fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૨ નવેમ્બર થી ૨૮ નવેમ્બર સુધી.

.
મેષ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ શનિની રાશિમાં થતાં ધીમો છ્તા મક્કમ લાભ આપનાર બને જૂના મિત્રોને મળવાનું થાય સૂર્ય બુધનું આઠમે ભ્રમણ વડીલો પાર્જિત મિલકતના વારસાઈ પ્રશ્નો ઊભા થવાની શક્યતા.
બહેનો :- સખી સહેલી, સ્નેહીજનોને મળવાનો આનંદ રહે.
વૃષભ :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરિયાતવર્ગને બદલી બઢતીના કાર્ય થાય ખૂબ સારો લાભ મળે ઉધ્યોગ ધંધામાં પણ સારું રહે. સૂર્ય બુધનું સાતમે ભ્રમણ દાંપત્ય, ભાગીદારીમાં નિર્ણયો આવે.
બહેનો :- ગૃહ ઉપયોગી ધંધામાં નવી પ્રગતિના એંધાણ મળે.
મિથુન :- ભાગ્ય ભુવનમાં ચંદ્ર તમારા માટે પરદેશથી ભાગ્યોદયની નવી તક લાવે. ધાર્મિક ક્ષેત્રે અટકેલાં કાર્ય પૂર્ણ કરવામાં શનિમહારાજ મદદરૂપ થાય. સૂર્ય બુધ આપના છઠા ભુવનમાં શત્રુ ઉપર વિજય મળે.
બહેનો :- સામાજિક કાર્ય, સમાજ ઉપયોગી સેવાનો અવસર મળે.
કર્ક :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વાહન ચલાવવામાં, લોખંડની વસ્તુથી કે પાણીવાળી જગ્યાએ સાવધાની રાખવાની જરૂર રહે. સૂર્ય બુધ પાંચમા સ્થાને રહેતા શિક્ષણ ક્ષેત્રથી ખૂબ સારા લાભ મળે.
બહેનો :- વાણીનો ઉપયોગ જરૂર પૂરતો રાખશો તો સારું રહેશે.
સિંહ :- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ તમને દાંપત્યજીવનમાં વધુ પ્રેમ અપાવનાર, ભાગીદારીના ધંધામાં વધુ સારા નિર્ણયો આપનાર સૂર્ય બુધ ચોથા સ્થાને પૈતૃક સંપતિ, સ્થાવર મિલકતનું કાર્ય કરાવે.
બહેનો :- મનની મુરાદ પૂર્ણ થાય, વિચારો મજબૂત બને.
કન્યા :- છઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ જૂના રોગોમાથી મુક્તિનો માર્ગ મળે. મોસાળ પક્ષના કર્યા કે કોર્ટ કચેરીના અધૂરા કાર્ય માટે સારો સમય. સૂર્ય બુધનું ત્રીજા સ્થાને આગમન ભાગ્યની દેવિકૃપા વરસાવે.
બહેનો :- સ્ત્રી સહજ રોગોનું અન્ય બિંમારીથી રાહત રહે.
તુલા :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના શિક્ષણ માટે આગામી સમયમાં ઘણા બધા નિર્ણયો કરવા પડે. મિત્રોથી સારી મદદ મળે. સૂર્ય બુધનું બીજા સ્થાને ભ્રમણ આર્થિક સંકટમાં ઘટાડો કરે.
બહેનો :- મિત્ર વર્તુળ, સંતાનો અને સ્નેહીજનોના કાર્ય થાય.
વૃશ્ચિક :- ચોથા સ્થાને ચંદ્રનું ભ્રમણ બાગ, બગીચા, ફાર્મ હાઉસ, કુદરતિ સૌંદર્ય કે કલા કારીગિરિ માં વ્યસ્ત રખાવે. સુખના સાધનોની પ્રાપ્તિ થાય. સૂર્ય બુધ આપની રાશિમાં આત્મબળ ખૂબ જ વધારનાર બને.
બહેનો :- માતાપિતાના ઘરે પ્રસંગો સાચવવા જવું પડે, આનંદ રહે.
ધન :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર પરાક્રમ સ્થાનમાં રહેતા સાહસ અને પરાક્રમમાં વધારો કરે અંદરની તાકાત અને હીમતમાં વધારો થાય. સૂર્ય બુધનું બારમાં સ્થાને ભ્રમણ ખર્ચમાં વધારો કરાવી શકે.
બહેનો :- ભાઈ ભાંડુ તરફથી સુંદર પ્રેમ મળે.
મકર :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં ખૂબ જ સારા ફળો આપનાર, આવક વૃધ્ધિમા મહેનત સફળ થાય. સૂર્ય બુધ લાભ સ્થાને વડીલોથી ખૂબ જ સારો લાભ મળી રહે.
બહેનો :- પરિવારમાં તમારું માન સન્માન વર્ચસ્વ વધે.
કુંભ :- આપની રાશિમાં ચંદ્ર દરેક નિર્ણયો ધીમે ગતિએ છ્તા ખૂબ જ સારી રીતે લઈ શકો. નવા નવા વિચારો ઉત્પન્ન થાય. સૂર્ય બુધ દશમાં ભુવનમાં મેડિકલ લાઇન, સોના ચાંદી, રાજકારણમાં લાભ રહે.
બહેનો :- મનની ચંચળતા દૂર થાય, સ્થિર નિર્ણયો આવે.
મીન :- વ્યય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ આવક જાવકને સરખી રાખે. થોડી મુસાફરી પણ રહે. આરોગ્યની સાચવણી કરી દોડધામ કરવી. સૂર્ય બુધ ભાગ્ય સ્થાનમાં સારા ભાગ્યોદયની તમન્ના પૂરી થાય.
બહેનો :- બીન જરૂરી ખર્ચ ખરીદીથી દૂર રહેવું.
વાસ્તુ :- દેવા ઉઠી એકાદશીના દિવસે તિલસી ક્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ઉત્તમ ફળ આપનાર બને.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts