વટરને ટેકઓવર કરતા એવું માનવામાં આવી રહ્યું છે કે, કંગના ટૂંક સમયમાં ટિ્‌વટર પર વાપસી કરશે. એક્ટ્રેસના ફેન્સ પણ કંગનાના ટિ્‌વટરની વાપસીની રાહ જાેઈ રહ્યા છે. જે હોય તે આગળ ખબર પડી કે, ટિ્‌વટર પર વાપસી કરે છે, કે પછી ઈંસ્ટાગ્રામ પરથી બેન થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/