fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય 0૮ નવેમ્બર થી ૧૧ નવેમ્બર સુધી.


મેષ :- ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સુખ સગવડો વધારનાર ધંધા માં ખુબજ સારી આવક નવા ધંધા માટે ના પ્રી પ્લાન ના કાર્ય ને વેગ આપનાર ભૌતિક સુખ સગવડો થી આનંદ રહે
બહેનો: માતરું પક્ષે શુભ કાર્ય ના સહભાગી બનો
વૃષભ:- ત્રીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સાહસ વૃધ્ધિ માટે અને પરદેશ ની કામગીરી માટે ઉત્તમ સમય લાવનાર ભાગ્યોદય માટે પત્ની નો સાથ સહકાર અને ભાઈ ભાંડુ નો પણ સહકાર મળતા કાર્ય સિધ્ધી સારી થાય
બહેનો :- ધાર્મિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ થાય
મિથુન :- બીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ધન સમૃદ્ધિ અને પરિવારિક જીવન માં શાંતિ આપે પ્રવાસ પર્યટન માટે ના આયોજન કરી શકો નવી નવી જગ્યા ઑ જવાનું થાય ખાસ પાણી વાળી જગ્યા વધુ ગમે
બહેનો:- કામગીરી અને પરિવાર ની જવાબદારી વધે
કર્ક :- આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ ખુબજ આનંદ આપનાર મન ને એક દમ પ્રફુલ્લિત રાખનાર સારા સુંદર વિચારો અને નવી ઉર્જા ઉત્પન્ન કરનાર દાંપત્ય જીવન માં સ્નેહ નો વધારો કરનાર
બહેનો :- દાંપત્ય જીવન માં પ્રેમ હુફ અને સહકાર વધે
સિંહ :- વ્યય ભુવન માં સ્વગૃહી ચંદ્ર ની આવક જાવક સમાન રખાવે માતરું પક્ષે તબિયત માં સુધારો આવે કારણ વગર ની મુસાફરી નો યોગ ઊભો થવાની શક્યતા વધતી જણાય ધૈર્ય રાખવું
બહેનો :- બિન જરૂરી ખર્ચ ઉપર કાપ મૂકવો જરૂરી
કન્યા :- લાભ સ્થાને ખૂબ સારા લાભ ની પ્રાપ્તિ કરાવનાર ચંદ્ર સ્ત્રી વર્ગ સ્ત્રી પ્રસાધનો સફેદ વસ્તુ અને દૂધ ના ધંધા માં તેજી લાવનાર જૂના નાણાં નો પ્રશ્ન ઉકેલતા આનંદ વધે
બહેનો :- સખી સહેલી ના કાર્ય માં વ્યસ્ત રહવાનું થાય
તુલા:- દશ માં સ્થાને ચંદ્ર નું ભ્રમણ ઉધ્યોગ ધંધા ના કાર્યો માં સારી આવક વધતાં તમારા ધાર્યા કામ પાર પાડી શકો નોકરિયાત વર્ગ ને સારા ચાન્સ ની આશા વધુ મજબૂત થતી જણાય બહેનો:- ગૃહ ઉપયોગી ધંધા માં આવક વધતાં સારું રહે
વૃશ્ચિક:- ભાગ્ય સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ભાગ્યોદય માટે આપની પોતાની હિમ્મત અને સાહસિકતા નો ઉપયોગ કરશો તો ખૂબ સારો ભાગ્યોદય તમે કરી શકો ધર્મ કાર્ય થાય બહેનો:- ભાઈ ભાંડુ માટે યોગ્ય સમય આપવો પડે
ધન:- આઠમાં સ્થાને સ્વગૃહી ચંદ્ર પત્ની ના પક્ષે વરસાઈ સંપતિ ના પ્રશ્નો માં સહભાગી થવું પડે આવક ની દ્રષ્ટિ એ સમય ખૂબ સારો રહેવાની શક્યતાઓ વધે શાંતિ રાખવી
બહેનો:- પાણી વળી જગ્યા એ સાવધાની રાખવી
મકર:- સાતમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ લગ્ન ઇચ્છુકો માટે યોગ્ય અને સારા પાત્ર ની પસંદગી ના ચાન્સ વધે આપની રાશિ માં શનિ ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરતાં હોય કોઈ વિષે કાઇ બોલવું નહીં બહેનો:- દાંપત્ય જીવન માં ધીરજ અને સમજદારી રાખવી
કુંભ:- છઠ્ઠા સ્થાને ચંદ્ર પાણી જન્ય રોગો વારલ બીમારી ઑ નો નાનો મોટો સામનો કરવા માટે સજાગ રેહવું જરૂરી હોય તો જ મુસાફરી કે દોડ ધામ કરવી બાકી શરીર સાચવવું બહેનો:- સ્ત્રી રોગો પેટ પેંડું શ્વેતપ્રદર ની ફરિયાદ રહે
મીન:- પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ આપના સંતાનો ના કાર્ય માં મિત્રો સ્નેહીજનો ના કાર્ય માં વ્યસ્ત રેહવાનુ બને લાભ સ્થાને દ્રષ્ટિ રેહતા આર્થીક રીતે ખૂબ સારા લાભો મળે બહેનો:- જૂના મિત્રો કે ગુરુજનો નો ને મળવાનું થાય
વાસ્તુ :- ધાન તેરશ થી ભાઈ બીજ સુધી પાચ દિવસ ઘરમાં અખંડ દીપ રાખવા લક્ષ્મી પૂજા ધન પૂજા હનુમાનજી ની પૂજા કરવાથી ખૂબ સારી સુખ શાંતિ વધે
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts