fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૮ માર્ચ થી 03 એપ્રિલ સુધી.

મેષ :- છઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ આપને વધુ પડતી દોડધામ કરાવનાર, બિનજરૂરી છતાં ફરીજીયાત કાર્યમાં રોકી રાખનાર અને આરોગ્ય માટે ચિંતા કરાવનાર બને. બુધ બારમે પોતાની નીચરાશિમાં આવતો હોય દરેક બાબતે સંભાળવું.
બહેનો :- નાની મોટી બીમારીમાં બેદરકારી ના રાખવી.
વિદ્યાર્થી :- વાતાવરણની અસરથી બચવું જરૂરી બને.

વૃષભ :- પાંચમાં સ્થાને ચંદ્ર શિક્ષણ કાર્ય દ્વારા આર્થિક ઉપાર્જન પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. બુદ્ધિજીવીઓ અને વિદ્વાન માણસો સાથે ઓળખાણ થાય. બુધ લાભ સ્થાને અટવાયેલા નાણા પરત આવવાની સંભાવનાઓ વધે.
બહેનો :- સંતાનોના ઉચ્ચ શિક્ષણની આશાઓ વધે.
વિદ્યાર્થી :- અભ્યાસમાં તમારી ઉત્તમ વિચારધારા પ્રગટ થાય.

મિથુન :- ચોથા સ્થાને ચંદ્ર ભૌતિક સુખ સગવડોમાં વધારો કરે. ધંધાકીય ક્ષેત્રમાં ખુબ સારી પ્રગતિ કરી શકો. નોકરીયાત વર્ગ માટે સારા સમાચારો પ્રાપ્ત થઇ શકે. બુધ દશમાં સ્થાને ઉદ્યોગ ધંધામાં નવા નવા ચાન્સ આપનાર બને.
બહેનો :- માતાપિતાને મળવાનો આનંદ આવે, સ્વજનોથી મુલાકાત થાય.
વિદ્યાર્થી :- વડીલોથી ખુબ સારો સહકાર મળતા સારું કામ થાય.

કર્ક :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટેની તમારી તમન્નાઓ પૂરી થાય. ધાર્મિક કાર્ય, ધાર્મિક ક્ષેત્રે તમારું યોગદાન સફળ રહે. ભાઈ ભાંડુનો પૂરો પ્રેમ પ્રાપ્ત કરી શકો. બુધ ભાગ્ય સ્થાનમાં પ્રગતિના દ્વાર ખોલનાર બને.
બહેનો :- વ્યવહાર કુશળતામાં વધારો થાય, ભાગ્ય ખુલે.
વિદ્યાર્થી :- પરદેશ અભ્યાસની ઈચ્છા પુરતી થાય.

સિંહ :- બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં ખુશી આપનાર, નાણા મોટા પ્રવાસ, પર્યટન અને પીકનીક્ના પ્રસંગો આપે. ધંધાકીય આવકમાં પણ સારું રહે. બુધ આઠમા સ્થાને વારસાઈ સંપતિમાં લાભ રહે.
બહેનો :- પરિવારમાં તમારું સન્માન અને કીર્તિ વધે.
વિદ્યાર્થી :- હરવા ફરવાનો આનંદ સાથે પ્રવાસ થાય.

કન્યા :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ માનસિક શીતળતામાં વધારો કરે. મહત્વના નિર્ણયો લેવામાં સફળતા મળે. સાથે ધંધાકીય ભાગીદારીમાં પણ આગળ વધવાની ઈચ્છા પૂરી થાય. બુધ સાતમે નીચ રાશિમાં રહેતા ધ્યાન રાખવું.
બહેનો :- સુંદર વિચારોથી મન ભર્યું ભર્યું લાગે, પ્રસન્નતા રહે.
વિદ્યાર્થી :- યાદ શક્તિ તીવ્ર બનાવવામાં મદદ મળે.

તુલા :- વ્યય ભુવનમાં ચંદ્ર આપને નાણાકીય રીતે થોડી ઉથલપાથલ કરાવનાર, પારિવારિક જીવનમાં કે પ્રવાસમાં ઉતાવળ કરશો તો પસ્તાવું પડશે. બુધ છઠા સ્થાને આવતા અગત્યના કાર્યમાં થોડી રુકાવટો આપી શકે.
બહેનો :- જરૂર પડતી મુસાફરી અને ખર્ચ કરશો તો સારું રહે.
વિદ્યાર્થી :- આરોગ્યની પૂરી તકેદારી રાખવી જરૂરી બને.

વૃશ્ચિક :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ બુધની રાશિમાં અચાનક નાણાકીય ઓફર આવતા તમારા ધાર્યા કાર્ય સિદ્ધ કરી શકો. શૈક્ષણિક સંસ્થાઓથી પણ સારો લાભ રહે. બુધ પાંચમે શિક્ષણ સંસ્થા સાથે સંબંધો મજબુત બનાવે.
બહેનો :- સખી સહેલી, જુના મિત્રોને મળવાનું થતા ખુશી વધે.
વિદ્યાર્થી :- અભ્યાસને લગતા તમામ પ્રશ્નોનું સમાધાન મળે.

ધન :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવનારા સમય માટે ધંધાકીય પ્લાનિંગ વ્યવસ્થિત રીતે પૂરું કરી શકો. ઉદ્યોગ ધંધામાં પણ તમારી કીર્તિમાં વધારો થાય. બુધ ચોથા સ્થાને ભૌતિક સુખ સગવડો આપનાર બને છે.
બહેનો :- નોકરીયાત વર્ગને ખુબ સારો ચાન્સ વધે.
વિદ્યાર્થી :- તમારી દરેક જરૂરિયાતો પૂરી થતા આનંદ રહે.

મકર :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે આયાત નિકાસ, દલાલી કે અન્ય લે વેચના ધંધામાં હોય તો ખુબ સારો ભાગ્યોદય આપનાર બને. દેવી ઉપાસનાનાં કાર્ય થાય. બુધ ત્રીજે આવતા ભાગ્યનો ઉદય થાય.
બહેનો :- ધાર્મિક કાર્યમાં અગ્રેસર રહી શકો, ધર્મકાર્ય થાય.
વિદ્યાર્થી :- તમારી આવડત કલા પ્રગતિના સંકેત આપે.

કુંભ :- આઠમા સ્થાને ચંદ્ર માનસિક રીતે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતા રહેશો તો સફળ થશો. બીનજરૂરી વિચારધારાનો ત્યાગ કરી દરેક કાર્યમાં ધ્યાન અને એકાગ્રતા વધારવી. બુધ બીજે પરિવારથી સારા સંબંધો ટકાવવા.
બહેનો :- વાહન ચલાવવામાં ખુબ જ કાળજી રાખવી.
વિદ્યાર્થી :-મૌન રાખવા પ્રયત્ન કરવો, બિનજરૂરી વિવાદ કરવો નહિ.

મીન :- સાતમાં સ્થાને ચંદ્ર મનની અંદર સારા અને ઉચ્ચ વિચારો આપનાર નવા નવા નિર્ણયો લેવામાં ખુબ સહાયક બનનાર, દામ્પત્ય જીવનમાં પ્રેમ અને હુંફ વધારનાર બને. બુધ પહેલા સ્થાને નિર્ણય શક્તિ તેજ કરે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે શ્રેષ્ઠ સમય, ગૃહિણીને લાભ કરતા સમય રહે.
વિદ્યાર્થી :- તમારી દરેક ઈચ્છાઓ વ્યક્ત કરવાનો અવસર મળે.

વાસ્તુ :- હોળીની રાત્રીએ ગૃહ્પીડા નિવારણ માટે શિવ ઉપાસના કરવી અને ધુળેટીના દિવસે હોલિકા દહનની ભસ્મ થી સ્નાન, અભિષેક કરવાથી દરેક પીડાઓ શાંત થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts