fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૧ ઓક્ટોબર થી ૧૭ ઓક્ટોબર સુધી.

મેષ :-ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સુખ સગવડો માં ખૂબ સારો વધારો કરે ભૌતિક કાર્યો ખેતીવાડી ના કામ બાગ બગીચા ના કામ માં સફળતા મળે નીચ રાશિ માં સેટમે સૂર્ય નું આગમન દાંપત્યજીવન ભાગીદારી માં સંભાળવું
બહેનો:વાહન સુખ કે અન્ય સુખાકારી માં વધારો થાય
વૃષભ:-ત્રીજા સ્થાન માં ચંદ્ર આપની રાશિ માં સાહસવૃતિ વધારનાર પરાક્રમ થી દરેક કાર્ય પૂર્ણ કરાવનાર બને ભાઈ ભાંડુ ને યોગ્ય સહકાર આપી શકો સૂર્ય છઠ્ઠા સ્થાને જૂના રોગો અને શત્રુ ઑ ઉપર વિજય અપાવનાર બને
બહેનો :-અચાનક તીર્થ યાત્રા નો અવસર આનંદ માં વધારો કરે
મિથુન :-બીજા સ્થાન માં સ્વગૃહી ચંદ્ર નું ભ્રમણ પરિવારિક જીવન માં નાના મોટા પ્રવાસ પર્યટન નો આનંદ રહે પાણી વળી જગ્યા એ ફરવા જવાનું થાય સૂર્ય પાચમાં સ્થાને જૂના મિત્રો ને મળવાનું થાય અથવા સંદેશ આવે
બહેનો:-કુટુંબ પરિવાર માં તમારા કાર્ય ને યશ મળે
કર્ક :-આપની રાશિ નો સ્વામિ આપની રાશિ માં ખુબજ સારા વિચારો આપનાર નેગેટિવે વિચારો ને દૂર કરનાર પ્રસન્નતા નો અનુભવ કરાવે સૂર્ય નું ચોથા સ્થાને આગમન પૈતૃક સંપતિ ના પ્રશ્નો ઊભા થવાની સંભાવના રહે
બહેનો :-મન ઉપર થી ઘણો બધો ભાર આપો આપ દૂર થાય
સિંહ :-વ્યય ભુવન માં ચંદ્ર નું ભ્રમણ નાણાકીય વ્યવહારો માં અતરાયો લાવે બિન જરૂરી નાણાં નો વ્યય થતો હોય એવું લાગે સ્ત્રી વર્ગ પાછળ ખર્ચ વધે સૂર્ય ત્રીજા સ્થાને આંતરિક રીતે થોડી મજબૂતી આપનાર બને
બહેનો :-મુસાફરી માં આરોગ્ય અને પૈસા નું ધ્યાન રાખવું
કન્યા :-લાભ સ્થાન ,માં સ્વગૃહી ચંદ્ર ખુબજ સારા લાભ કરાવનાર બને છે સ્ત્રી વર્ગ થી પાણી ના ધંધા માં કે અન્ય સફેદ વસ્તુ ના ધંધા માં લાભ રહે સૂર્ય નું બીજા સ્થાને ભ્રમણ પરિવારિક સંઘર્ષ ટાળવો
બહેનો :-સંતાનો ની પ્રતિષ્ઠા અને કિર્તિ નો યશ મળે
તુલા:-દશ માં સ્થાને ચંદ્ર નું ભ્રમણ ઉધ્યોગ ધંધા માં સારી આવક આપનાર ઠંડા પીણાં દૂધ ની બનાવટ કે અન્ય પ્રવાહી વસ્તુ ના ધંધા માં સારી આવક રહે સૂર્ય આપની રાશિ માં આવતો હોય આત્મબળ જાળવવું
બહેનો:- નોકરિયાત વર્ગ ને ખૂબ સારા સમાચાર ગૃહિણી ને લાભ રહે
વૃશ્ચિક:-ભાગ્યસ્થાને ચંદ્ર નું ભ્રમણ તમાર ભાગ્યોદય માટે ની ઉત્તમ તક લઈ ને આવે ધર્મ કાર્ય દેવ દર્શન કે અન્ય ધાર્મિક સામાજિક કાર્ય ને વેગ મળે સૂર્ય વ્યય ભુવન માં નીચ રાશિ માં હોય પિતા ના આરોગ્ય બાબત ચિંતા રખાવે
બહેનો: ભાઈ ભાંડુ ને મળવાનું થાય
ધન:-આત્મા સ્થાને ચંદ્ર પાણી વળી જગ્યા ઉએર ખુબજ સાવધાની પૂર્વક વર્તવું જરૂરી બને બહુ જરૂરી ના હોય તો મૌન રેહવું વાદ વિવાદ થી દૂર રેહવું લાભ સ્થાને સૂર્ય પિતા તરફ થી આર્થિક લાભ રહે
બહેનો:-વાહન ચલાવવા માં ધ્યાન રાખવું
મકર:-સાતમા સ્થાને ચંદ્ર દાંપત્ય જીવન માં ખુબજ પ્રેમ વધારનાર પરસ્પર આત્મીય ભાવ જગાડનાર અને સુંદર નિર્ણયો કરાવે શ્ર્ય નું ડૈશમે આગમન ધંધાકીય રાજકીય ક્ષેત્રે સારું વર્ચસ્વ આપે
બહેનો:-લગ્ન ઇચ્છુકો માટે યોગ્ય પસંદગી થાય
કુંભ:-છઠ્ઠા સ્થાને ચંદ્ર નું ભ્રમણ જૂના રોગો માઠી મુક્તિ નો શ્વાશ લેવડાવનાર અને કોર્ટ કચેરી ના કાર્ય માં વિજય અપાવનાર બને ભાગ્ય સ્થાન માં સૂર્ય નું આગમન ભાગ્યોદય માટે મહેનત કરાવે
બહેનો:-સ્ત્રી રોગો અને પેટ પેડુ ના દુખાવા માં રાહત
મીન:-પાચમાં સ્થાને ચંદ્ર સંતાનો થી ખૂબ સારો યશ પ્રાપ્ત થાય જૂના રોકાયેલા નાણાં પરત આવતા ધાર્યા કામ થઈ શકે સ્ત્રી વર્ગ થી આનંદ રહે સૂર્ય નું આત્મા સ્થાને આગમન વડીલ વર્ગ થી માન મર્યાદા જાળવવી
બહેનો:- જૂના મિત્રો સ્નેહીજનો સહેલી ઑ ને મળવાનો લાભ રહે
વાસ્તુ :-અધિક માસ ની અમાવશ્યા ના દિવસે વિષ્ણુ પૂજા વિષ્ણુ તર્પણ
સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts