કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૧ જુલાઈ થી ૧૭ જુલાઈ સુધી.
મેષ :- ચોથા સ્થાનમાં ચંદ્ર સુખ સગવડોમાં વધારો કરનાર, માતા તરફથી પૂર્ણ પ્રેમ અને સહયોગ પ્રાપ્ત કરાવે, આવકનું પ્રમાણ ખુબ જ સારું રહે, સૂર્ય ચોથા સ્થાને પૈતૃક સંપતિનાં કાર્ય કરાવે. શુક્ર પાંચમાં સ્થાને નવા નવા સ્નેહ સંબંધો આપે.
બહેનો :- ભૌતિક સુખ સગવડના સાધનોમાં વધારો થાય.
વૃષભ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સાહસ અને પરાક્રમમાં વધારો કરનાર ધાર્મિક સંસ્થાનાં કાર્ય પરદેશને લગતા કાર્યને વેગ મળે, ત્રીજો સૂર્ય ભાગ્યોદયની તક અને ચોથે શુક્ર ભૌતિકતા અને સાહબી વધારનાર બને.
બહેનો :- ભાઈ ભાંડુ તરફનો પ્રેમ ખુબ જ વધે.
મિથુન :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં આનંદિત રખાવે, આવકમાં સારી વૃદ્ધિ થાય, નાનાં મોટા પીકનીક પ્રવાસનો આનંદ લઇ શકો, બીજે સૂર્ય વડીલોથી યોગ્ય માર્ગદર્શન, બીજે શુક્ર ભાગ્યોદયમાં મદદરૂપ થાય.
બહેનો :- પારિવારીક જીવનમાં અનેરો આનંદ મળે, વાણીથી લાભ.
કર્ક :- આપની રાશિમાં ચંદ્ર મંગળ શુક્રની યુતિ તન મન ને સ્વસ્થ અને ઉત્સાહ જનક બનાવે, દામ્પત્ય જીવનમાં અને ભાગીદારીમાં નવા નવા નિર્ણયો આવે, સૂર્ય આત્મવિશ્વાસ વધારનાર શુક્ર આર્થિક સમૃદ્ધિમાં વધારો કરે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે ખુબ જ સારી વાત આપે.
સિંહ :- બારમાં વ્યય ભુવનમાં સ્વગ્રહી ચંદ્ર શુક્ર મંગળ સાથે રહેતા પરિવારજનો , સ્નેહીજનો, અને સ્ત્રી વર્ગ માટે ખર્ચ વધારનાર બને, મુસાફરી થાય, સૂર્ય બારમાં સ્થાને, વડીલોની ચિંતા રહે, શુક્ર અપની રાશિમાં મોજ શોખ વધારે.
બહેનો :- બિન જરૂરી નાણાનો ઉપયોગ, ના કરો તો સારું રહે.
કન્યા :- લાભ સ્થાનમાં ચંદ્રનં ભ્રમણ અનેક પ્રકારના ધંધાકીય લાભ, નાણાકીય લાભ અને સ્ત્રીમિત્રો, સ્ત્રી પ્રસાધનોના ધંધામાં લાભ આપનાર બને, સૂર્ય પણ લાભ સ્થાને આવતા પિતૃપક્ષથી લાભ, શુક્ર વ્યય ભુવનમાં પોતાના માટે ખર્ચ થાય.
બહેનો :- સખી સહેલી અને બચપણનાં મિત્રોને મળવાથી આનંદ રહે.
તુલા:- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ધંધાકીય રીતે શ્રેષ્ઠ અપ્રીનામો આપનાર, જમીન મિલકત, સ્થાવર મિલ્કતનાં પ્રશ્નો બહુ જ સરળતાથી પુરા કરાવનાર, સૂર્ય લાભ સ્થાને સરકારથી લાભ, શુક્ર સ્ત્રી વર્ગથી ખુબ સારો લાભ રહે.
બહેનો :- નોકરીયાત વર્ગને ખુબ જ સારો ફાયદો થાય.
વૃશ્ચિક :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદયની ઉત્તમ તક લઈને આવે દેશ પરદેશના કાર્ય થાય, ધર્મ ધ્યાન દાન પુણ્યમાં અગ્રેસર રખાવે સૂર્યનું પણ ભાગ્ય સ્થાન આગમન પિતાથી ભાગ્યોદય કરાવે શુક્ર રાજયોગ જેવું સુખ આપે.
બહેનો :- દેવ દર્શન તીર્થયાત્રા, યાત્રા પ્રવાસના કામ થાય.
ધન :- અથામાં સ્થાને ચંદ્રનં ભ્રમણ આપની વાણીની તાકાતને મધુર બનાવશો તો ધંધાકીય ક્ષેત્રમાં પણ સારો લાભ મેળવી શકો, પરિવારથી સારું રહે, સૂર્ય પૈતૃક સંપતિનાં પ્રશ્નો આપે, શુક્ર દૈવીકાર્ય માટે તત્પર બનાવે,
બહેનો :- યશ કીર્તિ અને માન સન્માનમાં વધારો થાય.
મકર :- સાતમાં સ્થાનમાં ચંદ્ર મંગળ શુક્રની યુતિ લગ્ન ઈચ્છુક યુવાનો માટે ઉત્તમ પસંદગીનં પાત્ર આપનાર, નવી ભાગીદારીમાં પ્રારંભ કરાવનાર સૂર્ય સાતમે અહમથી બચવું, શુક્ર આઠમે પત્નીના પક્ષથી ફાયદો રહે.
બહેનો :- દામ્પત્ય જીવનમાં પ્રેમ અને લાગણી વધે.
કુંભ :- જુના રોગોમાંથી મુક્તિ અપાવનાર ચંદ્ર રોગ શત્રુ ઉપર વિજય સાથે, કોર્ટ કચેરીના અધૂરા રહેલા કાર્ય પુરા થાય સૂર્યનું છઠે આગમન દરેક ક્ષેત્રમાં સારું રહે, શુક્ર સાતમે પત્નીનો સંપૂર્ણ સહયોગ મળતા સારું રહે.
બહેનો :- મોસાળ પક્ષે જવાનું થાય આરોગ્યની ફરિયાદ દુર થાય.
મીન :- પાંચમાં સ્થાને ચંદ્ર શુક્ર મંગળ ની યુતિ અગણિત લાભ આપનાર, નાણાકીય સંકટ દુર કરાવનાર અને સંતાનોથી દરેક કાર્યની સફળતા આપે, સૂર્ય પાંચમે શિક્ષણ થી લાભ શુક્ર છઠે મૂત્ર માર્ગના રોગોમાં સારું રહે.
બહેનો :- નવી નવી ઓળખાણો અને શિક્ષણ ક્ષેત્ર નાં કાર્ય થાય.
વાસ્તુ :- દર શનિવારે પીપળે જળ અને હનુમાનજી ને આંકડાની માળા અથવા ફૂલ અને તેલ ચડાવવાથી શનિની પીડામાં રાહત રહે છે, શારીરક પીડા દુર થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments