fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૯ નવેમ્બર થી ૦૫ ડીસેમ્બર સુધી

.
મેષ :- આપની રાશિ માથી વિદાઇ લઈ બીજા સ્થાને સપ્તાહ ના પ્રારંભ માં ચંદ્ર નું ભ્રમણ ઉચ્ચ રાશિ માં થતાં પરિવાર જીવન માં સરૂરહે કુટુંબ પરિવાર સાથે આનંદ રહે ધંધા માં આવક નું પ્રમાણ મેળવી શકો.
બહેનો :- પરિવારજનો સાથે નાના મોટા પિકનિક પ્રવાસ થાય.
વૃષભ :- આપની રાશિ માં ચંદ્ર નું આગમન મન ને શાન્ત અને સ્થિર બનાવે નિર્ણયો લેવામાં ખૂબ સરળતા રહે ધાર્યા કામ પાર પાડવામાં પત્ની નો સાથ સહકાર અને હુફ ની પ્રાપ્તિ થાય ધંધા માં સારું રહે.
બહેનો :- દાંપત્યજીવન માં ખૂબ સારું રહે આનંદ માં વધારો થાય.
મિથુન :- વ્યય સ્થાન માં આવી રહેલ ચંદ્ર સપ્તાહ ના બે ત્રણ દિવસ આવક કરતાં જાવક વધારશે ધન તમારી નજર સામે ખર્ચ થશે પરિવાર કે ધંધાકીય ક્ષેત્ર માટે અચાનક મુસાફરી પાછળ સમય નાણાં ખર્ચાઈ.
બહેનો :- તમારી આવડત કળા કે સૌંદર્ય પાછળ ધન ખર્ચાય.
કર્ક :- લાભ સ્થાને તમારા રાશિ ના સ્વામિ નું ઉચ્ચ રાશિ માં ભ્રમણ ખૂબ જ સારા આર્થિક લાભ ની પ્રાપ્તિ કરાવનાર બને નાની મોટી મુશ્કેલી દૂર કરવામાં સ્ત્રી મિત્રો કે પરિચિતો નો યોગ્ય સહકાર મળે.
બહેનો :- સંતાનો ના શિક્ષણ પાછળ સમય આપવો પડે.
સિંહ :- દશ માં સ્થાને ચંદ્ર નું ભ્રમણ ઉધ્યોગ ક્ષેત્રે સફેદ વસ્તુ દૂધ ની વસ્તુ પાણી ને લાગતો વ્યવસાય વગેરે ધંધા માં ખૂબ જ આર્થિક રીતે મજબૂત બનાવે આવક માં વધારો થાય .
બહેનો :- પિતૃ ગૃહે સારા પ્રસંગો નો આનંદ માણવા મળે.
કન્યા :- ભાગ્ય સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ભાગ્યોદય માટે થોડી વધુ મેહનત કરશો તો જલ્દી સફળતાના શિખરો સુધી પહોચવામાં ઈશ્વરીય સહાય પ્રાપ્ત થશે ભાઈ ભાંડુ કે બહેનો ને તમે મદદરૂપ થઈ શકો.
બહેનો :- ધાર્મિક કાર્યો ની ઈચ્છા ઑ પૂર્ણ કરવાનો અવસર મળે.
તુલા :- આઠમાં સ્થાને રહું સાથે યુતી માં ચંદ્ર નું ભ્રમણ આપણે દરેકરીને સભાન રેહવાનુ સૂચન કરે છે બિન જરૂરી વાદ વિવાદ કે કોઈ ના જગડા થી દૂર રેહશો તો સારું રહેશે અન્યથા તકલીફ ઊભી કરાવે.
બહેનો :- વાહન ચલાવવા માં કાળજી રાખવી પાડોશી સાથે વાદ વિવાદ થી બચવું.
વૃશ્ચિક :- સાતમા સ્થાને ચંદ્ર લગ્ન ઇચ્છુકો જાતકો માટે શ્રેષ્ઠ પત્ની શોધવાનો વિકલ્પ આપનાર ભાગીદારી ના ધંધા માં ખૂબ સારા નિર્ણયો અને ધંધાકીય પ્રગતિ માટે ઉત્તમ સમય આપનાર બને વિચારો સુંદર રહે.
બહેનો :- દાંપત્યજીવન માં શંકા કુશંકા થી દૂર રહેવા થી સારું રહે.
ધન :- છઠ્ઠા સ્થાન માં ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ માં રાહ સાથે રેહતા જૂના રોગો ઉપર કાબૂ મળે જૂની પીડાઓ માથી મુક્ત થઈ શકો છતાં બિન જરૂરી દોડધામ કે પ્રવાસ થાક નો અનુભવ કરાવનાર બને.
બહેનો :- મોસાળ પક્ષે જવાનું થાય ખર્ચ વધે આરોગ્ય સાચવવું.
મકર :- પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાનો માટે અને આપના માટે ખૂબ સારું રહે મિત્રો સાથે વધુ સમય વિતાવવા નો અને જૂના નાણાં પરત મેળવવાનો લાભ મળે સમય સાનુકૂળ રહે.
બહેનો :- સખી સહેલી કે સ્ત્રી પ્રસાધનો ના ધંધા માં લાભ રહે.
કુંભ :- ચોથા સ્થાન માં ચંદ્ર ભૌતિક સુખ સગવડો માં વધારો કરનાર બાગ બગીચા ખેતી ના કાર્યો માં લાભ અને આર્થિક સંકટ દૂર કરનાર નોકરિયાત વર્ગ ને અચાનક બદલી કે બઢતી ના ચાન્સ રહે.
બહેનો :- ભૌતિક સુખ સગવડો માં વધારો થતાં આનંદ થાય.
મીન :- ત્રીજા સ્થાન માં રાહુ સાથે ચંદ્ર નું આગમન તમારા માં ખૂબ આત્માવિશ્વાસ જગદનાર નવી દિશા તરફ આગળ વધાર નાર અને પરદેશ થી સારા સમાચારો ની પ્રાપ્તિ કરાવનાર બને.
બહેનો :- હિમ્મત અને ધૈર્ય સાથે ધાર્યાકામ પાર પડી શકો.
વાસ્તુ :- ઘર ની અંદર વડીલો અને મોટા પુત્ર નો શયનખંડ નૈરૂત્ય દિશા માં રાખવાથી ખૂબ સારા લાભો પ્રાપ્ત થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts