fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૫ નવેમ્બર થી ૨૧ નવેમ્બર સુધી.


મેષ :- વર્ષ ના પ્રારંભ થી જ ગુરુ શનિ ની યુતિ દશમાં સ્થાને રેહતા આપના માટે જૂના નવા મકાન ની ખરીદી લે વેચ વાહન ના ધંધા માં તથા ઉધ્યોગ ધંધા માં બંધ કામ વગેરે માં ખુબજ લાભ વર્ષ તમારા માટે સારું રેહશે તમામ અટકેલાં કાર્યો ધીમે ધીમે પૂરા થસે
બહેનો: વિવાહ યોગ્ય માટે સુઅવસર પતિ અને સંતાન થી લાભ રહે
વિધ્યાર્થી: ખૂબ સારી મેહનત કરવાની ધગસ થી સફળતા પ્રાપ્ત થાય
વૃષભ:- વર્ષ ના પ્રારંભ માં ભાગ્ય સ્થાન માં ગુરુ શનિ ની યુતિ લાંબા સમય થી તમારી ચાલી આવતી સંઘર્ષમય યાત્રા નું સુખદ પરિણામ આપનાર બને છે ગુરુ મહારાજ પણ પરીક્ષા લઈ ને સફળતા નો સ્વાદ ચખાડે
બહેનો :- દરેક કાર્યો માં ઉતાવળો સ્વભાવ આરોગ્ય માટે નુકશાન કારક ન બને તેનું ધ્યાન રાખવું
વિધ્યાર્થી: તમારું ધ્યાન કેવળ અભ્યાસ માં રાખશો તો સફળતા સુંદર મળશે
મિથુન :- આઠમાં સ્થાને ગુરુ શનિ ની યુતિ તમને સાવધાન કરે છે જરા પણ ક્રોધ ગુસ્સો કે એકાગ્રતા નો ભંગ કર્યો તો એના પરિણામો વધારે ચિંતા ઉપજાવે હનુમંજી શનિદેવ ની ઉપાસના ગરીબો ને મદદ થી સમય સુધારી શકો
બહેનો:- સમય ખુબજ સારો છે પરંતુ વાણી નો પ્રભાવ ટકાવી રાખવો
વિધ્યાર્થી: પરદેશ જવાની ની ઈચ્છા પૂર્ણ કરવામાં કુટુંબ ની મદદ મળે
કર્ક :- સાતમા સ્થાને ગુરુ શનિ ની યુતિ આપણે ભાગીદારી દાંપત્યજીવન ના દરેક કાર્યો માં સફળતા અને સિધ્ધી આપનાર ગેર સમજણ અબોલા કે ભાગીદારી માં થયેલી કોઈ ગુચવણ નો ઉકેલ આવે તમારી પ્રગતિ માટે સારો સમય રહે
બહેનો :- વિવાહ યોગ્ય માટે સુંદર સમય રહે દાંપત્યજીવન માં સારું રહે
વિધ્યાર્થી: રમત ગમત અને એજ્યુકેશન માં નામના મેળવવા ની ઈચ્છા પૂરી થાય
સિંહ :- ગુરુ શનિ ની યુતિ છઠ્ઠા સ્થાન માં થતાં શત્રુ ઉપર વિજય મેળવી શકો પરંતુ બિન જરૂરી ખર્ચ માં સાવધાની રાખવી પડે ગુરુ મહારાજ આ વર્ષ માં ઘણી બધી કસોટી ઑ કરી ખૂબ સારા પરિણામો આપશે આકસ્મિક ધન લાભ ની ક્ષણો સર્જાય શકે
બહેનો :- બિન જરૂરી ખર્ચ માથી બચીને નવા મકાન જમીન નું સ્વપ્ન પૂરું કરી શકો
વિધ્યાર્થી: સતત મહેનત ચાલુ રાખવું ખોટા આત્મવિશ્વાસ માં ન રેહવું
કન્યા :- ગુરુ શનિ ની પાચમાં સ્થાને યુતિ મિત્રો સ્વજનો કે અન્ય ધંધાકીય સહાયકો ના મધ્યમ થી અટકેલી તમામ કામગીરી પૂર્ણ કરવાનો અવસર સંતાનો ની કારકીદી માટે ઉત્તમ સમય અને તરછોડાયેલા સબંધો ને ફરી જાગ્રત કરવાનો અવસર મળે
બહેનો :- પરિવારિક જીવન માં અને સંતાનો ના કાર્યો માં ધાર્યા કામ સફળતા આપે
વિધ્યાર્થી:તમારી પસંદગી ના વિષયો ઉપર તમારી પકડ મજબૂત બને
તુલા:- ચોથા સ્થાન માં ગુરુ શનિ ની યુતિ પનોતી નો સમય ચાલતો હોય ક્યાય પણ સમજ્યા વિચાર્યા વગર નું રોકાણ કે ખરીદી તમને ખૂબ નુકશાન નો આપે એનું ધ્યાન રાખવું આટલું ધ્યાન તમને ખૂબ સારા ફાયદા પણ કરવી શકે બહેનો:- મન ની મનોકામના ની પૂરતી આ વર્ષ માં સારી રીતે થાય
વિધ્યાર્થી: અભ્યાશ પાછળ સખત મેહનત નો એક જ વિકલ્પ રહે
વૃશ્ચિક:- ત્રીજા સ્થાન માં ગુરુ શનિ ની યુતી એક દમ ઉત્સાહિત અને સાહસ પરાક્રમ યુક્ત બનાવનાર તમારી નીતિ સચાઈ અને પ્રમાણિક્તા નો પ્રભાવ તમે તમારી ઉપર ગ્રહો ના આશીર્વાદ થી જોઈ શકો બહેનો:- વિદેશ યાત્રા અને ધર્મ કાર્યો ની ઈચ્છા આ વર્ષ માં પૂરી થાય
વિધ્યાર્થી: તમારું દરેક સ્વપ્ન પૂરું કરવામાં ઈશ્વર ની મદદ મળે
ધન:- બીજા સ્થાન માં ગુરુ શનિ ની યુતિ આ વર્ષ માં પનોતી ની પીડા માં રાહત આપશે ધન સમૃદ્ધિ કુટુંબ પરિવાર ની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થતાં સારી રાહત મળશે પરિવારિક જીવન માં નાના મોટા પરવશ પર્યટન નો લાભ પણ મળશે એકનદરે સારું રેહશે
બહેનો:- લાગણી પ્રધાન વધારે પડતાં રહશો તો વધુ સહન કરવું પડે સ્ટ્રોંગ બનવું
વિધ્યાર્થી: તમાર કાર્યો ઉપર જ ધ્યાન આપવું અન્ય ના વિવાદ થી દૂર રેહવું
મકર:- આપની રાશિ માં ગુરુ શનિ ની યુતિ બિન જરૂરી નાણાં વ્યાજે ઉધાર કે લોન તરીકે લેશો તો પાસ્તાવું પડે શનિ મહારાજ ની પનોતી વ્યર્થ ચિંતા રખાવે તો હનુમાનજી ની કે શનિદેવ ની ભક્તિ માં ધ્યાન આપવું પત્ની કે ભાગીદારો ના સાથ મળે બહેનો:- વિચારો અને વર્તન ઉપર કાબૂ રાખશો તો સારું રેહશે
વિધ્યાર્થી: શંશોધન ના વિષયો ઉપર તમારું ધ્યાન સફળતા ના શિખરસર કરાવે
કુંભ:- ગુરુ મહારાજ નું બાર માં વ્યય ભુવન માં ભ્રમણ આ વર્ષ દરમ્યાન ઘણી બધી મુશ્કેલી ઑ સંઘર્ષ નો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે નાણાં નો વ્યય બહુ જ સાવધાની ની પૂર્વક કરવો દરેક કાર્યો નીતિ અને પ્રમાણિક્તા થી કરવું
બહેનો:- દાંપત્યજીવન માં બિન જરૂરી વાદ વિવાદ શંકા થી બચવું
વિધ્યાર્થી: વેદ અધ્યયન આધ્યાત્મિક અભ્યાશ માં સફળ રેહશો
મીન:- ગુરુ શનિ ની યુતિ લાભ સ્થાને અલૌકિક લાભ ની પ્રાપ્તિ કરાવનાર બને જૂના સબંધો જૂની મિત્રતા પુનઃ જીવિત થાય નવા સબંધો પણ લાભકારી બને સંતાન ઇચ્છુકો માટે સંતાન ની આશા ઊજળી બને ન ધાર્યા હોય એવ લાભ આ વર્ષ માં પ્રાપ્ત થાય
બહેનો:- સંતાનો ના કાર્યો નો યશ અને અધૂરી ઇચ્છા ઑ પૂર્ણ કરવાનો અવસર મળે
વિધ્યાર્થી: આપની અંદર રહેલી અનેરી કળા શક્તિ ને જાગ્રત કરવાનો મોકો મળે
વાસ્તુ :- મિથુન,તુલા,ધન,મકર,કુંભ, રાશિ ને ખાસ સાચવવું સાથે ખુબજ ભક્તિ ભાવ નીતિ મકતા ઇષ્ટદેવ દેવી ઉપર પૂર્ણ શ્રદ્ધા થી ઉપાસના કરવી ગુરુ પૂજા વડીલો ના આશીર્વાદ ગરીબ મજૂર વર્ગ ની દુઆ મળે એવ કાર્યો કરવા
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts