fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૪ એપ્રિલ થી ૧૦ એપ્રિલ સુધી.

મેષ :- ભાગ્ય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ ગુરુની રાશિઓમાં ધર્મકાર્ય અને સમાજ સેવાના કાર્યમાં પ્રવૃત રાખે. ગુરુગૃહનું ગોચરમાં લાભ સ્થાને આગમન, સંતાન શિક્ષણથી લાભ રહેશે. શુક્ર આપની રાશિમાં આનંદ વધારનાર બને.
બહેનો :- ભાઈ ભાંડુને મળવાનો અવસર મળે, શુભ સમય રહે.
વિદ્યાર્થી :- પરદેશને લગતી કામગીરી તેજ બને, અભ્યાસમાં સારું.

વૃષભ :- આઠમા સ્થાને ચંદ્ર પારિવારિક જીવનમાં ખુબ જ સારો સમય આપે. ધન સંપતિમાં વધારો થાય. ગુરુનું દશમાં સ્થાને આગમન અચાનક નવા શુભ સમાચાર મળે. શુક્રનું ભય સ્થાનમાં પત્ની, સ્ત્રીવર્ગ પાછળ ખર્ચ રહે.
બહેનો :- વાણીમાં વિનય અને વિવાદોથી દુર રહેવું.
વિદ્યાર્થી :- વાહન ચલાવવામાં કાળજી લેવી જરૂરી બને.

મિથુન :- સાતમાં સ્થાને દામ્પત્ય જીવન, ભાગીદારીમાં સમજણ પૂર્વકનાં નિર્ણયો લેવડાવે. મનની સીન્દાર્તા વધે. ગુરુ ભાગ્ય સ્થાને આખું વર્ષ રહેતા મોટા ધર્મ કાર્ય કરાવે. શુક્ર લાભ સ્થાને જુના નાણા પરત લાવવામાં મદદ મળે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે મનની મનોકામના પૂરી થાય.
વિદ્યાર્થી :- દરેક જગ્યાએથી સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થાય.

કર્ક :- છઠા સ્થાનમાં ચંદ્રનં ભ્રમણ કોર્ટ કચેરી કે વિવાદિત પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મદદ મળે. બિનજરૂરી મુસાફરી થી શકે. ગુરુ આઠમા સ્થાને ધન, સમૃદ્ધિ વધારે. શુક્રનં દશમેં આગમન ખુબ બધા સુખો આપનાર બને.
બહેનો :- આરોગ્યની તકેદારી રાખશો તો ખુબ જ સારું રહેશે.
વિદ્યાર્થી :- કારણ વગરની મુસાફરી ટાળવા પ્રયત્ન કરવો.

સિંહ :- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શિક્ષણ સંસ્થાઓ કે શિક્ષણ જગત સાથેના સંબંધો મજબુત બનાવે. સંતાનોથી યશ મળે. ગુરુનું સાતમે આગમન વિચારોને સુંદર બનાવે. શુક્ર ભાગ્ય સ્થાને દેવી ઉપાસના માટે શ્રેષ્ઠ રહે.
બહેનો :- સખી સહેલી, સ્ત્રી મિત્રો અને સંતાનથી સારા કાર્ય થાય.
વિદ્યાર્થી :- ઉતરોતર પ્રગતિ માટેનાં દરવાજા ખુલે.

કન્યા :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપની ભૌતિક સુખ સગવડોમાં વધારો કરનાર બને. ધંધાકીય ક્ષેત્રે પણ સારી પ્રગતી આપે. ગુરુનં છઠા સ્થાને ભ્રમણ કોર્ટ કચેરીની બાબતમાં ન્યાય મળે. શુક્ર આઠમે સ્ત્રી, પત્નીથી આર્થિક લાભ સારો રહે.
બહેનો :- પીતૃપક્ષથી શુભ સમાચારો પ્રફુલ્લિત રાખે.
વિદ્યાર્થી :- માતાપિતાથી સારો સહયોગ મળતા ખુશી વધે.

તુલા :- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ તમારા વડીલ ભાઈ બહેનોથી દરેક વાતમાં સહકાર મળતા તમારું કાર્ય આસાન બને. ગુરુનું પાંચમે આગમન સારા લાભની શક્યતાઓ વધારે. શુક્ર સાતમે પત્નીથી ખુબ જ સારો પ્રેમ મળે.
બહેનો :- ધર્મ કાર્ય, ઈશ્વરીય કાર્ય સહેલાઇથી પુરા થાય.
વિદ્યાર્થી :- દરેક આરંભેલા કાર્યને પુરા કરવાની ધગશ વધે.

વૃશ્ચિક :- બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ પરિવારજનો સાથે આનંદ દાયક સમય રહે. નાનાં મોટા પ્રવાસ પર્યટનનો અવસર આવે. ગુરુનું ચોથા સ્થાને ભ્રમણ તમારા સુખ સગવડોમાં વધારો કરી જાય. શુક્ર છઠે જુના પથરીના રોગોમાં સંભાળવું પડે.
બહેનો :- કુટુંબ પરિવારમાં તમારા કાર્યની શ્રેષ્ઠ પ્રસંશા પ્રાપ્ત થાય.
વિદ્યાર્થી :- રમત ગમત ક્ષેત્રે તમારું નામ વધારી શકો.

ધન :- આપની રાશિમાં ચંદ્ર ગુરુની રાશિમાં રહેતા ધાર્મિક વિચારો અને સેવાની ભાવના ઉત્પન્ન કરે. મનની સ્થિરતા વધે. ગુરુ ત્રીજા સ્થાને અચાનક પરદેશથી લાભદાયક પ્રગતિ કારક સમાચાર આપે. શુક્ર પાંચમે નવા સ્ત્રી મિત્રોનો પરિચય થાય.
બહેનો :- દામ્પત્ય જીવનમાં ખુબ જ સારા નિર્ણયો લેવડાવે.
વિદ્યાર્થી :- નવા નવા વિચારોને પ્રોત્સાહન મળે.

મકર :- વ્યય ભુવનમાં ચંદ્ર નાણાકીય રીતે થોડી કસોટી ઉભી થાય. માતૃપક્ષ કે માતાની તબિયતનું ધ્યાન રાખવું. બીજા સ્થાનમાં ગુરુનું આગમન પણ થોડી ધન સંપતિનાં કાર્યમાં રુકાવટ આપે. શુક્ર ચોથા સ્થાને ભૌતિક સુખ વધારી શકે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ કરતા પહેલા વિચારવું.
વિદ્યાર્થી :- મુસારીમાં આરોગ્ય બાબત તકેદારી રાખવી.

કુંભ :- લાભ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારની સંસ્થાઓ, શિક્ષણ, અભ્યાસ અને સંતાનથી લાભ આપનાર બને. ગુરુનું આપની રાશિમાં આગમન થતા આવતા વર્ષમાં સંતાન, પત્ની અને ભાગ્યોદય માટે તક લાવે. શુક્ર ત્રીજા સ્થાને દૈવી શક્તિનો સાથ મળે.
બહેનો :- મનમાં રહેલા સંકલ્પો પૂર્ણ કરવા અવસર મળે.
વિદ્યાર્થી :- તેજસ્વીતા પ્રગટ કરવાની ઇચ્છા પૂર્ણ થાય.

મીન :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરીયાત વર્ગ માટે શુભ સમાચાર મળે. ઉદ્યોગ ક્ષેત્રમાં પણ નિર્ણયો લેવામાં અનુકુળતા રહે. ગુરૂનું બારમે ભ્રમણ ધર્મ કાર્ય, તીર્થયાત્રા અને સમાજસેવા માં ખર્ચ થાય. શુક્ર બીજે આવક વધારનાર બને.
બહેનો :- ગૃહ ઉપયોગી ધંધામાં સારું રહે. નવા વ્યવસાયની ઈચ્છા પૂર્ણ થાય.
વિદ્યાર્થી :- માતાપિતા તરફથી ભૌતિકતા સગવડ વધે.

વાસ્તુ :- કર્ક, કન્યા, મીન રાશિના જાતકોએ ગુરુ બળ વધારવા ગુરુવારે વ્રત કરવું. પીળા કપડા અથવા પીળી વસ્તુ સાથે રાખવી. ચણાના લોટની મીઠાઈ લક્ષ્મીનારાયણને ધરાવવી. દત્તબાવાનીના પાઠ કરવા.

સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts