fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય 0૧ નવેમ્બર થી ૦૭ નવેમ્બર સુધી

https://fb.watch/1u2Lzfb-Lr/

મેષ :- આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ મન ને ઉત્તમ અને ઉર્જાયુક્ત વિચારો આપનાર દાંપત્યજીવન માં સારા કાર્ય કરાવનાર ભાગીદારી માં પણ નિર્ણય શક્તિ મજબૂત બનાવનાર એકંદરે સપ્તાહ ની શરૂઆત સારી
બહેનો: લગ્ન ઇચ્છુકો માટે ખૂબ સારી વાત આગળ વધે
વૃષભ:- વ્યય ભુવન નો ચંદ્ર મંગળ ની રાશિ માં રેહતા ખર્ચ વધારનાર બને સાથે સાથે રંગ રસાયણ જમીન બાબત માં પણ ખર્ચ થાય મકાન બાંધકામ રીનોવેશન પાછળ સમય અને નાણાં બંને ખર્ચાય
બહેનો :- જરૂરિયાત મુજબ ની ખરીદી કરવી તો સારું રેહશે
મિથુન :- લાભ સ્થાને ચંદ્ર સ્ત્રી વર્ગ મિત્ર સર્કલ કે રંગ રસાયણ ના ધંધા માં ખૂબ સારા લાભ આપે સંતાનો માટે ની પ્રગતિ પણ તેમણે આનંદ આપનાર બને જૂના રોકાયેલા નાણાં નું યોગ્ય વળતર મળે
બહેનો:- સ્ત્રી પ્રસાધનો ના ધંધા માં લાભ વધુ રહે
કર્ક :- દશમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ ઉધ્યોગ ક્ષેત્રે પૉલિસ જવાન કે સૈન્ય સાથે જોડાયેલા માટે ખૂબ જ સારા સમાચાર આપે જમીન બાંધકામ ના ધંધા વાળા મિત્રો ને પણ આવક નું પ્રમાણ વધતાં સારું રહે
બહેનો :- પિતૃ ગૃહે થી શુભ પ્રસંગો નું આમંત્રણ મળતા આનંદ રહે
સિંહ :- ભાગ્ય સ્થાન માં ચંદ્ર ભાગ્યોદય માટે ના પ્રયત્નો ને સફળતા ના આસ્વાદ સુધી લઈ જવા માં પૂર્ણ રીતે મદદ પ્રાપ્ત થાય ધર્મ પ્રત્યે ની આસ્થા વધુ ને વધુ સુદઢ બનતા સારું લાગે
બહેનો :- પરદેશ ની કામગીરી માં જડપ આવે
કન્યા :- આઠમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ વાણી નો ઉપયોગ બહુ જ શાંતિ પૂર્વક અને ધૈર્ય સાથે કરજો બિન જરૂરી કોઈ પણ ના જગડા માં ભાગીદાર બનશો તો પાસટવું તમારે પડશે
બહેનો :- વાહન ચલાવવા માં ખુબજ કાળજી લેવી
તુલા:- સાતમા સ્થાને ચંદ્ર ખુબજ મહત્વ ના નિર્ણયો લેવામાં સાર્થક બને ધંધાકીય ક્ષેત્રે નવા સમીકરણો બને નવા ભાગીદારી ના ધંધા માં પણ આશાનું ઉજ્જવળ કિરણ બને
બહેનો:- લગ્ન જીવન માં ખૂબ જ આનંદમય સમય રહે
વૃશ્ચિક:-છઠ્ઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ જૂના રોગ માથી મુક્ત થવામાં સારું માર્ગદર્શન સલાહ અને દવા મળે શત્રુ ઑ ઉપર સારી રીતે વિજય પ્રાપ્ત કરી શકો કોર્ટ કચેરી મોસાળ ના કાર્યો થાય
બહેનો:- દરેક કાર્ય માં ધીરજ ની કસોટી થાય આરોગ્ય સારું રહે
ધન:- પાચમાં સ્થાને ચંદ્ર સંતાનો ના શિક્ષણ કે સંતાન લક્ષી કાર્ય બહુજ સહજતા થી થાય મિત્રો ને મળવાનો આનંદ મળે સંતાન ઇચ્છુક દંપતી ઑ માટે સંતાન પ્રાપ્તિ ની ઉત્તમ તક મળે
બહેનો:- સખી સહેલી ઓના પ્રસંગો સાચવવા નો અવસર મળે
મકર:- ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સુખ સગવડો માં વધારો કરનાર નોરીયાત વર્ગ ને બદલી બઢતી ની ઈચ્છા ઑ પૂરી કરાવનાર સમય રહે આવક ની દ્રષ્ટિ એ ખૂબ સારો સમય રહે
બહેનો:- ભૌતિક સુખ સગવડો નો આનંદ લઈ શકો
કુંભ:- ત્રીજા સ્થાન માં મંગળ ત્રીજા સ્થાન નો કારક ગ્રહ બનતો હોય આપના માં અચાનક સાહસ વૃદ્ધિ અને પરાક્રમ માં વધારો કરાવનાર ભાઈ ભાંડુ નું સુખ વધે નાણાં મોટા પ્રવાસ થાય
બહેનો:- ધર્મ કાર્ય ની અધૂરી ઈચ્છા ઑ પૂર્ણ થતાં ખુશી વધે
મીન:- બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમન પરિવારિક જીવન માં આનંદ લાવે આવક નું પ્રમાણ જળવાય રેહતા મન ઉપર ખાસ કોઈ ભાર રહે નહીં નાણાં મોટા પ્રવાસ પર્યટન નું આયોજન શક્ય બને
બહેનો:- પરિવાર માં તમારું મન સન્માન વધતાં પ્રફુલ્લિતતા વધે
વાસ્તુ :- ઘર માં નિયમિત રીતે સવાર સાંજ આરતી અને ઘંટ નાદ થી ઘર ની અંદર રહેલ નેગેટીવીટી ઉર્જા નો નાશ થાય છે
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts