fbpx
બોલિવૂડ

ઉર્ફીએ ચેતન ભગતના સમર્થક ચાહત ખાન્નાને કહ્યુ,”મારા નામનો ઉપયોગ કરવું બંધ કરો”

‘બિગ બોસ ઓટીટી’ કન્ટેસ્ટેન્ટ અને ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ અને ચેતન ભગત વચ્ચે થોડા દિવસોથી વાદ-વિદવાદ ચાલી રહ્યો છે. ચેતન ભગતે ઉર્ફી સામે કંઈક અયોગ્ય ટિપ્પણી કરી હતી, જ્યારબાદ તેણીએ પોતાના સોશિયલ મીડિયા પર લેખકની ચેટ લીક કરી દીધી હતી. બાદમાં ચાહત ખન્ના, ચેતન ભગતના સમર્થનમાં આવી છે. જેની સાથે ઉર્ફીનો હંમેશા ૩૬નો આંકડો રહ્યો છે. એક્ટ્રેસે હવે સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરીને એક્ટ્રેસ પર પલટવાર કર્યો છે. તે પહેલા ચાહતે એક પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, ‘ચેતન ભગત ખૂબ જ પ્રસિદ્ધ અને સન્માનિત વ્યક્તિ છે. મને ખુશી છે કે લોકોએ બોલવાનું શરુ કરી દીધું છે. લોકો તેનો વિરોધ કરવા લાગ્યા છે. મેં એક લાઈન વાંચી હતી કે યુવાનોનું ધ્યાન ભટકાવે છે. તે તો સારા શબ્દોમાં કહ્યુ છે. તેણી તો આનાથી પણ મોટી વસ્તુઓ કરી રહી છે. ખૂબ જ હલકી રીતે વખાણ કર્યા છે તો મને નથી લાગતુ કે તેમણે કંઈ આપત્તિજનક કહ્યુ છે.

ત્યારબાદ, ઉર્ફીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહતના એક વીડિયોની સાથે એક લાંબી નોટ લખી છે. જેમાં તે ચેતનના પક્ષમાં વાત કરતી જાેવા મળી રહી છે. પોતાના બચાવમાં ઉર્ફીએ લખ્યુ, ‘કાલે જ્યારે તારી દીકરી મોટી થઈ જાય અને કોઈ પુરુષ તેણીને તેણીના કપડાના કારણે હેરાન કરે તો ભવિષ્યમાં તે જે મારા વિશે નિવેદન આપ્યુ છે, તેને યાદ રાખજે. આ તારી દીકરીને બતાવજે! નફરત તમને ખાઈ રહી છે! કૃપયયા પોતાની માનસિકતાને બદલો-પોતાની દીકરી માટે. પુરુષોના રિએક્શન માટે મહિલાઓને દોષ આપવો બંધ કરો. તેણીએ આગળ કહ્યુ, ‘ચેતન ભગત એક સન્માનિત વ્યક્તિ નથી, તેણે મહિલાઓ સાથે સંબંધ બનાવવાનું કહ્યુ હતું. (મે ચેટ પણ અપલોટ કરી હતી.’

તમે વાસ્તવમાં તમારા પૂરા જેન્ડરને નીચું બતાવી રહ્યા છો. કારણકે, મારા માટે જે નફરત રાખે છે તેમાં તમે એટલા ડૂબી ગયા છો. તમે મને નાના કપડાં પહેરવાને કારણે નફરત નથી કરતા. પણ આવું એટલે કરો છો કારણકે, તમે પણ એવું કરો છો. તમારુ ઈન્સ્ટાગ્રામ તેનો પુરાવો છે. તમે મને ફક્ત એટલા માટે નફરત કરો છો, કારણકે મારી સમકક્ષ અટેન્શન નથી મળતી. કૃપ્યા પ્રમોશન માટે મારા નામનો ઉપયોગ કરવો બંધ કરે! તમે એ જાણો છો કે તમે મારા નામનો ઉપયોગ નહીં કરો તો કોઈ મીડિયા પેજ તમારા વિશે પોસ્ટ નહીં કરે.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/