fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે I CITY WATCH NEWS

તા-૧૬-૦૧-૨૦૨૨ થી તા-૨૨-૦૧-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાઈ, ભાંડું, સહોદરથી ખુબ સારું સુખ, સાહસ, વૃદ્ધિ કરાવનાર અબેન, ધાર્મિક કાર્યક્ર્મોમાં ભાગ લેવાનું થાય, મંગલ ભાગ્ય સ્થાને આવતા પરદેશથી ભાગ્યોદયની ઉત્તમ તક આવી શકે.
બહેનો :- ધાર્મિક, સામાજીક અને વ્યવહારિક કાર્ય પુરા થાય.

વૃષભ :- બીજા સ્થાનમાં ચંદ્ર આપના પરિવારજનો સાથે વધુ સમય વ્યતીત કરવાનો પરિવારમાં અગત્યના નિર્ણયો લેવાનો શુભ અવસર પ્રદાન કરે, મંગળનું આઠમા સ્થાને આગમન, આગ, અકસ્માત, વિદ્યુત પ્રવાહની ખુબ સાવધાની રાખવી.
બહેનો :- નાના મોટા પ્રવાસ, પર્યટનનો આનંદ લઇ શકો.

મિથુન :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ મન ઉપરથી ઘણો વધો ભાર હળવો કરે, દરેક વાતમાં સ્પષ્ટ પણે જવાબ અને નિર્ણયો લેવાની સરળતા રહે, મંગળનું સાતમે આગમન રંગ, રસાયણનાં ધંધામાં ખુબ સારું.
બહેનો : દામ્પત્ય જીવનમાં દરેક વાતનો સહેલાઈથી ઉકેલ આવે.

કર્ક :- બારમાં ભુવનમાં બુધની રાશિમાં ચંદ્રનું ભ્રમણ વ્યાપાર વૃદ્ધિ માટે અથવા ધંધાના કાર્યમાં ખર્ચ વધવાની શક્યતા વધારે, થોડી મુસાફરી પણ થાય, મંગળનું છઠે ભ્રમણ જુના રોગોમાંથી મુક્તિનો શ્વાસ લઇ શકો.
બહેનો :- ખર્ચ ઉપર લગામ નહિ રાખો તો પસ્તાવું પડે.

સિંહ : લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ આપના જુના મિત્રો, અંગત સ્વજનોને મળવાનો આનંદ, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તો સારો લાભ આપે, મંગળનું પાંચમે ભ્રમણ સંતાનોની સફળતાનાં શુભ સમાચાર મળે.
બહેનો :- મિત્રો સહેલીઓ અને સંતાનનાં કાર્યમાં વ્યક્ત રહેવાનું બને.

કન્યા :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ સરકારી કાર્ય, રાજકીય કાર્ય અને નોકરી ધંધાના કાર્યમાં પ્રગતી કરાવનાર ઉદ્યોગ ધંધા માટે સારું અને ખાસ મંગળ ચોથા સ્થાન જમીન, મકાન, સ્થાવર મિલકતનાં કાર્ય સંપન્ન થાય.
બહેનો :- ગૃહ ઉદ્યોગનાં ક્ષેત્રમાં નવા પ્રગતીનાં પગથીયા ચડી શકો.

તુલા: ભાગ્ય ભુવનમાં ચંદ્ર જળ માર્ગે, આયાત નિકાસના ધંધામાં અને વિવિધ સંસ્થાઓના કાર્યમાં તમારા આર્થિક બોઝને હળવો કરે, ધર્મ પ્રત્યે શ્રધ્ધા વધે, મંગળનું ત્રીજે ભ્રમણ અચાનક ભાગ્યોદયની તક આવી ચડે.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમોમાં લાગ ભાગ લેવાની ઈચ્છા પૂર્ણ થાય.

વૃશ્ચિક :- આઠમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા બિન જરૂરી વાળ વિવાદથી દુર રહેવું, કોઈ પણ વ્યક્તિના જામીન કે સાક્ષી થવું નહિ, આવક જળવાય રહે, મંગળનું બીજે ભ્રમણ પરિવારજનોથી પૂર્ણ સહયોગ અપાવનાર બને.
બહેનો :- વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી, મૌન રહેવાનું પસંદ કરવું.

ધન :- સાતમાં સ્થાનમાં ચંદ્ર ભાગીદારીમાં ધંધો કરતા હોય તો તમારા માટે સારા સમાચાર લાવનાર, દામ્પત્ય જીવનમાં પણ અગત્યના પ્રશ્નોનું સાચું સમાધાન મળે, મંગળ
આપની રાશિમાં આવતા શાંત ચિતે દરેક કાર્ય કરવું, આત્મશક્તિ વધે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારી વાતચિત આવે, ગૃહિણીને સારું રહે.

મકર :- છઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વાયરલ બીમારીઓમાં સાવધાની રાખવી, કોર્ટ કચેરી નાં કાર્યમાં બહુ દોડધામ ન કરવી, મોસાળ પક્ષના કામ થાય, મંગળનું બારમાં સ્થાને ભ્રમણ દરેક વાતમાં સમજીને ચાલવું જરૂરી.
બહેનો :- જુના રોગ, પીડામાંથી મુક્ત થવાનો ઉપાય મળતા રાહત થાય.

કુંભ :- પાંચમાં સ્થાનમાં ચંદ્ર નવા નવા સ્ત્રી મિત્રો સાથે ઓળખાણ થાય, કુણા મિત્રોને મળવાનો અને એના સોપેલા કાર્ય કરવામાં સમય આપવો પડે, મંગળનું લાભ સ્થાને ભ્રમણ અચાનક ફસાયેલા નાણા છુટા થઇ શકે.
બહેનો :- અભ્યાસ માટે અધૂરા રહેલા સપનાઓ પુરા કરવાની ઇચ્છા પૂર્ણ થાય.

મીન :- ચોથા સ્થાનમાં ચંદ્ર તમારા ભૌતિક સુખ, સગવડોમાં વધારો કરાવે, ધંધાકીય કાર્યમાં સારી આવક થતા નવા ધંધા માટે વિચારી શકો, મંગળે દશમે આગમન જમીન મકાનના ધંધામાં હોય તો તેજી આવે. ઉદ્યોગમાં લાભ.
બહેનો :- માતૃપક્ષે જવાનો આનંદ વધે, નવી ખરીદીનો ચાન્સ વધે, સુખ વધે.

વાસ્તુ:- રવિવાર તથા શુક્રવારે પશ્ચિમ દિશાના પ્રવાસ કરવાનું જરૂરી ન હોય તો ટાળવું જોઈએ, જવું પડે એમ હોય તો ઓમ હિમ સૂર્યાય નમઃ નાં જાપ કરી જવું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/