કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
તા-27-02-2022 થી તા-05-03-2022 સુધીનું રાશીફળ.
મેષ :- બપોર સુધી ભાગ્યભુવનમાં રહેલ ચંદ્ર ભાગ્યોદય માટે ઉત્તમ તક આપે, પછી દશમાં સ્થાનમા સપ્તાહના મદયમાં સારી આવક આપનાર બને, દશમાં સ્થાને શુક્રનું આગમન મંગળ-ચંદ્ર-શુક્ર ખુબજ સારી પ્રગતિ કરાવે.
બહેનો :- અધૂરા રહેલા ધર્મકાર્યો પૂરા થાય, યાત્રા થાય.
વૃષભ :- આઠમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ વાણીની તાકાત મજબૂત કરનાર અને મદ્યાન પછી ભાગ્યસ્થાનમા ધીમી છતાં સારી ભાગ્યોદયની મહેનત કરાવનાર, શુક્રનું ભાગ્ય સ્થાને આગમન અચાનક ભાગ્યોદય આપે.
બહેનો :- દરેક બાબત સમજી વિચારી અને પછી નિર્ણયો જાહેર કરવા.
મિથુન :- સાતમા સ્થાનમા ચંદ્ર દાંપત્યજીવનમાં ધાર્મિકવૃત્તિ અને ધર્મકાર્ય બાબતના નિર્ણય લેવડાવે, ભાગીદારી માટે સારી વ્યક્તિનો પરિચય થાય, શુક્રનું આઠમા સ્થાને આગમન પત્નીના વારસાઈ પ્રશ્નો લાવે.
બહેનો : લગ્નઇચ્છુકો માટે સારી વાતચીત આવે, ગૃહિણીને લાભ.
કર્ક :- છઠ્ઠા સ્થાનમા ચંદ્ર મોસાળપક્ષના કાર્ય પૂરા કરવામાં થોડી દોડાદોડી રહે, મધ્યાન પછી સાતમે આવી રહેલ ચંદ્ર માનસિક શાંતિનો અનુભવ કરાવે, ચંદ્ર-મંગળ -શુક્રની યુતિ સાતમે જીવનના અગત્યના નિર્ણયો આપે.
બહેનો :- આરોગ્ય બાબતની ચિંતા હળવી થતાં રાહતનો શ્વાસ લઈ શકો.
સિંહ : પાચમાં સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સંતાનોનું શિક્ષણ કે આપના અધૂરા રહેલા શિક્ષણ પૂરા કરવામાં મદદરૂપ બને, નવા સ્ત્રી-મિત્રોનો પરિચય થાય, ચંદ્ર-મંગળ-શુક્રનું આગમન જૂના રોગોમાં સંભાળવું.
બહેનો :- મધ્યાન પછી નાની-મોટી મુસાફરી કરવી પડે.
કન્યા :- ચોથા અને પાચમાં સ્થાન વચ્ચે ચંદ્રનું ભ્રમણ દરેક પ્રકારના સુખ-સાયબી અને સગવડોમાં વધારો કરનાર સંતાનો થી સારું, ચંદ્ર-મંગળ-શુક્રની પાચમે યુતિ સ્ત્રી મીત્રોથી સારો લાભ આપી શકે.
બહેનો :- સખી-સહેલી-મિત્રોને મળવાનો આનંદ વધે.
તુલા: મધ્યાન પછી ચોથા સ્થાનમા ચંદ્ર ધંધાકીય રીતે અને ખાસ બાગ-બગીચા અને વાડી-ખેતીને લગતા કાર્યમાં વેગ આપે, વાહનસુખની ઈચ્છા પૂરી થાય, ચંદ્ર-મંગળ-શુક્રની યુતિ ચોથે સ્થાવર મિલકત આપે.
બહેનો :- માતૃપક્ષથી શુભ સમાચાર મળે, મોસાળ થી લાભ.
વૃશ્ચિક :- બીજા સ્થાનમાથી ત્રીજા સ્થાનમા આવી રહેલ ચંદ્ર સાહસવૃત્તિ અને પરાક્રમમાં વધારો કરે, ભાગ્યોદય માટે તમારી મહેનત ચાલુ રાખશો તો સિદ્ધિ મળશે,
શુક્રનું ત્રીજા સ્થાને આગમન ભાગ્યનીદેવી કૃપા વરસાવે.
બહેનો :- આર્થિક જરૂરિયાત અને ધાર્મિક કાર્યની ઈચ્છા પૂરી થાય.
ધન :- બીજા સ્થાનમા ચંદ્ર પરિવારમાં નાના-મોટા પિકનિક પ્રવાસ અને પારિવારિક કાર્ય માટે પ્રવાસ-મુસાફરી કરાવે, નાણાકીય રીતે સમય સ્થિર રહે, શુક્રનું બીજે ભ્રમણ ભવિષ્યના આર્થિક લાભ કરાવે.
બહેનો :- સૌમ્ય વાણી દ્વારા તમારા વ્યક્તિત્વનો વિકાસ કરી શકો.
મકર :- આપની રાશિમાં બપોર પછી ચંદ્રનું આગમન થતું હોય ખુબ જ સાવધાની પૂર્વકની વાણી વિચાર અને મુદ્દાઓ રજુ કરવા, ક્યાય ઉગ્ર થવું નહિ, શુક્રનું આપની રાશિમાં ભ્રમણ દામ્પત્ય જીવન, ભાગીદારીમાં ધ્યાન રાખવું
બહેનો :- મનને સ્થિર રખવા યોગ, પ્રાણાયામનો સહારો લેવો.
કુંભ :- લાભ સ્થાનમાંથી વ્યય ભુવનમાં ચંદ્ર શુક્રનું આગમન પત્ની,સ્ત્રી વર્ગ કે અન્ય વ્યવહારિક ખર્ચમાં વધારો થાય, દામ્પત્ય જીવનમાં શુક્ર સારો રહે, પરંતુ અન્ય બાબતમાં હરવા ફરવા પાછળ ખર્ચમાં વધારો થાય.
બહેનો :- બિનજરૂરી મુસાફરી કે ખર્ચ પાછળ ધ્યાન રાખવું.
મીન : લાભ સ્થાનમાં આવી રહેલ ચંદ્ર સંતાન, મિત્રો અને સ્નેહીજનોથી ખુબ સારા લાભ આપે, નાણાકીય રીતે સારું રહે, ચિંતાઓ ઓછી થાય, શુક્રનું લાભ સ્થાને ભ્રમણ સ્ત્રીમિત્રોને મળવાનું થાય, લાભ કર્તા સમય રહે.
બહેનો :- જુના મિત્રો, સહેલીઓની અચાનક મુલાકટ આનંદ આપે.
વાસ્તુ:- પાંચમના દિવસે પ્રવાસ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે.
Recent Comments