fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૫ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધી

.
મેષ :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આવકના સાધનો વધારનાર લોખંડ, ખનીજ, બાંધકામના ધંધામાં ખૂબ સારું રહે, પિતાથી સારો લાભ પ્રાપ્ત કરી શકો. જૂના મકાનની વસ્તુ કે જૂની વસ્તુની વેચાણથી લાભ થાય.
બહેનો: નોકરિયાત વર્ગ માટે ઉત્તમ તકની પ્રાપ્તિ થાય.
વૃષભ:- ભાગ્યભુવનમા ચંદ્ર ભાગ્યોદય માટે ધીમો છતાં સારો પ્રયત્ન સફળ થાય. પરદેશને લગતી કામગીરીમાં પણ સારો સહકાર મળે, ધાર્મિક સંસ્થા, સામાજિક કાર્યમાં તમે ઓત પ્રોત રહી સારા કારી કરી શકો.
બહેનો :- ધર્મકાર્ય, દેવદર્શન, યજ્ઞના કાર્મ પૂર્ણ થાય.
મિથુન :- આઠમા સ્થાનમાં ચંદ્ર વડીલ વર્ગની સેવા કરવા માટે પ્રેરણા આપે, વાણી ઉપર નિયંત્રણ રાખશો તો વધારાનો લાભ મળશે, આવકમાં મંદ ગતિએ આગળ વધવાની શક્યતા, પાણી વાળી જગ્યાએ સાચવવું.
બહેનો:- વાહન ચલાવવામાં કે કામકાજમાં શરીર સાચવવું.
કર્ક :- સાતમાં સ્થાને ચંદ્ર ભાગીદારી કે દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તેનું શાંતિથી સમાધાન લાવવા પ્રયત્ન કરવો, મનની ચંચળતા ઉપર કાબૂ રાખવો વિચારો ઉપર પણ નિયંત્રણ જરૂરી બને.
બહેનો :- શંકા કુશંકાના વમળમાથી બહાર નીકળવું.
સિંહ :- છઠા સ્થાને ચંદ્ર આરોગ્ય અને શત્રુ સ્થાનમાં રહેતા આ બંને ઉપર વિશેષ ધ્યાન આપવું પડે બિનજરૂરી દોડા દોડી કે અન્યની દેખા દેખીથી દૂર રહેશો તો તમારા માટે ખૂબ સારું રહેશે.
બહેનો :- જૂના હઠીલા રોગોનો ઈલાજ માલ્ટા આનંદ રહે.
કન્યા :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનો માટે તમારુ કર્તવ્ય વધે ઘણી બધી આશા અને અપેક્ષાઓને ઔર્ણ કરવી પડે. નવા નવા મિત્રો સાથે ઓળખાણ અને જૂના મિત્રો સાથેના સંસ્મરણો વાગોળી શકો.
બહેનો :- અભ્યાસને આગળ વધારવામાં સહકાર મળે.
તુલા:-ચોથા સ્થાને ચંદ્રનું ભ્રમણ ખેતીવાડી, જમીન, ખનીજ, બાંધકામના ધંધામાં કે વાહનના ધંધામાં સારી આવક થાય, ઉધ્યોગ ધંધામાં પણ સારું રહે, મોસાળ પક્ષના કાર્યમાં જવાનું થાય.
બહેનો:- ભૌતિક સુખ સગવડોની ખરીદી આનંદ આપે.
વૃશ્ચિક:-ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ નવા નવા સાહસ અને પરાક્રમના વિચારો આપનાર, વડીલો તરફથી પ્રોત્સાહન મળતા તમે સાહસ પણ કરી શકો, ઈશ્વરીય કાર્યની અંદરથી પ્રેરણા મળતી રહે.
બહેનો:- ભાઈ ભાંડુના સહયોગથી સારા કામ થાય.
ધન:-બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ ધન, સંપતિ, પરિવારજનોમાં મધ્યમ ફળ આપે ખાસ પરિવારજનોમાં કોઇની લાગણી દુઃખાય એવા વાક્યોથી દૂર રહેશો તો સેમી ખૂબ સારો સાથ આપશે.
બહેનો:- પરિવારજનોના કાર્યમાં વ્યસ્તતા રખાવે.
મકર:- આપની રાશિમાં સાંજ સુધ ચંદ્રનું ભ્રમણ સતત વિચારોમાં રાખે પરંતુ એકાગ્રતા અને ભક્તિ સાધનામાં મન રાખશો તો તમારા દરેક કાર્ય આનંદ થી પૂરા થશે.
બહેનો:- દાંપત્ય જીવનમાં ખાસ ધ્યાન રાખવું પડે.
કુંભ:- બારમાં વ્યય ભુવનમાં સાંજ સુધી ચંદ્ર જૂની વસ્તુ પાછળ કે લોખંડ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ વાહન વિગેરે બાબત ખર્ચનું પ્રમાણ વધારનાર બને, જરૂર ન હોય તો મુસાફરી કરવી નહીં.
બહેનો:- ઘરમાં બિનજરૂરી ભંગારની વસ્તુનો નિકાલ કરવો.
મીન:- લાભ સ્થાને ચંદ્ર ખૂબ જ સારા લાભો આપનાર જુના મિત્રોને મળવાનો આનંદ આપનાર, સંતાનોના યશસ્વી કાર્યની શ્રેષ્ઠ પળોને માનવાનો અવસર આપનાર અને અચાનક લાભ આપે.
બહેનો:- સ્નેહીજનોના પ્રસંગો સાચવવાનો આનંદ વધે.
વાસ્તુ :- દશેરાના દિવસે ઘરમાં આસોપાલવનું તોરણ બાંધવાથી અને જૂના વાહનોની પુજા કરવાથી સારો લાભ રહે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts