fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય 2 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી

મેષ :-ચંદ્ર ગુરુના ગજકેસરી યોગમાં થી દશમાં સ્થાને શનિ મહારાજ સાથે યુતી માં આવનાર ચંદ્ર ધંધાકીય ક્ષેત્રમાં ખૂબ જ ધ્યાન પૂર્વક નિર્ણયો કરવા, કોઈ ખોટા નિર્ણયો ન લેવાઈ તેનું ખાસ ધ્યાન રાખવું આવક મધ્યમ રહે.
બહેનો :- નોકરિયાત બહેનોને ખૂબ સાવધાની રાખવી.

વૃષભ:- ભાગયસ્થાનમાં સ્પ્તાહના મધ્યાહન પછી ચંદ્ર-શનિ ની યુતિ ધર્મકાર્ય પાણીને લગતા કારી કરાવે ભાગ્યોદય માટે ખૂબ જ પરિશ્રમ થાય, ધાર્યા કામ કરવાનું સાહસ થાય પરંતુ વધારે સફળ ન થતાં મન નારાજ થાય.
બહેનો :- તીર્થયાત્રા દેવદર્શનનો સારી રીતે લાભ લઈ શકો.

મિથુન :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ આપને ખૂબ જ સાવધાની થી વર્તન કરવાનું સૂચન કરે છે, બિનજરૂરી કોઈ સાથે ચર્ચા વિચારણામાં પડવું નહિઁ ખાસ કરીને પાણી વાળી જગ્યાએ સાવધાની રાખવી જોઈએ.
બહેનો :-વાહન ચલાવતી વખતે ધ્યાન પૂર્વક ચલાવવું.

કર્ક :- સાતમા સ્થાને રાશિનો સ્વામી ચંદ્ર શનિ મહારાજ સાથે યુતિ કર્તા પત્નીને ભાગીદારો સાથે બહુ જ સારી રીતે વર્તન કરવું દરેક વાતને સમજી વિચારી પછી ઇનો નિર્ણય કરવો ઉતાવળમાં પસ્તાવું પડે.
બહેનો :- શંકા-કુશંકાના વમળો માઠી બહાર રહેવું.

સિંહ :- છઠ્ઠા સ્થાને આવી રહેલ ચંદ્ર ગોચરના શનિ ઉપર ભ્રમણ કર્તા આરોગ્ય માટે કોઈ પણ જાતની બેદરકારી તમને નુકશાન કરી શકે કોર્ટ-કચેરી કે અન્ય કામકાજમાં વધુ દોડધામ રહેવાની શક્યતા રહે.
બહેનો :- સ્ત્રીરોગો કે પેટ-પેડુના દુખાવાની ફરિયાદ રહી શકે.

કન્યા :-પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સ્નેહીજનો-મિત્રોને મળવાનું થાય સંતાનના કાર્યો માટે પણ સમય આપવો પડે આવકની દ્રષ્ટિએ સમય સારો રહે જૂના નાણાં પરત લાવવા પ્રયત્ન કરશો તો સફળ થશો.
બહેનો :- સ્ત્રી પ્રસાધનોના ધંધામાં કમાણી વધે.

તુલા:- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ખેતીવાડી-જમીન-સ્થાવર મિલકતના કાર્ય કરી શકો આવક સંબંધી નિર્ણયો લેવામાં થોડી મંદ ગતિએ કામ થાય કોઈ મહત્વના નિર્ણયો લેવાના હોય તો બે ત્રણ દિવસ રાહ જોવી.
બહેનો:- પિયર પક્ષમાં જવાનું થાય આનંદ વધે.

વૃશ્ચિક:- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ પરદેશ થી શુભ સમાચાર તમને પ્રસન્ન કરે ઈશ્વરીય કાર્ય ધર્મકાર્ય બહુજ શાંતિથી પૂર્ણ થાય સાહસ વૃતિમાં વધારો થાય, આયાત નિકાસના ધંધામાં મધ્યમ છ્તા સારું રહે.
બહેનો:- ભાઈ ભાંડુને મળવાનું થાય ધર્મયાત્રા કરી શકો.

ધન:-બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ ધન સંપતિ પારિવારિક સુખની પ્રાપ્તિ કરાવનાર બને પરંતુ વાણી ઉપર પૂર્ણ નિયંત્રણ રાખવું જરૂરી બને તમારા શબ્દો તમારા માટે વધુ જવાબદાર ન બને તે જોવું.
બહેનો:- વડીલો-સ્નેહીજનોનું કાર્ય કરવાની જવાબદારી વધે.

મકર:- આપની રાશિમાં આવી રહેલ ચંદ્ર શનિ સાથે યુતિમાં રહેતા મનને મજબૂત રાખી વિચારો નો ત્યાગ કરી આનંદથી સમય પસાર કરવો બિન જરૂરી ગુસ્સો આવે તો ઇષ્ટ મંત્ર ના જાપ કરવા શાંતિ રાખશો.
બહેનો:- બિન જરૂરી વ્યાકુળતા અને ચિંતાઓ છોડવી.

કુંભ:- વ્યયભુવનમાં આવી રહેલ ચંદ્ર આરોગ્યની બાબતમાં તકેદારી રાખવી દાંતના દર્દો, આંખની પીડામાં સમયસર સારવાર લેવી, ખોટી દોડધામ છોડી શાંતિ પૂર્વક દરેક કાર્ય કરવાથી સેમી પસાર થી જાય .
બહેનો:-ખર્ચ કરવામાં વિવેક રાખવો ખોટા કરછ થી બચવું.

મીન:- લાભ સ્થાને ચંદ્રની શનિ સાથે યુતિ અચાનક જૂના મિત્રોને મળવા નું થાય સ્ત્રીમિત્રો સ્નેહીજનો થી મુલાકાત આનંદ આપે સંતાનો ની પ્રગતિ માટેના પ્રયત્નો ધીમે ધીમે સફળ થતાં હોય એવું લાગે.
બહેનો:- સખી સહેલી સંતાનો થી ખૂબ સારું રહે.

વાસ્તુ :- દરેક પૂર્ણિમાના દિવસે સાંજે ધરમાં ખીર બનાવી ભગવાનને ધરાવવા થી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Follow Me:

Related Posts