fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૯ મે થી ૧૫ મે સુધી

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૯ મે થી ૧૫ મે સુધી.

મેષ :- આજ સાંજ સુધી હજી વ્યય ભુવનનો ચંદ્ર આપને નાના મોટા ખર્ચ અને મુસાફરી આપતો રહે. પરિવાર કે અન્ય ધર્મ કાર્યમાં નાણા વપરાય. સૂર્ય નારાયણ બીજા સ્થાને સપ્તાહના અંતમાં જશે ત્યારે ધનલાભ વધારનાર બને.
બહેનો :- મુસાફરીમાં આરોગ્યની તકેદારી અને સાવચેતી રાખવી.

વૃષભ :- સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર હજુ લાભ સ્થાને રહેતા ધન પ્રાપ્તિ માટે ખુબ સારા યોગ રહે. નાણાકીય દ્રષ્ટીએ અટકેલા કાર્ય પુરા કરવામાં મિત્રોની સલાહ અને મદદ મળે. સૂર્ય સપ્તાહના અંત ભાગમાં આપની રાશિમાં આવતા રાહુ સાથે યુતિમાં આ મહિનો સંભાળીને ચાલવું.
બહેનો :- અધુરી ઈચ્છાઓ અને અરમાનો પુરા થતા આનંદ થાય.

મિથુન :- દશમાં સ્થાનેથી લાભ સ્થાને જઈ રહેલ ચંદ્ર ઘણી બધી મુશ્કેલીઓ દુર કરવામાં સફળ થશો. ધંધા રોજગાર ઉદ્યોગમાં સારું રહેતા તમે તમારા કાર્યમાં વ્યસ્ત રહો. સૂર્ય બારમે આવતા આ મહિનો ખાસ સંભાળીને ચાલવું.
બહેનો :- ગૃહ ઉદ્યોગ અને નોકરિયાત વર્ગને સારા સમાચાર મળે.

કર્ક :- હજુ સાંજ સુધી ભાગ્ય ભુવનનો ચંદ્ર ભાગ્યોદય માટે ઘણી બધી તક લાવનાર, સામાજિક , સંસ્થાકીય અને સરકારી કાર્યમાં આર્થિક વૃદ્ધિ થાય. સૂર્ય લાભ સ્થાને આવતા વડીલો, રાજકારણથી પણ સારો લાભ મળે.
બહેનો :- ધર્મકાર્ય અને કોઈને મદદ કરવાની ભાવનાઓ પૂરી થાય.

સિંહ :- આજ સાંજ સુધી ચંદ્રનું ભ્રમણ આઠમે રહેતા મન ઉપર ખુબ જ શાંતિ અને એકાગ્રતા રાખશો તો ખુબ જ સારું રહેશે. રાશિનો સ્વામી સૂર્ય દશમાં સ્થાને ધંધાકીય સધ્ધરતા અને નાણાકીય રીતે સધ્ધર બનાવે.
બહેનો :- વાણી ઉપર નિયંત્રણ અને વાહન ચલાવવામાં ધીરજ રાખશો.

કન્યા :- સાતમાં સ્થાને હાલમાં ચંદ્રનં ભ્રમણ પતિ પત્નીમાં ધાર્મિક વૃતિ જન્માવનાર, ભાગીદારો સાથે સેવાકીય પ્રવૃતિમાં આર્થિક યોગદાન અપાવનાર બને, સૂર્ય રહું ભાગ્ય ભુવનમાં પરદેશથી ખુબ સારા સમાચાર મળે.
બહેનો :- દામ્પત્ય જીવનમાં મધુરતા અને મનની પ્રફૂલ્લીતતા વધે.

તુલા:- છઠા ભુવનમાં ચંદ્ર આરોગ્યની સુખાકારી માટે સારો રહે. સાથે મોસાળના અધૂરા કાર્ય તમારે પુરા કરવા પડે. કોર્ટ કચેરી બાબત રાહત મળે. રાહત મળે. સૂર્ય રાહુની સાતમે યુતિ દામ્પત્ય, ભાગીદારીમાં શાંતિ રાખવી જરૂરી બને.
બહેનો :- અગાઉની બીમારીમાંથી ધીમે ધીમે બહાર આવી શકો.

વૃશ્ચિક :- પાંચમે સ્થાને સાંજ સુધી ગુરુનું ભ્રમણ શૈક્ષણિક સંસ્થા કે અન્ય શિક્ષણને લગતા કાર્ય ચાલુ સપ્તાહનાં પુરા થાય. સંતાનોથી સારું રહે. સૂર્ય રાહુની સાતમે યુતિ દામ્પત્ય, ભાગીદારીમાં શાંતિ રાખવી જરૂરી બને.
બહેનો :- સ્નેહી મિત્રો, સહેલીઓ સાથે વાતચિત આનંદ આપે.

ધન :- ચોથા સ્થાનમાં ચાલી રહેલ ચંદ્ર ગુરુની રાશિમાં નીતિમતા, પ્રમાણીકતા અને લાગણી શીલતા વધારનાર, ધંધા, નોકરીમાં ધન પ્રાપ્તિ કરાવનાર અને સુખ આપનાર બને, સૂર્ય રાહુ છઠા સ્થાને શત્રુ ઉપર વિજય મેળવી શકો.
બહેનો :- ભૌતિક અને આધ્યામિક સુખ સગવડ વધે.

મકર :- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ સાહસ અને પરાક્રમમાં આપના ભાઈ ભાંડુનો સાથ, સહકાર મળે ઈશ્વર પ્રત્યેની તમારી શ્રધ્ધામાં વધારો થાય. સૂર્ય રાહુની યુતિ પાંચમે નાણાકીય સંકટો દુર કરી આર્થિક લાભ આપે.
બહેનો :- ઈશ્વર દર્શનની ઈચ્છા અને સંકલ્પ પુરા કરવાની પ્રેરણા મળે.

કુંભ :- બીજા સ્થાને ચંદ્ર સાંજ સુધી રહેતા પરિવારજનો થી ખુબ જ આનંદનું વાતાવરણ બનાવી શકો, આવક માટેના તમારા પ્રયત્નો સફળતા સુધી લઇ જાય. સૂર્ય રાહુ ચોથા સ્થાને સ્થાવર મિલકતની ખરીદીનું સ્વપ્ન પૂર્ણ થઇ શકે.
બહેનો :- તમારા કાર્યને નીષ્ઠાપુર્વક પૂર્ણ કરવામાં પરિવારનો સાથ મળે.

મીન :- આપની રાશિમાં સાંજ સુધી ચંદ્રનું ભ્રમણ વિચારોને નિર્મળ, શાંત અને પરોપકારી બનાવે. સ્કારેક મન નિર્ણયો લેવામાં હાલક ડોલક પણ થાય. દામ્પત્ય જીવનમાં સારું રહે. સૂર્ય રાહુ ત્રીજા સ્થાને અકલ્પનીય ભાગ્યોદય આપે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સુંદર પાત્ર અને ગૃહિણીઓને દામ્પત્ય જીવનમાં સારું રહે.

વાસ્તુ :- મનની સકારાત્મક ઉર્જા મેળવવા ધારે શિવલિંગ હોય તો ઘરે અથવા શીવમંદિરે દૂધ, પંચામૃત, સરસવ, પાણી શિવજીને ચડાવવા પછી ચંદન કરવું, એ ચંદન માંથી કપાળમાં ચાંદલો કરવાથી મનની નકારાત્મક ઉર્જા નાશ પામે છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/