fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા-10-07-2022 થી તા-16-07-2022 સુધીનું રાશીફળ.

મેષ :-
ચંદ્ર- ચંદ્રનું આઠમે ભ્રમણ વાણી-વર્તન-વિચારોને કાબુમાં રાખવા.
શુક્ર- શુક્રનું ત્રીજા સ્થાને ભ્રમણ દૈવી ઉપાસના પ્રબળ બનાવે, પરદેશથી લાભ રહે.
સૂર્ય- સૂર્ય ચોથા સ્થાને આવતા સ્થાવર મિલકત-પૈતૃક સંપત્તિના કાર્ય થાય.
બુધ- ચોથા સ્થાને મોસાળપક્ષના કાર્ય સારી રીતે પૂરા કરી શકો.
બહેનો :- વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી પડે.

વૃષભ :-
ચંદ્ર- સાતમા સ્થાને આવતા ભાગીદારી-દાંપત્યજીવનમાં સરળતા રાખવી.
શુક્ર- શુક્ર બીજા સ્થાને આવકમાં વધારો કરનાર, પરિવારમાં આનંદ વધે.
સૂર્ય- સૂર્ય ત્રીજા સ્થાનમા આંતરિક મનોબળઆત્મવિશ્વાસ વધારે.
બુધ- બુધનું ત્રીજે આગમન આગામી સમયમાં ભાગ્યોદયની તક લાવે.
બહેનો :- લગ્નઇચ્છુકોને નિર્ણયો લેવામાં સાવધાની રાખવી.

મિથુન :-
ચંદ્ર- ચંદ્ર છઠા સ્થાનમા રહેતા આરોગ્ય બાબત સાવધાની રાખવી જરૂરી બને.
શુક્ર- આપની રાશિમાં શુક્રનું આગમન લગ્નઈચ્છુકો માટે ઉત્તમ પરિણામ આપે.
સૂર્ય- સૂર્ય બીજા સ્થાને રહેતા આવક વધારવા પ્રયત્ન કરવા પડે.
બુધ- બુધ બીજા સ્થાને આવતા ધંધાકીય બાબત યોગ્ય રહે.
બહેનો :- સ્ત્રી-રોગો કે જૂના રોગો બાબત વધુ સાવધાની રાખવી.

કર્ક :-
ચંદ્ર- ચંદ્ર રાશિનો સ્વામિ પાચમે સંતાનોના શિક્ષણ બાબત વિચારો વધે.
શુક્ર- બારમાં સ્થાને શુક્ર સ્ત્રી-વર્ગ-ભૌતિક સાધનની ખરીદીમાં ખર્ચ થાય.
સૂર્ય- આપની રાશિમાં સૂર્યનું આગમન વિચારોને મજબૂત બનાવે.
બુધ- આપની રાશિમાં બુધનું ભ્રમણ ઘણાબધા શ્રેષ્ઠ નિર્ણયો લેવડાવે.
બહેનો :- અધૂરા રહેલા દરેક કાર્યો મિત્રોના સહકારથી પૂરા થાય.

સિંહ :-
ચંદ્ર- ચ્ંદ્રનું ચોથા સ્થાનમા ભ્રમણ માતૃપક્ષના કાર્યોમાં વ્યસ્ત રખાવે.
શુક્ર- લાભસ્થાને શુક્રનું આગમન સ્ત્રી-વર્ગથી સારો લાભ મળી શકે.
સૂર્ય- વ્યયભુવનમાં સૂર્ય આવતા વડીલવર્ગ માટે ખર્ચમાં વધારો થાય.
બુધ- વ્યયભૂવનમા સૂર્ય-બુધની યુતી ખોટા નિર્ણયો ન લેવડાવે તે જોવું.
બહેનો :- સુખ-સગવડોમાં વધારો કરવામાં વિલંબથી કાર્ય થાય.

કન્યા :-
ચંદ્ર- ચંદ્રનું ત્રીજા સ્થાનમા ભ્રમણ આવતા ધર્મકાર્યમાં શ્રદ્ધા વધે.
શુક્ર- દશમાં ભુવનમાં ઘણા બધા સારા લાભની પ્રાપ્તિ કરાવે.
સૂર્ય- લાભસ્થાને સ્થાવર મિલકત અને પૈતૃક સંપતિ અપાવે.
બુધ- લાભસ્થાને આવતા સંતાનોના શિક્ષણમાં યોગ્ય નિર્ણય આવે.
બહેનો :- ભાઈ-ભાંડુનો યોગ્ય સાથ-સહકાર કાર્યમાં વેગ આપે.

તુલા:-
ચંદ્ર- ચંદ્રનું બીજા સ્થાનમાં ભ્રમણ પરિવાર સાથે નાના-મોટા પ્રવાસ થાય.
શુક્ર- ભાગ્યસ્થાનમાં ભાગ્યની દેવીની કૃપા પ્રાપ્ત કરી શકો.
સૂર્ય- દશમાં ભુવનમાં રાજકીય અને સરકારી સબંધો મજબૂત બને.
બુધ- દશમાં સ્થાને સૂર્ય બુધ સાથે રહેતા આવકમાં વૃદ્ધિ કરે.
બહેનો :- પરિવારમાં તમારું સન્માન સચવાય પરંતુ મૌન જરૂરી બને.

વૃશ્ચિક :
ચંદ્ર- ચંદ્રનું આપની રાશિમાં ભ્રમણ નિર્ણયશક્તિનો અભાવ આપે.
શુક્ર- આઠમા સ્થાને આવતા પત્નીના પિયરપક્ષના પ્રશ્નો આવી શકે, સ્ત્રી-વર્ગના વાદ-વિવાદથી બચવું.
સૂર્ય- ભાગ્યસ્થાનમાં સૂર્યનું આગમન ભાગ્યોદય માટે સારું રહે.
બુધ- સૂર્ય-બુધની ભાગ્યસ્થાનમા યુતી પરદેશથી સારી તક લાવે.
બહેનો :- મનની સ્થિતી ડામાડોળ રહેવાની શક્યતા વધે.

ધન :-
ચંદ્ર- ચંદ્રનું વ્યયભુવનમાં ભ્રમણ ન ધાર્યા હોય તેવા ખર્ચ આવે.
શુક્ર- શુક્રનું સાતમા સ્થાને આગમન જીવનમાં ખુશાલી લાવે.
સૂર્ય- આઠમા સ્થાને આવતા દરેક કાર્ય સમજદારીપૂર્વક કરવું.
બુધ- બુધનું આઠમે ભ્રમણ સૂર્ય સાથે વડીલોથી વિવાદ ટાળવો.
બહેનો :- બિનજરૂરી ખર્ચ વધતો હોય તેવું બને, મુસાફરીમાં સંભાળવું.

મકર :-
ચંદ્ર- ચ્ંદ્રનું છઠા સ્થાને ભ્રમણ આર્થિક બાબતોમાં લાભ રહે.
શુક્ર- શુક્રનું છઠ્ઠા સ્થાને આગમન ગુપ્તમાર્ગના રોગોમાં સાચવવું.
સૂર્ય- સાતમા સ્થાને સૂર્ય દાંપત્યજીવનમાં સારું રહે, પ્રેમ વધે.
બુધ- સાતમા સ્થાને બુધ ભાગીદારી માટે સારી તક લાવનાર બને.
બહેનો :- સંતાનોના શિક્ષણ બાબત ચિંતા હળવી થાય.

કુંભ :-
ચંદ્ર- ચંદ્રનું દશમાં સ્થાને આગમન નોકરિયાત વર્ગને થોડું સંભાળવું પડે.
શુક્ર- શુક્રનું પાચમે આગમન નવા-નવા સ્ત્રી-મિત્રોની મુલાકાત થાય.
સૂર્ય- છઠા સ્થાને સૂર્ય જૂના રોગોમાં રાહત આપનાર બને.
બુધ- બુધનું છઠે આગમન કોર્ટ-કચેરીના કાર્ય પૂરા કરાવે.
બહેનો :- પિતૃપક્ષ તરફથી કોઈનું આગમન થાય.

મીન:-
ચંદ્ર- ભાગ્યભુવનમાં ચંદ્ર પરદેશના કાર્યમાં અવરોધ આપનાર બને.
શુક્ર- શુક્રનું ચોથા સ્થાને ભ્રમણ સુખ-સાગવડમાં વધારો કરે.
સૂર્ય- સૂર્યનું પાચમાં સ્થાને આગમન સંતાનોની કારકિર્દી માટે શ્રેષ્ઠ રહે.
બુધ- સૂર્ય-બુધની યુતી જૂના મિત્રો-શિક્ષણ જગતથી લાભ રહે.
બહેનો :- ધાર્મિક કાર્ય અને સેવાકીય કાર્યમાં શ્રદ્ધાપૂર્વક જોડાવાનું બને.

વાસ્તુ:- શનિની વક્રગતિથી મકરરાશિમાં પ્રવેશ થતાં ધન-મકર-કુંભ ને સાડાસાતી કર્ક-વૃશ્ચિક-મિથુન-તુલાને શનિની ઢૈયા રહેતા ધન-મકર-કુંભ-મીન-મિથુન-કર્ક-વૃશ્ચિક રાશીને સંભાળવું પડે.
ઉપાય:- શનિમંદિરે તેલ ચડાવવું, દીવો પ્રગટાવવો- શનિ સબંધિત દાન-પુણ્ય શનિ સબંધિત દાનપુણ્ય શનિ ચાલીસા-હનુમાનજીની ઉપાસના-ગરીબોની સેવા લાભ આપે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/