fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૮ ઓક્ટોબર થી ૨૪ ઓક્ટોબર સુધી.


મેષ :-સાતમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ દાંપત્યજીવન માં પ્રેમ હૂફ અને સમજણ માં વધારો કરે સૂર્ય ચંદ્ર ની યુતિ થતી હોયસમજદારી પૂર્વક નું વર્તન ઘણા બધા પ્રશ્નો થી બચાવશે શુક્ર છઠ્ઠા સ્થાને ગુપ્ત માર્ગ ના દર્દ પથરી મૂત્રપિંડ ના રોગો માં સંભાળ્વુ
બહેનો:લગ્ન ઇચ્છુ કો ની મનોકામના પૂર્ણ થાય પતિ પત્ની માં સારું રહે
વૃષભ:-છઠ્ઠા સ્થાને ચંદ્ર નું ભ્રમણ શારીરિક અને માનસિક થાક નો અનુભવ કરાવે મન ઉપર ભાર રેહતો હોય એવું લાગે નાનામોટા ન ગમતા પ્રવાસ કરવા પડે રાશિ નો સ્વામિ પાચમે શુક્ર અજાણ્યા સબંધો માં સાચવવું
બહેનો :-શારીરિક પીડા ઑ થી મુક્તિ મળે પરેજી પાળવી
મિથુન :-પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાનો ના કાર્યો માટે થોડી વ્યસ્તતા રખાવે જૂના મિત્રો ને મળવાનો આનંદ પણ મળે જૂનાનાણાં માટે રાહ પણ જોવી પડે શુક્ર નું ચોથા સ્થાને આગમન માતા ના પક્ષે દોડ ધામ કરવી શકે
બહેનો:-સખી સહેલી ઑ થી મત ભેદ ન થાય તે જોવું
કર્ક :-ચોથા સ્થાને ચંદ્ર નું ભ્રમણ ખેતી વાડી જમીન જાયદાદ ની કામગીરી કે પૈતૃક સંપતિ ના કાર્યો વિલંબ થી પૂરા થાય આવકવધારવા માટે સારો સમય રહે શુક્ર ત્રીજા સ્થાને રેહતા દેવી ઉપાસના ના કામ સિધ્ધ થાય
બહેનો :-પિયર પક્ષે જવાનું થાય પ્રસંગો સાચવી શકો
સિંહ :-ત્રીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ પરદેશ ને લગતા કાર્યો જળ માર્ગ થી થતાં કાર્યો ને વેગ મળે ધાર્મિક કે સામાજિક કામ માંવ્યસ્ત રેહવાનુ બને શુક્ર નું બીજા સ્થાને ભ્રમણ રેહતા પરિવારજનો થી સારૂ રહે
બહેનો :-પરિ યાગ અનુસ્ઠાન માટે સમય નો સદ ઉપયોગ થાય
કન્યા :-બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ સૂર્ય સાથે પરિવારિક જીવન માં અને આવક ના ક્ષેત્ર માં થોડું ધીમું પણ સારું પરિણામ મળતા
બોજ હળવો થાય શુક્ર પેહલા સ્થાને નીચ રાશિ માં હોવા છતાં ખૂબ સારા લાભ લગ્ન ઇચ્છુકો ને શ્રેષ્ઠ પાત્ર મળે
બહેનો :-પરિવાર જીવન માં તમારી કાર્ય શૈલી ઉત્તમ રહે
તુલા:-આપની રાશિ માં સૂર્ય ચંદ્ર ની યુતી ભાગીદારી માં કે અન્ય દાંપત્યજીવન માં કોઈ અગત્ય ના નિર્ણય કરવાના હોય તોસાચવી ને કરવા શુક્ર નું બારમે ભ્રમણ પત્ની માટે ખર્ચ થાય
બહેનો:-નિર્ણયો કરવામાં ખૂબ સાવધાની રાખવી
વૃશ્ચિક:-બાર માં સ્થાને સૂર્ય ચંદ્ર સાથે આવક જાવક નું પ્રમાણ વધારે બિન જરૂરી દોડ ધામ ન કરવી ખર્ચ ઉપર કાપ મૂકવાપ્રયત્ન કરવો શુક્ર લાભ સ્થાને જૂના સ્ત્રી મિત્રો ને મળવાનો લાભ આપે
બહેનો: ખર્ચ ખરીદી સાંભળી ને કરવા આરોગ્ય સાચવવું
ધન:-લાભ સ્થાને ચંદ્ર નું ભ્રમણ અચાનક ધન લાભ ના યોગ ઊભા કરે ન ધરેલા નાણાં પરત આવવાની શક્યતા ઑ વધી જાયશુક્ર નું દશમે ભ્રમણ સુખાકારી ના સાધનો વધારનાર બને
બહેનો:-સંતાનો ના શિક્ષણ અને સ્નેહીજનો થી લાભ રહે
મકર:-દશમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ ધંધાકીય રીતે સમય સારો રહે તમે ધારેલી આવક કદાચ ના મળે પરંતુ છતાં ઇચ્છિત ફળ નીપ્રાપ્તિ થાય શુક્ર નું ભાગ્ય સ્થાને ભ્રમણ દેવી કૃપા થી ભાગ્યોદય ની તક આપે
બહેનો:-પિતૃ ગૃહે શુભ પ્રસંગો સાચવી શકો
કુંભ:-ભાગ્ય સ્થાને ચંદ્ર આયાત નિકાસ ના ધંધા માં તમારા માટે ખૂબ સારો સમય આવી શકે ભાઈ ભાંડુ નો પૂર્ણ સહયોગ મળતાકાર્ય સંપન્ન થાય શુક્ર નું આઠમે ભ્રમણ શ્વશુર પક્ષ ના પ્રશ્નો ઊભા થાય
બહેનો:-ધર્મ ધ્યાન ઉપાસના માનતા જાપ થી સારું રહે
મીન:-આઠમા સ્થાને સૂર્ય ચંદ્ર ની યુતિ વાણી વિવેક અને મર્યાદા નું પાલન કરવું બિન જરૂરી વાદ વિવાદ કે વિખવાદ થી દૂરરેહવું શુક્ર નું સાતમા સ્થાને આગમન લગ્ન જીવન માં ખૂબ સારો સમય રહે
બહેનો:- પરિવારજનો માં શબ્દો ચલાવવા માં ધ્યાન રાખવું
વાસ્તુ :-આસો મહિના ની અષ્ટમી (હવનાષ્ટમી) ના દિવસે દેવી ઉપાસના ઉત્તમ ફળદાયી બને છે દુર્ગા હોમ પાઠ નવાર્ણ જપ કરવા
સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts