કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
તા-09-01-2021 થી તા-15-01-2021 સુધીનું રાશીફળ.
મેષ :- બારમાં વ્યય ભુવનમાં આપની આવક કરતાં જાવક વધારનાર, નાની-મોટી મુસાફરી કે જલતત્વના માર્ગમાં ખર્ચ કરાવનાર બને, આરોગ્ય બાબતમાં તકેદારી રાખવી, સૂર્ય દશમાં સ્થાને સત્તા-સરકાર તરફથી સારો લાભ રહે.
બહેનો :- બિનજરૂરી મુસાફરી ટાળવી , જરૂરી ખર્ચ માં સંભાળવું.
વૃષભ :- લાભ સ્થાને ચંદ્ર ગુરુની રાશિમાં રહેતા શિક્ષણક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલ ક્ષેત્ર માં ગુરૂજનોથી સારો લાભ આપી શકે, સૂર્યનું ભાગ્ય ભુવનમાં આગમન પરદેશથી ખુબજ સારો ભાગ્યોદય કરાવી શકે.
બહેનો :- સખી-સહેલી અને વડીલ સ્ત્રીઓનું માર્ગદર્શન મળે.
મિથુન :- દશમાં સ્થાને ચંદ્ર ઉધ્યોગ-ધંધા-સરકારી નોકરિયાત અને સ્વતંત્ર ધંધા સાથે સંકળાયેલ હોય તો આર્થિક રીતે ધીમો પણ સારો ફાયદો મળે, સૂર્યનું આઠમા સ્થાને ભ્રમણ પરિવારમાં વારસાઈ-સંપત્તિના પ્રશ્નો આવે.
બહેનો : ગૃહ-ઉધ્યોગના ધંધામાં સારી આવક રહે.
કર્ક :- ભાગ્ય ભુવનમાં ચંદ્ર ભાગ્યોદય માટેના પ્રયત્નો સફળ થાય, દૂરદેશથી તમારા માટે સારા સમાચારો મળતા આનંદની અનુભૂતિ થાય, સૂર્યનું સાતમે ભ્રમણ ભાગીદારીના ધંધામાં તટસ્થ નિર્ણયો લઈ શકો.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં સફળતા મળે.
સિંહ : આઠમાં સ્થાને ચંદ્ર દરેક નિર્ણયો લેવામાં પરિવારજનો-વડીલોની સલાહનો અમલ કરશો તો ખુબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો, સૂર્યનુ છઠ્ઠા સ્થાને આગમન કોર્ટકચેરી- શત્રુઓ પર વિજય મેળવી શકશો.
બહેનો :- દરેક કાર્ય સમજી વિચારી શાંત ચિત્તે કરવું.
કન્યા :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ દાંપત્ય જીવનમાં મધુરતા વધારનાર સારા અને સુંદર વિચારોનું આદાન-પ્રદાન કરાવનાર, મન પ્રફુલ્લિત રખાવે, સૂર્યનું પાંચમે ભ્રમણ સંતાનોના કાર્યની સફળતા વધારનાર બને.
બહેનો :- લગ્ન-ઇચ્છુકો માટે સારા પાત્રોની પસંદગીનો નિર્ણય આવે.
તુલા: છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આપની જૂની પેટની બીમારી કે અન્ય બીમારીઓમાં તકેદારી રાખશો તો સારું રહેશે, બિનજરૂરી દોડધામ ન કરવાની સલાહ છે, સૂર્ય ચોથા સ્થાને સ્થાવર મિલકતોની ઈચ્છાપૂરી કરાવે.
બહેનો :- આરોગ્યની બાબતમાં તકેદારી રાખવી પડે.
વૃશ્ચિક :- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ગુરુની રાશિમાં રહેતા સંતાનોના શિક્ષણમાં પ્રગતિ આપે, આપના અધૂરા રહેલા શિક્ષણ કે અન્ય કાર્ય પુરા થાય, સૂર્ય ત્રીજે સ્થાને આત્મબળ કે આત્મવિશ્વાસ વધારનાર બને.
બહેનો :- નવા મિત્રોનો પરિચય-સખી સહેલીને મળવાનું થાય.
ધન :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જમીન-મકાન-વાહન ને લગતા કાર્યો પુરા કરવામાં મદદ મળે, નવી વસ્તુની
બહેનો :- માતૃપક્ષે જવાનું થાય. નોકરિયાત વર્ગ માટે સારું રહે.
મકર :- ભાગ્ય ભુવનમાં આવી રહેલ ચંદ્ર ધાર્મિક કાર્યની સાથે સામાજિક કે સેવાકીય કાર્યમાં પ્રવૃત રાખે, જલમાર્ગથી સારો લાભ થાય, બુધનું બારમી રાશિમાં આગમન મહત્વના નિર્ણયો લેવામાં સફળતા આપે, શુક્રનું બારમે ભ્રમણ સ્ત્રી વર્ગ પાછળ ખર્ચ થાય.
બહેનો :- વર્ષોથી અધૂરી રહેલી ધર્મકાર્યની ઈચ્છા પૂરી થાય.
કુંભ :- આઠમા સ્થાને ચંદ્ર શનિની રાશિમાં રહેતા વડીલવર્ગ કે અન્ય વૃદ્ધ લોકો ની મર્યાદા જાળવવી, વાણી પર નિયંત્રણ રાખવું, બુધ નું બારમે ભ્રમણ અચાનક લાભદાયક રક્ષણ આપી શકે, શુક્રનું લાભસ્થાને ભ્રમણ ના ધાર્યા હોય એવા લાભ મળે.
બહેનો :- દરેક કાર્ય માટે ધીરજ અને એકાગ્રતાની જરૂર પડે.
મીન :સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ દાંપત્યજીવન-ભાગીદારી અને ધંધાકીય ક્ષેત્રમાં ખુબજ સારું પડે, મનની પ્રફુલ્લિતતા વધે, બુધનું લાભસ્થાને ભ્રમણ જૂના નાણાં છૂટા થાય, સંતાન માટે સારું, શુક્રનું દશમાં સ્થાને ભ્રમણ રાજયોગ જેવુ સુખ આપે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે જલ્દી માંગલિક કાર્ય પૂરા થાય, ગૃહિણીને સારું રહે.
વાસ્તુ:- સોમવાર તથા શનિવારે પૂર્વ દિશામાં યાત્રા-પ્રવાસ કરવો નહીં, અવરોધ જણાય.
Recent Comments