fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૭ જુન થી 03 જુલાઈ સુધી.

મેષ :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ધંધાકીય ક્ષેત્ર અને નોકરીયાત વર્ગને પરિવર્તન કરાવનાર અને ચંદ્ર શનિની યુતિ આ સ્થાનમાં લોખંડ, વાહન, પાણો કે જુની વસ્તુની લે વેચથી લાભ કરાવનાર બને.
બહેનો :- ગૃહ ઉપયોગી કાર્ય અને ગૃહ ઉદ્યોગના ધંધામાં સારું રહે.

વૃષભ :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે તમારા પ્રયત્નો ચાલુ રાખવાથી લાભ મળે. પરદેશથી વ્યાપાર કે આયાત નિકાસનાં ધંધામાં ખુબ સારો લાભ મેળવી શકો. ધર્મ કાર્યનું આયોજન થાય.
બહેનો :- ભાઈ ભાંડુ નાં પ્રશ્નોનું સંધાન મળતા સારું રહે.

મિથુન :- આઠમા સ્થાનમાં ચંદ્ર શનિની યુતિ રહેતા બિનજરૂરી વાદ વિવાદ કે કોઈ અન્ય વ્યક્તિનાં પ્રશ્નોમાં ભાગ લેવા જશો, તો ક્યાંક ફસાઈ ન જવાય એનું ખાસ ધ્યાન રાખશો. કોઈની જામીનગીરી કે સાક્ષી ના થવું.
બહેનો :- વાહન ચલાવવામાં ખુબ જ કાળજી લેવી.

કર્ક :- સાતમાં સ્થાનમાં ચંદ્ર શનિની યુતિ હોવા છતાં આપની રાશિમાં રહેલ શુક્ર, મંગળ ચંદ્ર સામે લક્ષ્મી યોગ કરતા મનને શાંતિ, આનંદ અને મોજ શોખની વૃતિ, દામ્પત્ય જીવન માં પ્રેમનું આકર્ષણ આપે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે ખુબ સારી વાતચીત આવે, પ્રસન્ન રહી શકો.

સિંહ :-છઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ અને બીજા ત્રણ ગ્રહોની યુતિ, પ્રતિયુતિ થતા છુપા વિરોધીઓથી સાવધાન રહેવું, કોઈપણ બીમારીમાં થોડું જાળવવું. કોર્ટ કચેરીના કાર્ય વિલંબથી પુરા થાય, મુસાફરી થાય.
બહેનો :- નાની મોટી શારીરિક પીડા રહે પ્રાંતિ ધીમે ધીમે સુધરે.

કન્યા :- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ મંગળ, શુક્રની સાથે રહેતા નવા સ્નેહ સંબંધો આપનાર, સ્ત્રી મિત્રો, જુના મિત્રોથી સારો લાભ આપનાર, નાણાકીય રીતે ખુબ જ સારી આવક અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધો વધારે.
બહેનો :- સંતાનોના કાર્ય અને શિક્ષણને લગતા કાર્ય થાય.

તુલા:- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ઉપર મંગળ શુક્રની દ્રષ્ટિ સ્થાવર મિલકત, જમીન મકાન, ખેતીવાડીના કે બાગ બગીચાનાં કાર્ય થાય. જમીનના ધંધા કે કેમિકલ ઉદ્યોગના ધંધામાં સારી આવક ઉભી કરનાર બને.
બહેનો :- માતા પિતાનાં ઘરે પ્રસંગોનું સુખ માની શકો.

વૃશ્ચિક :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર આપને ધાર્મીક કાર્ય, સામાજિક અને જન સમુદાયનાં કાર્યમાં વ્યસ્ત રખાવનાર, માન, કીર્તિ અને યશ અપાવનાર, દેવ દર્શન, તીર્થ યાત્રા અને પરદેશને લગતા કાર્ય પૂર્ણ કરાવનાર બને.
બહેનો :- ધાર્મિક વૃતીમાં વધારો અને ઈશ્વરીય કાર્યની પ્રેરણા મળે.

ધન :- બીજા સ્થાનમાં ચંદ્ર આવક વૃદ્ધિનાં તમામ પ્રયત્નો સફળતા સુધી લઇ જનાર અને નવી દિશા તરફ લઇ જનાર બને. વાણીનો ઉપયોગ યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરશો તો ખુબ સારો લાભ મળી શકે.
બહેનો :- પારિવારિક જીવનમાં આનંદ પ્રમોદનું વાતાવરણ બને.

મકર :- આપની રાશિમાં આવી રહેલ ચંદ્રનું ભ્રમણ, શનિ મહારજ સાથે રહેતા દામ્પત્ય જીવન અને ભાગીદારીના દરેક પ્રશ્નોમાં મનને શાંત રાખી અને નિર્ણયો લેશો તો એનો લાભ ભવિષ્યમાં સારો મળી શકે.
બહેનો :- શંકા કુશંકાઓથી દુર રહી દરેક નિર્ણયો કરવા.

કુંભ :- વ્યય ભુવનમાં ચંદ્ર નાણાકીય આવક મધ્યમ રખાવનાર અને ન ધાર્યા હોય તેવા આકસ્મિક ખર્ચ આપનાર, પરિવાર કે અન્ય સ્વજનો માટે ખર્ચ કરાવનાર, વાહન સંબધિત પરેશાની આપી શકે.
બહેનો :- નાણા અને સ્વાસ્થ્ય બંને સાચવવા જરૂરી બને.

મીન :- લાભ સ્થાનમાં ચંદ્ર શનિ ની યુતિ આપની જૂની ઉઘરાણી પરત લાવવામાં મદદ કરે, અચાનક જુના મિત્રોને મળવાનો આનંદ અને નવા મિત્રોની ઓળખાણ લાભ કરતા બને, સમય ખુબ સારો રહે.
બહેનો :- સખી સહેલી, સંતાનોથી પ્રસંનતામાં વધારો થાય.

વાસ્તુ :- ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનાં દ્રશ્યો બેડ રૂમની પૂર્વ દિશામાં લગાડવાથી દામ્પત્ય જીવનમાં પ્રેમમાં વધારો થાય છે, પ્રસન્નતા વધે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts