સકળમાં સૃષ્ટિમાં તારી દૃષ્ટિ
દેવોના દેવ મહાદેવ. ભોળાનાથ શિવજીનો શ્રાવણ માસ આવ્યો, પણ… શિવજી સંહારનાયે દેવ છે અને કલ્યાણના પણ દેવ છે. ‘શિવ’ એટલે જ ‘કલ્યાણ’… આપણે સૌ આજકાલ વિશ્વવ્યાપી મહાબિમારીમાં સપડાયા છીએ, ત્યારે આ તો વિશ્વ નહિ, બ્રહ્માંડોના બ્રહ્માંડોનો મહાદેવ… સકળ સૃષ્ટિમાં તારી દૃષ્ટિ રહેલી છે… હે, ભોળાનાથ… અમે શિવાલયોમાં તારી પૂજા કે ઉપાસના પણ ના કરી શકીએ તેવી પરિસ્થિતિ સર્જાઈ છે… તું આવું ઈચ્છતો હો પણ ખરો, અમે સહન કરી શકતા નથી. તારી સંહાર લીલા પણ હોઈ શકે… પણ પણ, તું ભોળો છો… હવે ખમૈયા કરી જાને… બસ પૂરો શ્રાવણ માસ અમે ઘરે રહીને અંતર મનથી ‘શિવોહમ’ અનુભૂતિ દ્વારા જ તારી પૂજા કરીશું… પણ શ્રાવણ માસમાં જ અમને ના ગમતી તારી આ લીલા સંકેલી લેજે… હે, મહાદેવ એક માસમાં જ હોને…?
Recent Comments