fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે I CITY WATCH NEWS

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય 31 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી

મેષ :- પાંચમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સંતાનો-મિત્રો-અને સ્નેહીજનોથી ખૂબ આનંદ આપે,નવી ઓળખાણ વધતાં ભવિષ્યમાં લાભ સારો રહે,બુધ નું તુલા રાશિમાં ભ્રમણ સાતમે દાંપત્ય-ભાગીદારીમાં ખૂબ સારો રહે.
બહેનો :- સ્નેહીજનો અને સંતાનો ના કાર્યથી ખુશી વધે.

વૃષભ :-ચોથા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ અનેક ભૌતિક સુખ વધારનાર-સ્થાવર મિલકત અને જમીન મકાનના કાર્યની નવી ખરીદી- ઉધ્યોગ ધંધામાં સારું રહે-બુધ છઠા સ્થાને આવતા છુપા રોગો-શત્રુથી સાચવવું.
બહેનો :- માતા-પિતાના ઘરે શુભ પ્રસંગો સચવાય.

મિથુન :- ત્રીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સાહસવૃતિ વધારનાર,ભાગ્યવૃદ્ધિ કરાવનાર, ભાઈભાંડુઓથી સ્નેહ વધારનાર,દેશ-પરદેશથી સારા સમાચાર અને ભાગ્યોદય ની તક આવે,બુધ પાચમે શિક્ષણ થી લાભ થાય.
બહેનો :-ધર્મકાર્ય અને સેવાકીય પ્રવૃતિમાં સમય ફાળવી શકો.

કર્ક :- બીજા સ્થાનમા ચંદ્ર આવકમાં ખૂબ સારો વધારો કરે,પરિવારજનો અને કુટુંબીજનો સાથે પ્રવાસ-પર્યટનનું અને હરવા-ફરવાનું થાય, બુધનું ચોથા સ્થાને સૂર્ય સાથે ભ્રમણ-આવનાર સમયમાં સ્થાવર મિલકતની ખરીદી થાય.
બહેનો :- પરિવારજનો સાથે સારી રીતે સમય વ્યતિત થાય.

સિંહ :-આપની રાશિમાં ચંદ્ર તન-મનને સ્ફ્રુર્તિલું અને ઉર્જામય રાખનાર બને,દાંપત્ય જીવનમાં પ્રેમ વધે,ધંધાકીય રીતે ખુબજ સારું રહેતા નાણાભીડ ઓછી થાય,રાશિના સ્વામિ સાથે યુતિ નવા સાહસ અને ભાગ્ય ઊઘડે.
બહેનો :- સુંદર અને આત્મવિશ્વાસ વાળા વિચારો પ્રબળ બને.

કન્યા :-વ્યય ભુવનમાં ચંદ્ર-વડીલો અને ખાસ વૃદ્ધો માટે આપના નાણાં વપરાય,નવી વસ્તુની ખરીદી પણ કરી શકો,હરવાફરવાનો આનંદ અને પત્નીથી સારું રહે,સૂર્ય-બુધ-મંગળની યુતિ બીજા સ્થાને આવક માટે ચિંતા દૂર થાય.
બહેનો :-દરેક કાર્ય શાંત ચિત્તથી કરવું, ખોટી દોડધામ ન કરવી.

તુલા:- લાભસ્થાને ચંદ્રનું ભ્રમણ જૂના રોકાયેલા નાણાં પરત લાવવામાં મદદ કરે,ઉઘરાણી છુટ્ટી થતાં નાણાકીય વ્યવસ્થા બરાબર સાચવી શકો,સંતાનો નો સાથ મળે સૂર્ય-બુધ-મંગળ મનને શાંત રાખવું જરૂરી.
બહેનો :-સખી સહેલીને મળવાનો અલૌકિક આનંદ મળે.

વૃશ્ચિક :-દશમાં સ્થાને ચંદ્ર ઉધ્યોગ અને ધંધામાં તમારા સાહસ અને આવડત નો ભરપૂર લાભ મળે,રાજકીયક્ષેત્ર અને સરકારી કાર્યમાં યશમાં વધારો થાય,સૂર્ય-મંગળ-બુધ બારમે આવકકર્તા જાવક વધી ન જાય તેનું ધ્યાન રાખવું.
બહેનો :-સરકારી નોકરિયાત અને ગૃહઉધ્યોગ માં ખુબજ સારું રહે

ધન :- ભાગ્યસ્થાનમા ચંદ્ર જલમાર્ગ અને પરદેશથી સારો લાભ-ભાગ્યોદયની નવી તક અને ધાર્મિક ક્ષેત્રમાં સારું યોગદાન મળે, આયાત-નિકાસના ધંધામાં લાભ વધે,સૂર્ય-બુધ લાભસ્થાને જીવનના મહત્વના નિર્ણય લેવડાવે.
બહેનો :-સહોદર ભાઈ-બહેનનો દરેક કાર્યમાં સાથ-સહકાર મળે.

મકર :-આઠમા સ્થાનમા સૂર્યની રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપને વારસાઈ સંપતિ પૈતૃક સંપતિ કે વડીલોપાર્જિત સંપતિના પ્રશ્નો ઊભા કરાવી શકેસૂર્ય-મંગળ-બુધ દશમે રંગ રસાયણ-કેમિકલ ના ધંધામાં આવક વધારે.
બહેનો :-દરેક કાર્ય સમજી વિચારીને કરવું હિતાવહ રહે.

કુંભ :- સાતમા સ્થાનમા ચંદ્ર પહેલા સ્થાને દ્રષ્ટિ કરતાં વિચારો અને નિર્ણયો લેવામાં તટસ્થ બનાવે,નવા કાર્યનો પ્રારભ કરવામાં સફળ રહેશો,સૂર્ય-બુધ ભાગ્યભુવનમા યુતિકર્તા ન ધાર્યા હોય તેવા કાર્ય થાય.
બહેનો :-લગ્નઇચ્છુકો માટે માંગલિક કાર્યની શરૂઆત થાય.

મીન :-છઠા સ્થાનમા ચંદ્ર મોસાળપક્ષ થી સારું રહે, કામકાજ માટે પરિશ્રમ અને દોડધામમાં વ્યસ્ત રહેવાનુ થાય- આરોગ્યની ચિંતા દૂર થતાં રાહતનો શ્વાસ લઈ શકો, આઠમા સ્થાને સૂર્ય-મંગળ-બુધ વાણીનો પ્રભાવ વધારે.
બહેનો :- જૂના રોગોથી મુક્તિ મળતા રાહત અને આનંદ વધે.

વાસ્તુ :શનિવારના દિવસે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પ્રવાસ કરતી વખતે ખાસ અડદના દાણા પૂર્વદિશામાં વેરીને અથવા અડદની વસ્તુ ચાખીને ઘરેથી નીકળવું.

Follow Me:

Related Posts