fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૬ જુન થી ૧૨ જુન સુધી

મેષ :- આપની રાશિમાં ચંદ્રની હાજરી આરોગ્યની તંદુરસ્તી, દામ્પત્ય જીવનમાં ખુશાલી વધારનાર, ભાગીદારીમાં અગત્યના નિર્ણયો લેવાય, દરેક વિચારો આનંદિત કરનાર, અને અંદર થી સારી પ્રેરણા આપનાર બને, પત્નીથી સારું રહે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે સુંદર વાતચીત આવે.

વૃષભ :- બારમાં ભય ભુવનનો ચંદ્ર અને આપની રાશિમાં સૂર્ય રાહુ બુધની યુતિ આવક જાવકની ચિંતાઓ રહે, પરંતુ ધીમે ધીમે એનું લેવલ બરાબર થાય, પારિવારિક જીવનમાં બહુ જ શાંતિ પૂર્વકનું વર્તન રાખશો, તો સારું રહેશે.
બહેનો :- આરોગ્યની તકેદારી રાખવી, મુસાફરીમાં સાચવવું.

મિથુન :- લાભ સ્થાનમાં ચંદ્ર પોલીસ, સૈનિક, સુરક્ષા વિભાગ સાથે સંકળાયેલા કે મેડીકલ લાઈન સાથે સંકળાયેલા હોય તો સારું રહે, આવક પણ સારી અને જુના રોકાયેલા નાણા મિત્રોની મદદ થી પરત લાવી શકો.
બહેનો :- સંતાનોના શિક્ષણ અને સહેલીનાં કાર્ય થાય.

કર્ક :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉધોગ, ધંધા અને વ્યવસાઈક ક્ષેત્રમાં ખુબ જ સારા નાણા અને અર્થ વ્યવસ્થાને મજબુત કરનાર બને. નવી નવી ઓળખાણ પ્રગતી કારક અને ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય.
બહેનો :- પિતૃગૃહે શુભ પ્રસંગોનો આનંદ મળે, મુલાકાત થાય.

સિંહ :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ મંગળની રાશિમાં રહેતા પરદેશથી સારો લાભ અને ભાગ્યોદયની તક આપનાર બને. ચંદ્ર મંગળનો પરીવારન યોગ થતા ઘણી સમસ્યાઓનું સમાધાન મળી રહે.
બહેનો :- ધર્મકાર્ય અને સેવાકાર્ય કરવાનો મોકો મળે.

કન્યા :- આઠમા સ્થાને ચંદ્ર અને એ પણ મંગળની રાશિમાં રહેતા ખાસ દરેક કાર્યમાં એકાગ્રતા અને સાવધાન પણ રાખશો તો તમારું કામ સિદ્ધ થશે વાણીની બાબતમાં ખાસ મૌન રહેવા પ્રયત્ન કરવા.
બહેનો :- પારિવારિક જીવનમાં શબ્દોની મારામારીથી દુર રહેવું.

તુલા:- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ દામ્પત્ય જીવનમાં દરેક વાતને સમજી વિચારીને પછી એનો જવાબ આપશો તો ગેર સમજણ ની ઘટનાથી બચી શકશો. ભાગીદારીમાં પણ ખાસ સંભાળવું પડે.
બહેનો :- મનની દરેક મનોકામના આત્મબળથી પૂર્ણ થાય.

વૃશ્ચિક :- છઠા સ્થાનમાં ચંદ્ર રોગ અને છુપા શત્રુઓ ઉપર વિજય અપાવનાર અને કોર્ટ કચેરીના કાર્યના રાહતના સમાચાર આપનાર બને. નવા વ્યક્તિઓથી ખુબ જ સાવધાની પૂર્વકનું વર્તન અને વ્યવહાર કરવો.
બહેનો :- મોસાળ પક્ષથી કોઈ કામગીરી આવી પડે.

ધન :- પાંચમાં સ્થાનમાં ચંદ્ર આપના સંતાનોની સમસ્યા અને પ્રશ્નોનું સારી રીતે નિરાકરણ લાવી શકો, જુના મિત્રોને મળવાનો અને એની સાથે વધુ સમય પસાર કરવાનો અવસર મળે, શિક્ષણથી લાભ થાય.
બહેનો :- અધુરી રહેલી શિક્ષણની ઈચ્છા પૂરી કરવાનો અવસર મળે.

મકર :- ચોથા સ્થાને મંગળની રાશિમાં ચંદ્ર સ્થાવર મિલ્કત, જમીન અને બાંધકામના થોડીક તેજી, થોડું નરમ વાતાવરણ આપે, પરંતુ રંગ, રસાયણ, કેમિકલના ધંધામાં સારી આવક આપી શકે.
બહેનો :- માતૃપક્ષ કે મોસાળપક્ષમાં જવાનું થાય, સ્નેહીથી મુલાકાત રહે.

કુંભ :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર પરાક્રમ સ્થાનનો કારક મંગળ ગ્રહની રાશિમાં રહેતા આપનામાં અલૌકિક સ્ફૂર્તિ અને તાજગી આપનાર, ધર્મ કાર્યમાં સદેવે તત્પરતા રખાવનાર અને દુર દેશથી સારી વાત લાવે.
બહેનો :- અધુરી માનતાઓ પૂરી કરવાની તક આપે, દેવાકાર્ય થાય.

મીન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું આવકની દ્રષ્ટીએ ખુબ સારું રહે, ધન, સંપતિ અને સમૃદ્ધિમાં વધારો થાય. પરિવારજનોથી પણ પૂરો પ્રેમ અને હુંફ મળતા આનંદિત બની દરેક કાર્ય પુરા કરી શકો.
બહેનો :- પરિવારમાં અચાનક તમારી માં પ્રતિષ્ઠામાં વધારો થાય.

વાસ્તુ :- સૂર્યગ્રહણનાં દિવસે આદિત્ય સ્ત્રોતના વધુને વધુ પાઠ કરવાથી ગ્રહપીડા અને વાસ્તુદોષનો નાશ થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts