fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૪ જાન્યુઆરી થી ૩૦ જાન્યુઆરી સુધી

મેષ :- બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ આપણે ખૂબ સારી આવક આપનાર પરિવાર માં ખુશી અને આનંદ વધારનાર બુધ નું લાભ સ્થાને ભ્રમણ અણ ધાર્યા લાભ આપનાર અને શુક્ર નું દશમાં સ્થાને ભ્રમણ રાજયોગ જેવી સ્થિતિ આપે .
બહેનો :- સન્માન યશ કિર્તિ માં વધારો થાય પ્રવાસ થાય
વૃષભ :- આપની રાશિ માં ઉચ્ચ રાશિ માં ચંદ્ર નું ભ્રમણ શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ નિર્ણયો લેવા માં સહાયરૂપ બને બુધ નું દશમાં સ્થાને ભ્રમણ ઉધ્યોગ ધંધા માં પ્રગતિ કારાવનાર અને શુક્ર ભાગ્ય સ્થાને સ્ત્રી વર્ગ થી ભાગ્યોદય કરાવનાર બને.
બહેનો :- દાંપત્ય જીવન માં ખૂબ સારો સમય મન ની પ્રસન્નતા રહે.
મિથુન :- બાર માં સ્થાને ચંદ્ર નું ભ્રમણ ઉત્તમ પ્રકાર ના પ્રવાસો નો આનંદ આપનાર બને પત્ની સ્ત્રીએ માતા માટે ધન ખર્ચ થાય બુધ નું ભાગ્ય સ્થાન માં ભ્રમણ દેવી કાર્ય કરાવે શુક્ર આઠમે પત્ની થી ધન લાભ માં વધારો થાય.
બહેનો :- આનંદ પ્રમોદ અને કલા પાછળ ધન વ્યય થાય.
કર્ક :- લાભ સ્થાને ઉચ્ચ નો ચંદ્ર ખુબજ સારા લાભ આપનાર માતરું પક્ષ થી કે અન્ય તરફ થી લાભ રહે બુધ આઠમા સ્થાને ધન સંપતિ નું સુખ વધારે શુક્ર સાતમા સ્થાને પત્ની થી લાભ લગ્ન ઇચ્છુકો માટે શુભ સમાચાર આવે.
બહેનો :-સંતાનો ના શિક્ષણ માં સુધારો આવતા આનંદ થાય.
સિંહ :- દશમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ નોકરિયાત વર્ગ માટે સારું રેહશે એ સિવાય સફેદ વસ્તુ ના ધંધા માં આવક વધારે બુધ નું સાતમે ભ્રમણ નવા ભાગીદારો આપે છઠ્ઠે શુક્ર પથરી મૂત્ર માર્ગ ના રોગો માં જાળવવું.
બહેનો :-સગા સબંધી સ્નેહીજનો સાથે મુલાકાત થાય.
કન્યા :- ભાગ્યસ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ભાગ્ય ની દેવી ની કૃપા વરસતી લાગે તમારા પ્રત્યેક સાહસ માં ઈશ્વર નો સાથ મળે બુધ છઠ્ઠા સ્થાને કોર્ટ કચેરી ના કામ થાય સુકરા પાચમાં સ્થાને નવા મિત્રો ની ઓળખાણ કરાવે.
બહેનો :-કલ્પનાં ન હોય એવા કાર્ય આસાની થી પાર પડે.
તુલા :- આઠમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ પોતાની ઉચ્ચ સ્થાન ની રાશિ માં રહેતા પાણી વાળી જગ્યા એ ખુબજ સાવધાની રાખવી જરૂરી બુધ નું પાચમાં સ્થાને ભ્રમણ શિક્ષણ જગત થી લાભ શુક્ર ચોથા સ્થાને ભૌતિક સુખ વધારે.
બહેનો :- આપની વાણી ની મધુરતા આપણે સન્માન આપે.
વૃશ્ચિક :- સાતમા સ્થાને ચંદ્ર નું દાંપત્યજીવન માં નવી વિચાર ધારા પ્રસન્નતા અને પ્રેમ ને સ્થાન આપે ભાગીદારી માં પણ સારા પરિણામો આવે બુધ નું ચોથા સ્થાને ભ્રમણ મહત્વ ના લખાણ થાય શુક્ર ત્રીજા સ્થાને ભાગ્યોદય માટે સારો સમય આપે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે ઉત્તમ પાત્ર ની પસંદગી થાય.
ધન :- છઠ્ઠા સ્થાને ચંદ્ર નું ભ્રમણ શારીરિક બીમારી ઑ માથી મુક્ત થવાનો અવસર આપે મોસાળ પક્ષ થી સારું રહે બુધ નું ત્રીજા સ્થાને ભ્રમણ સમાજ સેવા ના કાર્ય થાય શુક્ર નું બીજા સ્થાને ભ્રમણ પ્રવાસ પર્યટન કરાવે.
બહેનો :- સ્ત્રી રોગો માથી બહાર નિકલવાનો માર્ગ મળે.
મકર :- પાચમાં સ્થાને ચંદ્ર શુક્ર ની રાશિ માં રહેતા સ્ત્રી મિત્રો થી ખૂબ સારો લાભ જૂના નાણાં પરત લાવવા માં સફળતા આપે બુધ બીજે ધન સંપતિ વધારનાર શુક્ર આપની રાશિ માં માંગલિક કાર્ય કરાવનાર બને.
બહેનો :- સખી સહેલી જૂના મિત્રો ને મળવાનું થાય.
કુંભ :- ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સુખ સગવડો વધારનાર ધંધા માં સારી આવક આપનાર બુધ નું આપની રાશિ માં આગમન મહત્વ ના કાર્ય ઉકેલનાર શુક્ર બારમે સ્ત્રી વર્ગ પાછળ ખર્ચ વાધરનાર બને.
બહેનો :- નોકરિયાત વર્ગ ને બદલી બઢતી ના ચાન્સ વધે .
મીન :- ત્રીજા સ્થાન માં ચંદ્ર આપને હિમ્મત અને સાહસિકતા આપે પરદેશ સાથે ના સબંધો મજબૂત બને બુધ બારમાં સ્થાને ખર્ચ કારવે પરંતુ ધાન લાભ પણ આપે શુક્ર લાભ સ્થાને સ્ત્રી મિત્રો થી સુંદર લાભ મળે.
બહેનો :- ભાગ્ય ના દરવાજા ખૂલતાં જણાય ધર્મ કાર્ય કરાવે.
વાસ્તુ :- બુધવાર ના દિવસે ગાય માતા ને લીલું ઘાસ ખવડાવથી દારિદ્રય દૂર થાય અને રૂણ મુક્તિ થાય.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/