fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું વાર્ષિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

તા-5-11-2021 કારતક સુદ-૧ વિ.સં. ૨૦૭૮ પ્રમાદી સવંત્સર શા.શક.૧૯૪૩ પ્લવ નામ સવંત્સર-દક્ષિણાયન- હેમંતઋતુ
વાર્ષિક રાશિફળ

મેષ :-નુતન વર્ષના પ્રારંભમાં શનિમહારાજ આપના કાર્યમાં બાધક બને છે,પરંતુ એપ્રિલ પછી સારું ફળ આપશે. લોખંડ-ટ્રાન્સપોર્ટ-ખાણીપીણી ના ધંધામાં એપ્રિલ પછી લાભ,ગુરુ નવેમ્બર માસ પછી ધાર્યા કામ કરાવે.રાહુ બીજે પૈસાની લેતીદેતીમાં ખાસ સંભાળવું,એકંદરે સાચવીને ચાલવું સંતાન-ભાગીદારી-આરોગ્ય બધીજ બાબતમાં.
બહેનો :- વર્ષના મધ્યભાગમા તમારી દરેક ઇચ્છાપૂર્તિ થાય,યશ-અપયશ બન્ને મળે.

વૃષભ :-નુતનવર્ષમાં ગયા વર્ષની જેમ જૈસે થે પરિસ્થિતિનો સામનો કરવો પડે,ભાગ્યભુવન માં શનિમહારાજ આગળ વધતાં વર્ષના મધ્યમાં સારું રહે,ગુરુ નવેમ્બરથી એપ્રિલ સુધીમાં સંભાળવું પ્રમાદ છોડવો,એપ્રિલ પછી ઘણા લાભ રાહુ આપની રાશિમાં શરૂઆતમાં આરોગ્ય સાચવવું,એપ્રિલ પછી રાહુ લાભકર્તા બની શકે છે.
બહેનો :- ઇચ્છિત પાત્ર અનેખુબજ સારા સુખો ભોગવવાનો અવસર મળે,પોતાના મકાનમાંરહેવાની ઈચ્છા પૂરી થાય.

મિથુન :- એપ્રિલમાસ સુધી શનિમહારાજની પનોતીનો તબક્કો ચાલતો હોય,ઘણીબધી સમસ્યાઓ તમને પરેશાન કરે પરંતુ એ પછી તમને સફળતા મળે, ગુરૂમહારાજ નવેમ્બર થી એપ્રિલ સુધી નવી ઓળખાણ લાભકર્તા બનાવે,રાહુ વ્યય ભુવનમાં દાંપત્યજીવન માટે સારો નથી તો સંભાળીને ચાલવું.
બહેનો :-એપ્રિલ પછી શાંતિથી સમયપસાર કરવો એ પછી ઘણા બધા લાભ મળે,પરદેશયોગ ની તક આવે.

કર્ક :- શનિ મહારાજ વર્ષની શરૂઆતમાં ખુબજ સારા કાર્યો કરાવે,એપ્રિલથી પનોતીનો તબક્કો ચાલુ થતાં અકસ્માત જામીનગીરી વગેરે માં ધ્યાન રાખવું, ગુરૂમહારાજ બધિરીતે સારા પરિણામો આપે છે,રાહુનું લાભસ્થાન અને કર્મસ્થાને ભ્રમણ અણધાર્યા લાભ આપનાર બને.
બહેનો :- મનગમતા સ્થળોએ ફરવાનું અને વર્ષોથી ઇચ્છેલી વસ્તુને પ્રાપ્ત કરવાનો અવસર મળે.

સિંહ :- છઠ્ઠાસ્થાનમા શનિ શત્રુજીત બનાવનાર, મોસાળપક્ષ નું સુખ અને મિલકતસબંધી લાભ આપનાર, વધારે પડતો લોભ કે લાલચ છોડશો નહિતો વિપરીત પરિણામ લાવનાર બને,ગુરુ એપ્રિલ પછી સારો લાભ આપે પરંતુ આરોગ્ય સાચવવું- રાહુમહારાજ વર્ષના મધ્યભાગ પછી ધાર્યાકામ પૂરા કરાવે.
બહેનો :- બિનજરૂરી અહંકાર અને ગુસ્સો છોડશો તો ખૂબ સારા વ્યક્તિઓનો સાથ અને પ્રેમ પ્રાપ્ત થશે.

કન્યા :-શનિમહારાજ એપ્રિલ સુધી સારા પરિણામ આપે છે,પરંતુ એપ્રિલ પછી તમારા વાણી, વર્તન અને સ્વભાવ પ્રમાણે ફળ મળશે.નવેમ્બર થી એપ્રિલ સુધીમાં ગુરૂમહારાજ શુભફળ અને એપ્રિલ પછી જૂના રોગોમાથી મુક્ત કરાવે,રાહુ એપ્રિલ પછી રાજકીય ક્ષેત્રે સારી નામના આપે.
બહેનો :-તમારી લાગણીશીલતા અને સારા સ્વભાવની કદર થતાં આનંદમાં વધારો,સંતાન ઇચ્છિત માટે સારો સમય રહે.

તુલા:- એપ્રિલ સુધી નાની પનોતીનો કાર્યકાળ શરૂ હોવાથી વાદ-વિવાદથી બચવું, ન્યાયપ્રિય રહેવું એપ્રિલ પછી પનોતી પૂરી થતાં ઘણી રાહત રહેશે,એપ્રિલ પછી ગુરુ સ્વરાશીમાં ઘણા સુખો આપે ત્યાં સુધી સંભાળવું,રાહુ એપ્રિલ સુધી હજી ખરાબ સમયનો દોર આપે પછી ખૂબ સારું રહે.
બહેનો :- વાણી-વર્તન-વ્યવહારમાં કાળજી રાખશો તો સબંધોના પુષ્પો આપમેળે ખીલી ઉઠશે મનપસંદ વસ્તુઓની ખરીદી થાય.

વૃશ્ચિક :-શનીમહારાજ હજુ ત્રીજા સ્થાને જોમ-જુસ્સો અને સાહસ વધારનાર બને છે પરંતુ એપ્રિલ પછી પનોતીનો તબક્કો શરૂ થતો હોય માન-સન્માન જાળવવું અઘરું થાય, એપ્રિલ પછી ગુરુકૃપા વધારવી જેથી દુશ્મનોની ચાલ સફળ ન થાય. રાહુ મતલબી લોકોથી ધ્યાન રાખી આગળ વધવું.
બહેનો :- નોકરિયાત વર્ગના બહેનોને ખૂબ સારી પોસ્ટની ઓફર આવે, ગૃહિણીઓને પરિવારથી સારો પ્રેમ રહે.

ધન :-આ વર્ષમાં શનિમહારાજ ની સાડાસાતીનો અંતિમભાગ ખૂબ જ સાવચેતી અને સાવધાનિપૂર્વકનું વર્તન રાખવું,સમય ની રાહ જોવી, ગુરૂમહારાજ પણ ધીરજની કસોટી કરશે,જિદ્દી સ્વભાવ છોડવો પણ જરૂરી બનશે, રાહુમહારાજ પણ શત્રુઓથી સાવધાની રાખવાનું સૂચન કરે છે.
બહેનો :- સંગીત-કળા-ડેકોરેશન અને પરદેશથી સારી આવક વધે, નોકરિયાત વર્ગને બઢતી-બદલીના ચાન્સ વધે.

મકર :-શનિમહારાજ હજી આપને પનોતીના તબક્કામાથી મુક્તકર્તા નથી, ઍટલે સ્વભાવ પર ધ્યાન આપવું,ન્યાયપ્રિય-નાના માણસોને મદદ કરશો તો શનીદેવ રાજી રહેશે ગુરુ પણ એપ્રિલથી આપને સાથ આપે છે, રાહુ આપની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ ન પહોચાડે એ ખાસ જોવું,આર્થિક ભિસ રહી શકે.
બહેનો :- તમારી કાર્યક્ષમતા વધારશો તો આપોઆપ સફળતાના દ્વાર ખૂલતાં જશે,અજાણ્યા માણસોથી સાવધાની લેવી.

કુંભ :- પનોતીનો પહેલો અને બીજો તબક્કો આપના માટે શિક્ષક ની ભૂમિકા ભજવી જાય છે,સારા નરસાની ઓળખાણ થતી જોવા મળે ,મહેનત વધારવી, ગુરૂમહારાજ સામાજિક પ્રવૃતિમાં લોકચાહના અને પ્રેમ વધારે, રાહુ જમીન મકાન પ્રોપર્ટી ના કાર્યમાં બાધા ઊભી કરનાર બને.
બહેનો :- અવિવાહિત માટે વિવાહિત થવાનો અવસર, નોકરિયાત વર્ગને સારું પ્રમોશન, ગૃહિણીઓને દેવદર્શન તીર્થયાત્રા થાય.

મીન :-એપ્રિલ સુધી સમય સારો છે, પછી શનિની સાડાસાતી ના તબક્કામાં વધુ ધ્યાનપૂર્વક આગળ વધવાનું રહે,ગુરૂમહારાજ માન સન્માન અને ચાહક વર્ગ વધારે,રાહુ અણધાર્યા અને ઓચિંતા લાભની પ્રાપ્તિ કરાવે,પરંતુ એપ્રિલ પછી સમજી વિચારીને આગળ વધવું જરૂરી બને.
બહેનો :- સત્યના રાહ પર કસોટીનો સામનો કરવો પડે પરંતુ હિમ્મતથી આગળ વધો તો સમય નો સાથ મળશે.

Follow Me:

Related Posts