fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૧ માર્ચ થી ૨૭ માર્ચ સુધી.

મેષ :- ત્રીજા સ્ર્થાને ચંદ્રનું ભ્રમણ સાહસ વધારનાર વૃદ્ધીમાં તીવ્રતા આપનાર ભાઈ ભાંડુ થી સારી મદદ અપાવનાર, ધાર્મિક કાર્યની ઈચ્છાઓ પૂર્ણ થાય. બારમાં સ્થાને સૂર્ય શુક્રની યુતિ ચાલતી હોય ખોટું સાહસ ના કરવું.
બહેનો :- પરદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.
વિદ્યાર્થી :- નવા નવા વિષયો તરફ આગળ વધી શકો.

વૃષભ :- બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ સપ્તાહના પ્રારંભમાં રહેતા પરિવારજનોથી ખુબ સારા કાર્ય, પારિવારિક જીવનમાં સમજણ, શક્તિ અને ધન સંપતિની બાબતમાં સારો સમય રહે. મંગળ રાહુ આપને ક્રોધ અપાવે.
બહેનો :- પરિવારજનોનું સન્માન જાળવી શકો, માન વધે.
વિદ્યાર્થી :- નિર્ણયો બદલાવ્યા કરતા તટસ્થ રહેવું.

મિથુન :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ મનને ખુબ જ શાંત રખાવે. ધાર્યા કાર્ય કરવામાં આપની બુદ્ધિ તીવ્રતાથી ચાલે, દામ્પત્ય જીવન અને ભાગીદારીમાં પણ અગત્યની બાબતોનું સમાધાન મળતા આનંદ વધે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારી નાત આવે, લગ્નજીવનમાં પ્રેમ વધે.
વિદ્યાર્થી :- રચનાત્મક પ્રવૃત્તિ તરફ મન આકર્ષિત થાય.

કર્ક :- બારમાં સ્થાને બુધની રાશિમાં ચંદ્ર પ્રવાસ, મુસાફરી, શૈક્ષણિક કાર્ય કે અન્ય બિનજરૂરી ખર્ચ વધારનાર બને પરંતુ અચાનક ધન પ્રાપ્તિનાં યોગો ઉભા થતા અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
બહેનો :- ખોટા ખર્ચાઓ અને ખરીદી પર કાપ મુકો.
વિદ્યાર્થી :- શિક્ષણ તરફ વધારે ધ્યાન આપવું જરૂરી બને.

સિંહ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ તમારા માટે તમારી આવડત અને જ્ઞાન દ્વારા લાભ પ્રાપ્તિની તક ઉભી કરનાર બને, મિત્રો દ્વારા તમને પ્રોત્સાહિત કરવામાં આવતા તામારું કાર્ય આનંદથી પૂરું થાય.
બહેનો :- નવા નવા શૈક્ષણિક પરિચયો વધે, શિક્ષણથી સારું રહે.
વિદ્યાર્થી :- શિક્ષણ ક્ષેત્રે તમારું નામ સફળ કરવાની તક મળે.

કન્યા :- દસમાં સ્થાને ચંદ્ર કર્મ સ્થાનમાં રહેતા ઉદ્યોગ ધંધાનું નોકરીયાત વર્ગ માટે ખુબ સારા સમાચારો પ્રાપ્ત થઇ શકે. ધંધાકીય કે ઉધ્યોગ ક્ષેત્રનો વ્યાપ વધારવાની ઈચ્છા પૂરી થાય.
બહેનો :- પિતૃપક્ષથી ખુબ સારા સમાચાર પ્રાપ્ત થાય.
વિદ્યાર્થી :- વડીલો તરફથી સુંદર સહયોગ પ્રાપ્ત થાય.

તુલા :- ભાગ્ય સ્થાને ચંદ્રનું ભ્રમણ નવા નવા ભાગ્યોદય માટેના તમારા પ્રયત્નોને સફળતા અપાવનાર, ધાર્મિક ભાવનાઓ જાગૃત કરનાર, અને દુર દેશથી તમારા માટે શુભ સંદેશ લાવનાર તેમજ ઈશ્વર કૃપા ભલે.
બહેનો :- ધર્મ ધ્યાન, પૂજા પાઠ માટે સમય ફાળવી શકો.
વિદ્યાર્થી :- ભાગ્યની દેવી તમારા પર કૃપા વરસાવે.

વૃશ્ચિક :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વાણીમાં પૂર્ણ નમ્રતા અને વિનય રાખવાના પ્રયત્નો કરજો. વડીલોની મર્યાદા અને પારિવારિક જીવનમાં ખુબ જ સાવધાની પૂર્વકનાં નિર્ણયો લેશો તો ખુબ જ સારા પરિણામ મળશે.
બહેનો :- તમારી વાણી તમારા સંબંધોને બગાડે નહિ તે જોવું.
વિદ્યાર્થી :- દરેક કાર્યમાં એકાગ્રતા રાખવી જરૂરી.

ધન :- સાતમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શ્રેષ્ઠ વિચાર શ્રેણી અને ઉત્તમ કાર્યના ભાગીદાર બનાવે. મન સારા કાર્ય કરવા માટે પ્રેરાય. નવા નવા કાર્ય અને વિચારો તમને પ્રફુલ્લિત રાખવામાં મદદરૂપ થાય, પત્નીનો સાથ મળે.
બહેનો :- દામ્પત્ય જીવનમાં ખુબ સારું વાતાવરણ.
વિદ્યાર્થી :- ઉચ્ચ શિક્ષણનાં વિચારોને પ્રધાનતા મળે.

મકર :- છઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા રોગ અને શત્રુ ઉપર વિજય મેળવવામાં સફળ થશો. પરંતુ તમારી બેદરકારી કે ઉતાવળ પણું તમને ક્યાંક હેરાન ના કરે એનું ધ્યાન રાખશો. હિત શત્રુઓથી સાવધાની રાખવી જરૂરી બને.
બહેનો :- જુના રોગોમાંથી મુક્તિનો આનંદ લઇ શકો.
વિદ્યાર્થી :- વાતાવરણની અસરથી બચવા પ્રયત્નશીલ રહેવું.

કુંભ :- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ બુધની રાશિમાં રહેતા સંતાનોનાં શિક્ષણ સંબધિત કાર્ય પુરા કરવામાં સફળ રહેશો. જુના મિત્રોથી તમારા કાર્યને વેગ મળે. નાણાકીય રીતે આર્થિક લાભ સારો રહેવાની સંભાવના વધે.
બહેનો :- સખી સહેલીઓ સાથે સમય વ્યતીત કરી શકો.
વિદ્યાર્થી :- અનેક વિષયોમાં તમારી પ્રવીણતા વધારવાનો મોકો મળે.

મીન :- ચોથા સ્થાનમાં ચંદ્ર ભૌતિક સુખ સગવડો વધારનાર, ખેતી વાડી, જમીન કે સ્થાવર મિલકત સંબંધિત કાર્ય પુરા કરવાનો આનંદ અને નોકરી ધંધામાં આવક જળવાય રહેતા તમે ખુશીથી સમય પસાર કરી શકો.
બહેનો :- પિતૃપક્ષેથી માંગલિક શુભ સમાચારો મળે.
વિદ્યાર્થી :- માતાપિતા તરફથી ખુબ જ સારો સાથ સહકાર મળે.

વાસ્તુ :- આત્મવિશ્વાસનો અભાવ અને આરોગ્યની તકલીફ હોય તો દરરોજ સવારે સૂર્યોદય સમયે સૂર્ય નારાયણને અર્ધ્ય આપવાથી દરેક પીડા દુર થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0