fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૮ જુન થી ૪ જુલાઇ સુધી

મેષ :-છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબતની થોડી કાળજી લેવી-કોર્ટ-કચેરીના કાર્યમાં દોડધામ રહેતા થકાનનો અનુભવ થાય ગુરુ મહારાજ વકી બની ભાગ્ય સ્થાને આવતા હોય ભાગ્યોદય માટે સારી તક આવી શકે
બહેનો :- શારીરિક તકલીફોની સામાન્ય ફરિયાદ કરે

વૃષભ:- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ શૈક્ષણિક કાર્ય-શિક્ષણ સંસ્થા કે અન્ય શિક્ષણ સબંધિત વ્યાપારમાં તેજી જોવા મળે-નાણાકીય લાભ સારો રહે આઠમા સ્થાને ગુરૂનું આગમન ધન પ્રાપ્તિ માટે આવક માટે સારો રહે
બહેનો :- સંતાનોના કાર્યમાં વધારે વ્યસ્ત રહેવું પડે

મિથુન :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વ્યાપાર-ઉદ્યોગ-ધંધામાં નવા નિર્ણયો લેવામાં સફળતા મળે. નોકરીયાત વર્ગ માટે ઉત્તમ તક લાવનાર સમય ગુરૂનું સાતમે ભ્રમણ પત્નિના અભ્યાસથી લાભ આપે
બહેનો :- ભૌતિક સુખ-સાગવાડોમાં વધારો થાય

કર્ક :- ત્રિજા સ્થાને ચંદ્રનું ભ્રમણ આંતરિક પ્રેરણા વધારનાર-ધાર્મિક ક્ષેત્ર કે પરદેશને લગતી કામગીરીમાં ઝડપી કાર્ય અને સારૂ કાર્ય કરાવનાર ગુરૂનું છઠ્ઠા સ્થાને આગમન જૂના રોગોની ઉત્તમ સારવારનો રસ્તો મળે
બહેનો :- ભાઈ-ભાંડુથી પ્રેમ વધે-તીર્થ યાત્રા થઈ શકે

સિંહ :- બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ આર્થિક રીતે ખૂબ સારા પરિણામો આપે પરિવારમાં આનંદ દાયક સમય રહે નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવતા રાહત થાય ગુરૂનું પાંચમા સ્થાને આગમન સંતાનોથી ખૂબ સરા પરિણામ મળે
બહેનો :- કુટુંબ-પરિવારમાં યશ-કિર્તિ-માન વધે

કન્યા :-આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ માનસિક શાંતિનો અનુભવ્કરાવનાર-સારા નિર્ણયો લેવડાવનાર નવી વિચારધારાઓને અચલમાં મૂકવાની તક આપનાર ગુરુ ચોથા સ્થાને સુખ-સાગવાડોમાં વધારો કરે-આવક વધારે
બહેનો :- દાંમ્પત્ય જીવનમાં શ્રધ્ધા-વિશ્વાસ મજબૂત થાય

તુલા:- બારમા સ્થાને ચંદ્ર વ્યય સ્થાનમાં રહેતા આવક-જાવકનું પ્રમાણ સમતોલ રહે છતા ખોટા ખર્ચ કે બિન જરૂરી મુસાફરી ટાળવાનો પ્રયત્ન કરવો જરૂરી બને ગુરુ મહારાજ ત્રિજા સ્થાને આવતા આગામી સમયમાં ધાર્મિક કાર્ય સારું થાય
બહેનો:- આરોગ્યની અને નાણાં બેય સાચવવા

વૃશ્ચિક:- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ વ્યવસાય ક્ષેત્રે-વ્યાપારી કાર્ય અને જૂના રોકાયેલા નાણાં બાબત લાભ આપે ખાસ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોથી લાભ વધે. ગુરુધન સ્થાનમાં આવતા આવકના સાધનો વધવાની શક્યતા
બહેનો:- સખી-સહેલીને કે સંતાનોથી આનંદમાં વધારો થાય.

ધન:-દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ધંધાકીય સબંધોને મજબૂત બનાવે-નાણાંકિયા સગવડો સચવાય-ગૃહ ઉપયોગી વસ્તુ કે વાણીથી ચાલતા ધંધામાં આવક વધે આપની રાશીમાં ગુરૂનું આગમન લગ્ન ઇચ્છુકો માટે શ્રેષ્ઠ સમય
બહેનો:- પિતૃ પક્ષે જવાનું થાય-પ્રસંગોનો આનંદ મળે

મકર:- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ બુધની રાશીમાં થતાં દેવી ઉપાસના ભાગ્યોદય માટે ઉત્તમ ફળ આપનાર, પરદેશથી સારો ભાગ્યોદય કરાવનાર બને ગુરુ મહારાજનું બારમાં સ્થાને આગમન ધાર્મિક કાર્ય-ધાર્મિક યાત્રા પ્રવાસ માટે ખર્ચ વધુ થાય
બહેનો:- ભાઈ-ભાંડુના માટે યોગ્ય સમય આપવો પડે

કુંભ:- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વાહન ચલાવવામાં કે અન્ય બાબતમાં સાવધાની રાખવી બિનજરૂરી વાણી વિલાસ કે વ્યર્થ સમય થવા દેવો નહીં-ધંધામાં ખોટા નિર્ણયો લેવાય નહી તે જોવા ગુરુ લાભા સ્થાને સંતાનોથી લાભ રહે
બહેનો:- દરેક જગ્યા ઉપર સાવધાની રાખવી-પાડવા-વાગવાથી બચવું

મીન:- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ દાંમ્પત્ય જીવનમાં મીઠાસ વધે- પત્નિથી ખૂબ સારૂ રહે-ભાગીદારીના ધંધામાં ખૂબ સારી યોજનાઓ બનાવી અમલમાં મૂકી શકો દશમાં સ્થાને ગુરૂનું ભ્રમણ ધાર્મિક સંસ્થા-ધાર્મિક કાર્યથી લાભ થાય
બહેનો:- લગ્ન જીવનની સમસ્યા દૂર થાય-લગ્ન ઇચ્છુકો માટે સારૂ રહે

વાસ્તુ :- શનિવાર દિવસે સરસવના દાણા-કાળા તલ- કાળા અડદ કાલીમીર્ચ અને રીંગણાની ખરીદી ક્યારેય ન કરવી.

સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Follow Me:

Related Posts