fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૯ ઓગષ્ટ થી ૦૪ સપ્ટેમ્બર સુધી

મેષ :- સપ્તાહના પ્રારંભમાં બીજા સ્થાનમાં આવી રહેલ ચંદ્ર આપના પરિવાર, કુટુંબીજનો સાથેના સંબંધોમાં મધુરતા લાવનાર, નાના મોટા પ્રવાસ, પર્યટનનાં લાભ આપનાર, નાણાકીય રીતે સધ્ધરતા વધારનાર, સમય રહે.
બહેનો :- પરિવારજનો સાથે આનંદ, પ્રમોદ કરવાનો અવસર મળે.

વૃષભ :- આપની રાશિમાં ચંદ્રનું ઉચ્ચનું ભ્રમણ અનેક રીતે માનસિક શાંતિનો અનુભવ કરાવનાર તન, મનને તરોતાજા રાખનાર અને ખુબ જ શાંત રાખનાર બને, ભાગીદારીમાં અગત્યનાં કાર્ય પુરા થાય.
બહેનો :- દામ્પત્ય જીવનમાં પ્રેમ મધુરતા વધે, વિચારો ઉચ્ચ બને.

મિથુન :- બારમાં સ્થાને આવનાર ચંદ્ર ખુબ જ સારી મુસાફરી કરાવે એ લાભકર્તા બને, થોડી નાણાકીય ભીડ હળવી થાય, પરંતુ ખર્ચમાં કાપ નહિ મુકો તો પ્રશ્નો ઉભા થશે. આરોગ્ય બાબત તમારી કાળજી ઉપયોગી બને.
બહેનો :- બિન જરૂરી મુસાફરી અને ખર્ચમાં કાપ મુકવો સારું રહેશે.

કર્ક :- લાભ સ્થાને ચંદ્રનું આગમન ખુબ જ સારા લાભ કરાવનાર અને સ્ત્રી મિત્રો, સ્નેહીજનો વગેરેથી પણ સારો લાભ આપનાર બને, સંતાનોની સમસ્યાનો ઉકેલ અને શિક્ષણ જગતથી નવા સંબંધો આપી શકે.
બહેનો :- જુના મિત્રો સ્વજનોને મળવાનો આનંદ લઇ શકો.

સિંહ :- દશમા કર્મ ભુવનમાં ઉચ્ચનો ચંદ્ર ધંધા રોજગાર અને સિઝનેબલ ધંધામાં ખુબ સારી કમાણી આપનાર બને, નોકરિયાત વર્ગ માટે સારા સમાચાર પ્રાપ્ત થતા ખુશી વધે, નાણાકીય સમસ્યાઓ દુર થતા સારું રહે.
બહેનો :- માતાપિતાને મળવાનો લાભ મળે, ગૃહ ઉદ્યોગમાં આવક વધે.

કન્યા :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે સારી સારી ઓફર અને તક આપે, ભાગ્યની દેવીની કૃપા તમારી ઉપર વરસતી લાગે, ભાગ્યોદયના પ્રયત્નો સફળ થતા, તમારી વર્ષોની ઈચ્છા પૂર્ણ થતી જણાય.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહ પૂર્વક પાર પાડી શકો.

તુલા:- આઠમા સ્થાને ચંદ્ર જળ માર્ગ કે જળ પ્રવાહથી થોડી સાવધાની રાખી હરવા ફરવાનો આનંદ લેશો તો સારું છે, વાણીની તાકાત વધે, આવકનું પ્રમાણ જળવાય રહેતા, તમારા ઈચ્છા પ્રમાણેનાં કાર્ય થાય.
બહેનો :- દરેક કાર્ય ધીરજ પૂર્વક કરશો તો આરામથી પુરા થાય.

વૃશ્ચિક :- સાતમાં સ્થાનમાં ચંદ્ર દામ્પત્ય જીવન અને લગ્ન ઇચ્છુકો માટે શ્રેષ્ઠ સમય લાવનાર બને, નવા નવા નિર્ણયો લેવા માટે મનની સાનુકુળતા વધે, દરેક કાર્ય આરંભથી અંત સુધી પૂર્ણ કરવામાં સ્થિરતા વધે.
બહેનો :- જીવનના દરેક રંગોનો આનંદ લઇ શકો, લગ્નજીવનમાં સારું.

ધન :- છઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્યની બાબતની તકલીફોમાંથી બહાર નીકળવાના રસ્તાઓ ખોલનાર અને કોર્ટ કચેરીનાં કાર્યમાં સારા નિર્ણયો લાવનાર, મોસાળ પક્ષે જવાનો આનંદ લઇ શકો.
બહેનો :- નાની મોટી મુસાફરીમાં આરોગ્ય સાચવવું.

મકર :- પાંચમાં સ્થાનમાં ચંદ્ર અધૂરા રહેલા સ્વપ્નો, શિક્ષણને પુરા કરવા માટે પ્રયત્ન કરશો તો સફળ થશો, જૂની ઉઘરાણીઓ છૂટી થાય, મિત્રો સાથે હરવા ફરવાનો અને મળવાનો સારો લાભ મળી શકે.
બહેનો :- સંતાનો અને સખી સહેલીઓનાં કાર્યમાં વ્યસ્ત રખાવે.

કુંભ :- ચોથા સ્થાનમાં અનેક પ્રકારના સુખના સાધનો વધારનાર ચંદ્ર આપને ભૌતિક સુખો, વાહન, જમીન, સ્થાવર મિલ્કતના કામ આસાનીથી પુરા કરાવે, નાણાકીય આયોજન સફળતા આપે.
બહેનો :- મોસાળ પક્ષથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.

મીન :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર દુર દેશથી આપના માટે ભાગ્યોદયની તક અને આનંદિત કરવાનાર સમાચાર લાવનાર, ભાઈ ભાંડુ તરફથી પૂર્ણ સહયોગ, હિમત અને સાહસમાં વધારો કરવાનાર બને.
બહેનો :- ધર્મ કાર્યમાં પ્રવૃત રહેતા આનંદ રહે, શુભ કાર્ય થાય.

વાસ્તુ :- જન્માષ્ટમીના દિવસે સંતાન ગોપાલ મંત્ર, દામોદર સ્ત્રોતનો પાઠ કરવાથી સંતાન બાબતની બાધાઓ દુર થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/