fbpx
બોલિવૂડ

રણવીરે શાહરૂખની જગ્યા લીધી…સિમ્બા બનશે ડોન

શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ બાદ ‘ડોન’ સીક્વલમાં ત્રીજી ફિલ્મ શરૂ થવાની આતુરતાથી રાહ જાેવાતી હતી. શાહરૂખ ખાન સાથે જ ડોન ૩ બનવાનું નિશ્ચિત હતું અને શાહરૂખે રસ લઈને તેની સ્ક્રિપ્ટ ફાઈનલ કરાવી હતી. ફિલ્મને ફલોર પર લઈ જવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે શાહરૂખ ખાનની ઓચિંતી વિદાયના સમાચાર આવ્યા અને પ્રોડક્શન હાઉસે ફટાફટ નવા ડોનની શોધ પણ કરી લીધી. રિપોર્ટ્‌સ મુજબ, ડોન ૩માં શાહરૂખના બદલે રણવીર સિંહનો લીડ રોલ ફાઈનલ કરવામાં આવ્યો છે. થોડા સમય અગાઉ પ્રોડ્યુસર રિતેશ સિધવાણીએ આડકતરી રીતે સ્પષ્ટતા કરી હતી કે, શાહરૂખ નહીં હોય તો પણ ડોન ૩ બનશે. કો-પ્રોડ્યુસર ફરહાન અખ્તરે અગાઉ સ્ક્રિપ્ટ ફાઈનલ સ્ટેજમાં હોવાનું સ્વીકાર્યું હતું. ફિલ્મનું પ્રોડક્શન શરૂ થાય તે પહેલાં શાહરૂખની વિદાયના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ માટે શાહરૂખ અને પ્રોડ્યુસર્સ વચ્ચે જેવી રીતે લાંબી બેઠકો થઈ હતી, તેવી રીતે ફિલ્મમાંથી વિદાય લેવા બાબતે પણ શાહરૂખે તેમને વિશ્વસમાં લીધા હતા. શાહરૂખનો ઈનકાર સાંભળ્યા બાદ પ્રોડ્યુસર્સની નજર રણવીર સિંહ પર ઠરી હતી. અગાઉ પણ એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનરમાં રણવીરે ફિલ્મો કરેલી છે અને પ્રોડક્શન હાઉસનો અનુભવ સારો રહ્યો છે. ડોનના રોલ માટે સૌથી પહેલી પ્રાથમિકતા એ-ગ્રેડ સ્ટારની હતી. રણવીર સિંહ આ માપદંડોમાં ફિટ બેસતો હતો. ડોન ૩ની સત્તાવાર જાહેરાત કરવા માટે રણવીર સિંહનો વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને ટૂંક સમયમાં રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/