fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૯ ઓગસ્ટ થી  ૧૫ ઓગસ્ટ સુધી.

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૯ ઓગસ્ટ થી  ૧૫ ઓગસ્ટ સુધી.
મેષ :-બાર માં વ્યય ભુવન નો ચંદ્ર સ્ત્રી વર્ગ માતા પત્ની પુત્રી માટે ખર્ચ કરાવનાર નાના મોતા જળ માર્ગ ના કાર્યો કરાવનાર અને થોડી મુસાફરી પાછળ પણ ખર્ચ કરાવનાર હોય આરોગ્ય સાચવવું
બહેનો :- શારીરિક પીડા ઑ ઉપર ખાસ ધ્યાન આપવું
વૃષભ:- લાભ સ્થાને ચંદ્ર નું ભ્રમણ આર્થિક દ્રષ્ટિ એ સારો સમય આપે છે જૂના નાણાં ની લેવડ દેવડ ના કામ ઉઘરાણી ના કામ થાય સ્ત્રી વર્ગ ના કામ માં યશ માન કિર્તિ માં વધારો થાય સંતાનો માટે સુંદર સમય
બહેનો :- સ્ત્રી શૃંગાર ના ધંધા માં આવક વધે
મિથુન :- દસમા સ્થાને ચંદ્ર આપને ઉધ્યોગિક ક્ષેત્રે માં ખુબ સારા પ્રોત્સાહન આપે ધંધા માં નવી ઓળખાણ થાય વડીલો ની આર્થિક સહયોગ મળતા તમે તમારા ઇચ્છિત પ્રયત્નો ને સફળ બનાવવામાં લાગી જાવ
બહેનો :-નોકરિયાત વર્ગ ને બદલી કે બઢતી ના ચાન્સ વધે
કર્ક :- ભાગ્ય ભુવન માં ચંદ્ર ભાગ્યોદય માટે નો પુરુષાર્થ ઈશ્વર કૃપા થી ખૂબ સારી રીતે પાર પાડી શકો પરદેશ થી તમારા માટે નવી તક નું આગમન થાય ધાર્મિક વિધિ વિધાન અનુષ્ઠાન માં વ્યસ્ત રહો
બહેનો :- ધર્મ સ્થાનો માં દર્શન નો આનંદ મળે
સિંહ :- આઠ્મા સ્થાને ચંદ્ર સાંજ સુધી ગુરુ ની રાશિ માં રેહતા વડીલ વર્ગ સાથે નું તમારું વર્તન પુર્ણ વિવેક યુક્ત અને નમ્રતા વાળું રાખવું સસુર પક્ષ ના પ્રશ્નો માં બને ત્યાં સુધી ભાગ ન લો તો સારું રહે
બહેનો :- એકાગ્રતા નો ભંગ ના થાય તે જોવું
કન્યા :-સાતમા ભુવન માં ચંદ્ર વિચારો માં ધાર્મિકતા સદભાવના અને સ્થિરતા લાવે તમારા ભાગીદારી ના પ્રશ્નો નો ઉકેલ અને નવા નિર્ણયો નો અમલ સફળતા પૂર્વક પાર પાડી શકો
બહેનો :- પ્રવિત્ર અને સ્વચ્છ વિચાર ધારા માં વધારો થાય
તુલા:- છઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ આરોગ્ય બાબત માં જરા પણ બાંધ છોડ ના કરવી નાની નાની બેદરકારી મોટું સ્વરૂપ ન લે તેનું ધ્યાન રાખવું કોર્ટ કચેરી ના કાર્યો માં દોડ ધામ રહે .
બહેનો:- સ્ત્રી રોગો જૂના રોગો માં રાહત થાય

વૃશ્ચિક:- પાચમાં સ્થાને ચંન્દ્ર સંતાનો ની અભ્યાસ બાબતે સારો રહે નવા વિષયો તરફ ધ્યાન આકર્ષિત થાય જૂના મિત્રો કે સ્નેહી જનો ને મળવાનો એક અનોખો આનંદ માણવાનો નો અવસર મળે
બહેનો:- જૂની યાદો અને સ્મરણો ને વાગોલવાનો મોકો મળે
ધન:-ચોથા સ્થાન માં ચંદ્ર ફાર્મ હાઉસ ખેતી વાડી કપાસ કે બિયારણ ને લગતા કામ કાજ સ્થાવર મિલકત ના કામ કાજ કે આર્થિક ધંધાકીય કામ ને વેગ મળે આવક વધાર વાની ઈચ્છા ફળી ભૂત થાય
બહેનો:- મોસાળ પક્ષ થી આનંદ દાયક સમાચાર આવે
મકર:- ત્રીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ભાઈ ભાંડુ માટે તમે કરેલા પુરુષાર્થ યોગ્ય દિશા માં આગળ વધતાં માનસિક શાંતિ નો અનુભવ થાય ધાર્મિક કાર્યો કે સામાજિક કે સેવાકીય પ્રવૃતિ ના કાર્યો માં જોડાઈ શકો
બહેનો:- ઈશ્વરીય કાર્ય અને ધર્મ ધ્યાન નો આનંદ મળે
કુંભ:- બીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ પરિવારિક જીવન માં ખુશી નો માહોલ જોવા મળે નાણાં મોટા પિકનિક પ્રવાસ નું આયોજન થાય નાણાકીય કટોકટી માથી બહાર નિકલવાનો માર્ગ મળે
બહેનો:-પરિવાર માં તમારું સન્માન જળવાય અને પ્રસન્નતા વધે
મીન:-આપની રાશિ માં સાંજ સુધી ચંદ્ર નું ભ્રમણ ખુબજ ઉત્સાહિત અને પ્રફુલ્લિત રાખે વિચારધારા ઑ નો પ્રવાહ થોડો આઘો પાછો થયા કરે પરંતુ મન ને શાંતિ નો અનુભવ થતાં ખૂબ સારું રહે
બહેનો:- દાંપત્ય જીવન માં ખુબજ સારું સ્નેહ વધે
વાસ્તુ :- જન્માષ્ટ્મિ ના દિવસે
કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણેત કલેશનાસાય ગોવિંદાય નમો નમઃ
આ મંત્ર શ્લોક ના જપ કરવાથી સંકટો માથી માર્ગ મળે છે
સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Follow Me:

Related Posts