fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા૨૪-૦૭-૨૦૨૨ થી તા૩૦-૦૭-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :-
બીજા સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ ધન-પરીવાર સ્થાનમાં થતાં આર્થિક રીતે ખૂબ જ સારા લાભ આપનાર, પરીવારમાં તમારી વાણીનો પ્રભાવ પડે. અવનવા સ્થળોએ પ્રવાસ-પર્યટન નો આનંદ તમે લઈ શકો.
બહેનો :- તમારી સરળતા-સૌમ્યતા પરિવારમાં સન્માન અપાવે. (લાલ રંગના ધાન્યથી પૂજા)

વૃષભ :- આપની રાશીમાં ચંદ્રનું ઉચ્ચરાશીમાં ભ્રમણ રહેતા વિચારોમાં સુંદરતા- સ્થિર મન – નિર્ણયો લેવામાં સરળતા અને દાંપત્ય જીવન કે ભાગીદારીમાં ખુબજ સારૂ રહે. નવા નવા સારા વિચારોને સ્થાન મળે.
બહેનો :- લગ્ન ઇચ્છુક માટે યોગ્ય પાત્રની પસંદગી થાય-સારૂ રહે. (સફેદ વસ્તુ કે દૂધ સાકર થી પૂજા)

મિથુન :- વ્યય ભુવનમાં ચંદ્ર બિનજરૂરી ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખવું છતાં પ્રવાસ-મુસાફરી કે અન્ય પારિવારીક જીવનમાં ખર્ચનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહે. મુસાફરી દરમીયાન સાચવવું પડે.
બહેનો :- જરૂર હોય એ પ્રમાણે વસ્તુની ખરીદી કરશો તો સારૂ રહેશે. (મગ-લીલોતરી થી પૂજા)

કર્ક :- લાભસ્થાનમાં ચંદ્ર આપને અચાનક કોઈ લાભદાયક સમાચાર કે લાભની ક્ષણ આપી શકે. સ્ત્રી મિત્રો દ્વારા તમારા દરેક કાર્યમાં પૂરો સહયોગ પ્રાપ્ત થાય, ગમતી વ્યકતીથી મુલાકાત થાય.
બહેનો :- સંતાનો તરફથી પૂર્ણ પ્રેમ અને સહયોગ મળે. (ધૂધ-પાણી થી પૂજા)

સિંહ :- દશમાં કર્મભૂવન માં ચંદ્ર માતા-પીતા તરફથી સાથ-સહકાર સહાનુભુતી અને આશીર્વાદ પ્રાપ્ત થતા દરેક કાર્યમાં તમારી પ્રગતીના સોપાન સાર કરવાની પ્રેણના મળે. આર્થીક રીતે સારૂ રહે.
બહેનો :- પોતાના કારી-ક્ષેત્રમાં સારી પ્રગટી કરવાનો અવસર મળે. (કેસરવાળા દૂધ કે પીળા ફૂલથી પૂજા)

કન્યા :- ભાગ્ય સ્થાનમા ચંદ્ર ધાર્મિક કાર્ય – સામાજીક – સેવાકીય કાર્યમાં અને વ્રત ઉત્સવોમાં સમય સારી રીતે પસાર કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય , ભાગ્યોદય માટે કરેલી મહેનત પૂર્ણ કરવાનો સંતોષ રહે.
બહેનો :- ભાઈ-ભાંડુ ને મળવાનું થાય , ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે. (મગનું પાણી – બીલીપત્રથી પૂજા)

તુલા:- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ ચાલતું હોય ધન સ્થાન ઉપર દષ્ટી રહેતા તમારા આવકના દરવાજા ખુલ્લા રહે, ધંધાકીય રીતે પણ સારી નાળાકીય સગવડ વધે. પરિવારનું સુખ પ્રાપ્ત થાય.
બહેનો :- પ્રવાસ-પર્યટન પીકનીક ની મજા માની શકો. (ચોખા સફેદ ધાન્ય – સાકરવાળા જળથી પૂજા)

વૃશ્ચિક :- સાતમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરણિત વ્યક્તીઓ માટે પ્રેમ, હુંફ, સહકાર અને આત્મીયતાનો અનુભવ કરાવે, નાણાકીય વ્યવહાર સચવાય – ભાગીદારીમાં નવા સાહસનો વિચાર વધે.
બહેનો :- લગ્ન જીવન અને જાહેર જીવનમાં ખૂબ સારૂ રહે, પ્રસન્નતા વધે. (મધ – મસૂરની દાળ – ગોળના પાણીથી પૂજા)

ધન :- છઠ્ઠા સ્થામાં ચંદ્ર કોર્ટ-કચેરી ને લગતા કાર્ય – મોસાળ પક્ષના કાર્ય માટે તમારી દોડધામનું યોગ્ય પરિણામ મળતા વધુ ઉત્સાહથી કાર્ય કરવાનું મન રહે. આરોગી બાબત સારૂ રહે.
બહેનો :- જૂના રોગોમાં રાહત રહેતા ચિંતા હળવી થાય. (હળદર – ચંદન વાળા દૂધથી પૂજા)

મકર :- પાંચમા સ્થાને ચંદ્ર્નું ભ્રમણ શિક્ષણ ક્ષેત્રે નામના વધારનાર. તમે કરેલા અભ્યાસનો યોગી ઉપયોગ સફળતા અને લાભ સુધી લઈ જનાર – મિત્રતા અને ઓળખાણનો પૂરો લાભ મળી રહે.
બહેનો :- સખી, સહેલી, મિત્રોથી આનંદદાયક સમાચાર મળે. (કાળા તલ – કાળા તલનું તેલથી પૂજા)

કુંભ :- ચોથા સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ સુખ-સગવડો આપનાર , ખેતીવાડી-ફાર્મ હાઉસ કે આની જમીનને લગતા ધંધામાં અને જલતત્વથી જોડાયેલ વસ્તુના ધંધામાં સારી આવક વધારનાર.
બહેનો :- પિત્રૂપક્ષે શુભ કાર્યનું આયોજન – નોકરીયાત માટે સારે તક રહે. (જાવ – કમોદ – કાળા તલ વાળું દુધ-જળથી પૂજા)

મીન:- ત્રીજા સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ રહેતા સાહસ-પરાક્રમ અને અંદરથી હીમતમાં વધારો થાય. ધર્મ કાર્યમાં તમારૂ મન સ્થિર રહે. પરદેશને લગતા કાર્ય અને પરદેશથી લાભદાયક સમાચાર મળે.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફથી યોગી દીશા અને પ્રેણના મળે. (કેસર-ચંદન-હળદરવાળા દુધ જળ , પીળા ફૂલથી પૂજા)

વાસ્તુ:- ગ્રહોની પીડામાથી મુક્ત થવા ભગવાન શિવ ઉપર શ્રાવણ માસ દરમ્યાન વિવિધ દ્રવ્યોથી પૂજા કરવાથી અનેક પ્રકારના લાભ મળે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/