કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
તા-19-12-2021 થી તા-25-12-2021 સુધીનું રાશીફળ.
મેષ :-ત્રીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ બુધ ની રાશિમાં રહેતા કુળદેવીને લગતા કાર્યો, ધર્મકાર્યો થાય, પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ કરી શકો, ભાગ્યસ્થાનમા સૂર્યનું ગોચર-ભ્રમણ રહેતા વડીલોથી ભાગ્યોદયની તક ઊભી થઈ શકે.
બહેનો :- ભાઈ-ભાંડુના દરેક કાર્યમાં સાથ-સહકાર આપવો પડે.
વૃષભ :- બીજા સ્થાનમા ચંદ્ર આવક પરિવાર અને આવકવૃદ્ધિ માટે સારો રહે,પરિવાર કે કુટુંબમાં ચાલતા પ્રશ્નોનું સમાધાન થતાંઘણો બધો ભાર હળવો બને, સૂર્યનું આઠમા સ્થાને ભ્રમણ વારસાઈ પ્રશ્નોની સમસ્યા આવે.
બહેનો :- તમારી સૌમ્ય અને મધુર વાણીથી પરિવારમાં પ્રિય બનો.
મિથુન :- આપની રાશિમાં ચંદ્ર ત્વરિત નિર્ણયશક્તિ અને દાંપત્યજીવનમા નવી ઉર્જા લાવનાર બને, મન શાંત રહેતા ઘણા બધા પ્રશ્નો આપોઆપ હલ થાય, સૂર્યનું સાતમે ભ્રમણ આવતા ધૈર્ય અને કુનેહથી કામ કરવું પડે.
બહેનો : પતિ-પત્નીના સબંધોમાં સ્નેહ-પ્રેમનો વધારો થાય.
કર્ક :- બારમાં સ્થાનમા ચંદ્ર સપ્તાહના પ્રારભમાં ધંધાકીય ઉધ્યોગ ક્ષેત્રમાં ખર્ચ કરાવનાર બની રહે, પરિવારિક જીવનમાં પણ ખર્ચ વધારનાર, સપ્તાહના મધ્યમાં સારું , સૂર્યનું છઠે ભ્રમણ આવતા હિતશત્રુઓ ઉપર વિજય મળે.
બહેનો :- બિનજરૂરી મુસાફરી અને ખર્ચ પર કાપ મુકવો.
સિંહ : લાભસ્થાનમા ચંદ્રનું ભ્રમણ ઉધ્યોગક્ષેત્ર કે શિક્ષણ ક્ષેત્ર થી સંકળાયેલ વ્યક્તિઓથી સારો લાભ મળે, ફસાયેલા કે રોકાયેલા નાણાં પરત આવે, સૂર્યનું પાચમે ભ્રમણ સંતાનોના શિક્ષણમાં પ્રગતિ કરાવે.
બહેનો :- અધ્રુરા રહેલા શિક્ષણના પ્રયત્નો સફળ થાય.
કન્યા :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરિયાત વર્ગ માટે સારા સમાચાર લઈ ને આવે,
ઉધ્યોગ-ધંધા ના ક્ષેત્રમાં પણ સારી વાત આવે, સૂર્યનું ચોથા સ્થાને ભ્રમણ નવી માલ-મિલકતની ખરીદીનું સ્વપ્ન પૂર્ણ થાય.
બહેનો :- પિતૃપક્ષેથી ખુબજ સારા સમાચાર આવે.
તુલા: ભાગ્યસ્થાનમા ચંદ્રનું આગમન અને ભ્રમણ તમારી અંદર રહેલી શક્તિઓને જાગૃત કરવા પ્રયત્ન કરજો સારી રીતે સફળતા મેળવી શકો, સૂર્યનું ત્રીજા સ્થાને આગમન આત્મબળમાં વધારો કરનાર બને.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થવાનો અવસર મળે.
વૃશ્ચિક :- આઠમા સ્થાનમા ચંદ્ર વાણીની તાકાતમાં વધારો થાય, વકતૃત્વ શક્તિ વધે, પત્નીના વારસાઈ સંપતિના કાર્યો પણ ઓળખાણથી પૂરા થાય, સૂર્યનું બીજે ભ્રમણ પરિવારમાં નાના-મોટા આયોજનનો આનંદ અપાવે.
બહેનો :- વાહન ચલાવવામાં અને વાણી ચલાવવામાં ધ્યાન રાખવું.
ધન :- સાતમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ અપરણિત યુવાનો માટે સારી વાત લઈને આવે, વેપારીવર્ગને પણ ખૂબ સારું રહે, ભાગીદારીમાં નવા સાહસ કરી શકો, સૂર્ય આપની રાશિમાં નવા વિચારોને જન્મ આપે.
બહેનો :- સુંદર વિચારો આપને પ્રફુલ્લિત રાખવામા મદદ કરે.
મકર :- છ્ટ્ઠા સ્થાનમા ચંદ્ર આરોગ્ય બાબત થોડી કાળજી રાખવી જરૂરી બનશે, જૂના રોગોમાં સંભાળવું, ખાસ કરીને કોર્ટ-કચેરીના કામ ધ્યાનપૂર્વક કરવા, સૂર્યનું બારમાં સ્થાને ભ્રમણ વડીલવર્ગની તબિયતની ચિંતા કરાવે.
બહેનો :- સ્ત્રી-રોગો, વાઇરલ બીમારીમાં કાળજી લેવી.
કુંભ :-પાચમાં સ્થાને ચંદ્ર
બહેનો :- અધૂરા શિક્ષણ અને સંતાનો ના કાર્યો પૂરા થાય.
મીન :દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ધંધાકીય ક્ષેત્ર માં ખુબજ સારો પ્રગતિકારક સમય આપનાર ઉધ્યોગ-ધંધામાં તેજી શુક્ર લાભસ્થાને સ્ત્રી-મિત્રોને મળવાનું થાય ,બુધ દશમે માતપિતા કે વિદ્વાનોથી ધનલાભ રહે.
બહેનો :- નોકરિયાત વર્ગને શુભસમાચાર આવે.
વાસ્તુ:-માગશર માસમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અને ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચન કરવાથી ધાર્યા કામમાં સિદ્ધિ મળે.
Recent Comments