fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૭ માર્ચ થી ૧૩ માર્ચ સુધી.

મેષ :- ભાગ્ય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ ધાર્મિક કાર્યમાં પ્રવૃત્તિ રખાવનાર હશે. પરદેશના કાર્યમાં વેગ આપનાર, આયાત નિકાસના ધંધામાં તેજી લાવનાર બુધ લાભ સ્થાને આવતા ઉઘરાણીના કાર્ય શીધ્ર થાય.
બહેનો :- ધાર્મિક માનતા, વિધિ વિધાન તેમજ દેવ દર્શન નો લાભ રહે.
વિદ્યાર્થી :- પ્રગતી માટેના પ્રયત્નોમાં ઈશ્વર કૃપા ભળે.

વૃષભ :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ આવક બાબત ખુબ સારું પરિણામ આપે, પરંતુ પારિવારિક જીવનમાં તમે જેટલું શાંત ચિત રાખશો એટલો વધુ ફાયદો તમને થશે, બુધનું દશમાં સ્થાને ભ્રમણ ઉદ્યોગ ક્ષેત્રથી લાભ રહે.
બહેનો :- વાહન ચલાવવામાં અને વાણી ઉપર ધ્યાન રાખવું.
વિદ્યાર્થી :- ઉતાવળનું પરિણામ નુકશાની ના આપે તે જોવું.

મિથુન :- સાતમાં સ્થાને ગુરુની રાશિમાં ચંદ્રનું ભ્રમણ દામ્પત્ય જીવનમાં અને ખાસ ભાગીદારીનાં ક્ષેત્રમાં ખુબ સારા નિર્ણયો લેવામાં અનુકુળતા આપે. બુધ મહારાજ ભાગ્ય ભૂવને દેવી કૃપાના અધિકારી બનાવે.
બહેનો :- મનમાં રહેલી ઈચ્છાઓને પ્રગટ કરવાનો અવસર મળે.
વિદ્યાર્થી :- અભ્યાસમાં સ્થિરતા વધારવાના પ્રયત્નો સફળ થાય.

કર્ક :- છઠા સ્થાને ચંદ્ર આપના હિતશત્રુઓ આપને હરાવવા માટે રાહ જોઇને બેઠા હોય પરંતુ આપના જન્મના ગ્રહો મજબુત હોય આપ તેને ખુબ આસાનીથી પરાજય આપી શકો બુધ આઠમા સ્થાને અચાનક ધન પ્રાપ્તિ કરાવી જાય.
બહેનો :- આરોગ્યની બાબતમાં જરાપણ ગફલત ન રાખવી
વિદ્યાર્થી :- વાયરલ બીમારીનો સામનો કરવો પડે.

સિંહ :- પાંચમાં સ્થાને ગુરુની રાશિમાં ચંદ્ર સંતાનોથી ખુબ સારો સાથ અને સહકાર મળતા તમારા કાર્યમાં વેગ આવે, શિક્ષણ જગતથી પણ સારો લાભ રહે, બુધ સાતમે ખુબ સારી નિર્ણય શક્તિ આપે.
બહેનો :- આગળ અભ્યાસના દ્વાર ખુલ્લા થાય.
વિદ્યાર્થી :-તમારા અંદર રહેલી શ્રેષ્ઠ શક્તિ બહાર લાવી શકો.

કન્યા :- ચોથા સ્થાને ચંદ્રનું ભ્રમણ લેખન કાર્ય, દસ્તાવેજ, નોકરી ધંધા, ઉદ્યોગ ક્ષેત્રમાં કામમાં વ્યસ્ત રખાવે અને કાર્ય સંપન્ન કરાવે, બુધનું છઠા સ્થાને ભ્રમણ કોર્ટ કચેરીના કાર્યમાં વિજય અપાવે.
બહેનો :- પિયર પક્ષથી શુભ સમાચારો પ્રાપ્ત થતા આનંદ રહે.
વિદ્યાર્થી :- માતૃપક્ષ તરફથી સારો લાભ મળે.

તુલા :- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ સાહસવૃતિ અને પરાક્રમથી ધાર્યા કામ પાર પાડી શકો. ઈશ્વરીય કાર્યમાં પણ જોડાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થતા ધર્મકાર્ય થાય, બુધ પાંચમે શિક્ષણ ક્ષેત્ર સાથે નવા સંબંધ બંધાય.
બહેનો :- ભાઈ ભાંડુથી યોગ્ય માર્ગદર્શન મળે.
વિદ્યાર્થી :- પ્રગતિ માટે સાહસવૃતિ વધારવા પ્રેરણા પ્રાપ્ત થાય.

વૃશ્ચિક :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવક અને ધન સ્થાનમાં રહેતા સારી આવક અપાવનાર બને. પારિવારિક જીવનમાં પણ સારા કાર્ય કરાવનાર બને બુધનું ચોથા સ્થાને આગમન, મહત્વના દસ્તાવેજનં કામ થાય.
બહેનો :- પરિવારમાં તમારું માન સન્માન વધે.
વિદ્યાર્થી :- નાના મોટા પ્રવાસ, પીકનીકનો આનંદ લઇ શકો.

ધન :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ મનને શાંત રાખનાર, આનંદિત રાખનાર, દામ્પત્ય જીવનમાં અને ભાગીદારીમાં ખુબ મહત્વની ચર્ચા વિચારણા થાય. બુધનું ત્રીજા સ્થાને ભ્રમણ ભાગ્યોદયની ઉત્તમ તક લાવનાર બને.
બહેનો :- ઇચ્છિત મનોકામનાની પુરતી થાય.
વિદ્યાર્થી :- વિચારોને સુંદર બનાવી શકો.

મકર :- વ્યય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ નાણાકીય આયોજન અસ્ત વ્યસ્ત ના થઇ જાય એનું ખુબ જ ધ્યાન રાખવું. દોડધામ કરવામાં આરોગ્ય સાચવવું, શક્ય હોય તો મુસાફરી ટાળવી બીજે બુધ પરિવારમાં સારું રખાવે, સુખ વધે.
બહેનો :- ખર્ચ કરવામાં કાળજી નહિ રાખો તો પસ્તાવું પડે.
વિદ્યાર્થી :- જરૂર હોય ત્યાજ નાણા ખર્ચ કરવા.

કુંભ :- લાભ સ્થાએન ચંદ્રનું ભ્રમણ સ્ત્રી મિત્રો, વડીલ મિત્રો અને ખાસ તમારા જુના મિત્રોથી લાભ અપાવે. નાણાકીય રીતે સધ્ધરતા આપતો સમય રહે. બુધનું આપની રાશિમાં આગમન ધંધામાં સારી પ્રગતી આપી શકે.
બહેનો :- સંતાનોના શિક્ષણ પાછળ વ્યસ્ત રહેવાનું થાય.
વિદ્યાર્થી :- સારા પરિણામોની આશા પૂર્ણ થતી જોવા મળે.

મીન :- છઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉદ્યોગ ધંધા બાબત તેજીનો માહોલ જોવા મળે. નોકરીયાત ન્વાર્ગને બદલી બઢતીનાં ચાન્સ વધે. નવી યોજનાનો અમલ શક્ય બને, બારમે બુધ તમારી નાણાકીય સ્થિતિ સારી બનાવે.
બહેનો :- ગૃહ ઉદ્યોગનાં ધંધામાં સારી તેજી આવે.
વિદ્યાર્થી :- પિતૃપક્ષ, વડીલોથી પૂર્ણ સહયોગ મળતા ધ્યેય પ્રાપ્ત થાય.

વાસ્તુ :- મહાશિવરાત્રીએ ઉપવાસ કરી શિવ પૂજન કરવાથી મનની તમામ ઈચ્છાઓની પુરતી થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts