કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૮ જુલાઈ થી ૨૪ જુલાઈ સુધી.
મેષ :- સાતમાં સ્થાનમાં ચંદ્ર દામ્પત્ય જીવનમાં ખુબ જ આનંદ વધારનાર ભાગીદારીમાં પણ સારા નિર્ણયો આપનાર, પતિ પત્ની વચ્ચે પ્રેમમાં વધારો થાય. પાંચમાં સ્થાને મંગળ સંતાનોના કાર્ય પુરા કરી શકો.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારી વાત આવે, ગૃહિણી માટે ઉત્તમ સમય.
વૃષભ :- છઠા સ્થાનમાં ચંદ્ર આરોગ્ય બાબતની નાની મોટી પીડા ને શાંત કરનાર, મોસાળપક્ષ તરફથી જવાબદારીઓમાં વધારો, કરનાર, કોર્ટ કચેરીનાં કામ થાય, મંગળ ચોથા સ્થાને પૈતૃક સંપતિના કાર્ય થાય.
બહેનો :- આરોગ્યની સાચવણી કરવી, દરેક કાર્ય ધીરજથી કરવું.
મિથુન :- પાંચમાં સ્થાને નવા પરિચયો અને નવા સંબંધો આપનાર ચંદ્ર, દીકરી કે બહેનના અભ્યાસ કાર્યમાં વ્યસ્ત રખાવે, જુના મિત્રોને મળવાનું થાય, મંગળ ત્રીજા સ્થાને આવતા પરદેશથી ખુબ સારા સમાચાર મળે.
બહેનો :- જૂની સહેલીઓની અચાનક મુલાકાત આનંદ વધારે.
કર્ક :- ચોથા સ્થાને શુક્રની રાશિમાં ચંદ્રનં ભ્રમણ આપની ભૌતિક સુખ સગવડો, ધંધાકીય મિલકતોમાં વધારો કરાવનાર, માતૃપક્ષથી ખુબ સહકાર મળે, મંગળ બીજા સ્થાને પરિવાર અને નાણાકીય સારું રહે.
બહેનો :- પીયર પક્ષમાં શુભ પ્રસંગોનું આયોજન થાય.
સિંહ :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર પરાક્રમ અને સાહસ વધારનાર, ભાગ્યોદય માટેની તમારી મહેનતનું યોગ્ય વળતર આપનાર, પરદેશ રહેતા સ્નેહી જનોથી યોગ્ય સહકાર અપાવે, મંગળ આપની રાશિમાં આવતો હોય ક્રોધ પર કાબુ રાખવો જરૂરી.
બહેનો :- ધાર્મિક કાર્યની પુષ્ટિ થાય સેવાકીય પ્રવૃતિને વેગ મળે.
કન્યા :- બીજા સ્થાનમાં સપ્તાહના પ્રારંભમાં ચંદ્રનં ભ્રમણ નાણાકીય રીતે ખુબ સારી સધ્ધરતા આપે, પરિવારજનોથી સારો પ્રેમ અને સહકાર પ્રાપ્ત થાય. વાણીમાં મીઠાશ વધે, મંગળનું વ્યય ભુવનમાં આગમન શારીરિક રીતે સાચવવું.
બહેનો :- નાના મોટા પ્રવાસ પર્યટનનો આનંદ મળે.
તુલા:- આપની રાશિમાં ચન્દ્ર આનંદ દાયક અને સારા વિચારો, લગ્ન ઇચ્છુકો માટે સુંદર વાતચીત આગળ વધારનાર, દામ્પત્ય જીવન, ભાગીદારીમાં ખુબ જ સારું વાતાવરણ આપે. મંગળ લાભ સ્થાને જૂની ઉઘરાણી પરત આવી શકે.
બહેનો :- મનની પ્રફૂલ્લીતતા અને ખુશીમાં વધારો થાય, વાતાવરણ મધુર બને.
વૃશ્ચિક :- વ્યય સ્થાનમાં ચંદ્ર બારમે રહેતા તમારા અંગત શોખ, હરવા ફરવામાં કે અન્ય વસ્ત્રો, સંગીત, સ્ત્રીઓ માટે ખર્ચ થાય, નાણાકીય કટોકટીનો સામનો કરવો પડે, મંગળ દશમાં સ્થાને સ્થાવર મિલ્કત જમીનથી લાભ રહે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ કરશો તો પસ્તાવું પડશે.
ધન :- લાભ સ્થાને ચન્દ્રનું ભ્રમણ આર્થિક રીતે ઘણા બધા લાભ આપનાર બને. મિત્ર વર્તુળ અને સ્નેહીજનોથી ખુબ જ સારો આનંદ અને પ્રેમ મળે. સંતાનોનાં દરેક કાર્ય પુરા થાય, મંગળ ભાગ્ય સ્થાને સાહસ વૃતિ વધારનાર બને.
બહેનો :- સંતાનોના અભ્યાસની ચિંતા હળવી બને.
મકર :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉદ્યોગ ધંધામાં ખુબ જ સારી પ્રગતિના એંધાણ પ્રાપ્ત થાય. સહકારી કાર્યમાં યશ અને સફળતાઓ મળ્યાની શક્યતા વધે, મંગળ આઠમા સ્થાને અગ્નિ, વાહન, વિદ્યુતપ્રવાહ થી સાચવવું.
બહેનો :- પિયર પક્ષથી સારા સમાચાર મળતા આનંદ વધે.
કુંભ :- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર શુક્રની રાશિમાં રહેતા દૈવી શક્તિના કાર્ય, દેવ દર્શન, યાત્રા પ્રવાસનું ભવિષ્યનું આયોજન અત્યારથી કરી શકો. મંગળ સાતમાં સ્થાને આવતા કેમિકલ, રંગ રસાયણના કાર્ય પુરા થાય.
બહેનો :- ભાઈ ભાંડુંનાં કાર્યમાં યોગ્ય સહયોગ આપી શકો.
મીન :- આઠમા સ્થાને ચંદ્ર શુક્રની રાશિમાં રહેતા પત્નીના પિયર પક્ષના પ્રશ્નો, વારસાઈ મિલકતના પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અને મધ્યસ્થી થવું પડે, મંગળ સ્થાને આવતા છુપા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો.
બહેનો :- વાહન ચલાવવામાં અથવા અગ્નિથી સાચવવું.
વાસ્તુ :- શયન ખંડમાં ડ્રેસિંગ ટેબલ કે દર્પણ પલંગ સામે ના હોવું જોઈએ, દર્પણ કે ડ્રેસિંગ ટેબલ ઉત્તર કે પૂર્વની દીવાલે રાખવું શ્રેષ્ઠ ગણાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments