fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૩૧-૦૭-૨૦૨૨ થી તા ૦૬-૦૭-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોની પ્રગતી માટે સારો સમય આપે. નવા-નવા મિત્રો , શિક્ષણ ક્ષેત્રથી પરિચય વધે. મિત્રોથી લાભ સારો રહે. બુધનું પાંચમે આગમન સારા નિર્ણયો લેવામાં મદદ કરે.
બહેનો :- અધૂરા રહેલા અભ્યાસના કાર્યો પૂર્ણ થાય.

વૃષભ :- ચોથા સ્થાને ચંદનું ભ્રમણ સુખ સ્થાનમાં રહેતા ભૌતિક સુખ, માતા-પીતાનું સુખ, ખેતીવાડી જમીન , સ્થાવર મિલકતનું સુખ વધારનાર બને. બુધનું પણ ચોથા સ્થાને ભ્રમણ આવતું હોય મિલકતના દસ્તાવેજોનું કારી થાય.
બહેનો :- મોસાળ પક્ષમાં પ્રસંગોચિત જવાનું બને, આનંદ વધે.

મિથુન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સૂર્યની રાશીમાં રહેતા સાહસ, પરાક્રમ અને હિમતમાં વધારો કરે. આદ્યાત્મિક પ્રવૃતીમાં વધારો થાય. બુધનું ત્રીજે ભ્રમણ ભાઈ-ભાંડુ તરફથી દરેક કાર્યોમાં સહયોગ મળે.
બહેનો :- આત્મવિશ્વાસ અને શ્ર્ધામાં વધારો થાય. દિશા મળે.

કર્ક :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારીક જીવનમાં માન-સમ્માન મળે. પરિવારજનો સાથે નાના-મોટા પ્રવાસ-પર્યટનનું આયોજન થાય. બુધનું બીજા સ્થાને આગમન નાણાકીય રીતે ખૂબ સારું રહે.
બહેનો :- પરિવાર સાથે આનંદની ક્ષણો વ્યતીત થાય.

સિંહ :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ રહેતા સારા અને તટસ્થ નિર્ણયો લઈ શકો. દાંપત્ય જીવનમાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મળે. બુધ આપની રાશીમાં નવી ભાગીદારીના ચાન્સ આપે.
બહેનો :-

કન્યા :- બારમાં વ્યયભુવનમાં ચંદ્રનું ભ્રમણ બિન-જરૂરી ખર્ચ કરવામાં ધ્યાન રાખવું જરૂરી બનશે. પ્રવાસ-મુસાફરીમાં પણ વિશેષ કાળજી લેવી. બુધનું વ્યય ભુવનમાં આગમન ધંધાકિય ખર્ચમાં વધારો થાય.
બહેનો :- દરેક નિર્ણયો સમજી વિચારીને કરવા, આરોગ્ય સાચવવું.

તુલા:- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારના આર્થિક લાભ આપે. જૂના રોકાયેલા નાણાં પરત લાવવાના પ્રયત્નો સફળ થઈ શકે. બુધનું લાભ સ્થાને આગમન શિક્ષણ જગતથી ખુબા જ સારો લાભ મળે.
બહેનો :- જૂના મિત્રો-સખી સહેલીને મળવાનો આનંદ રહે.

વૃશ્ચિક :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ કાર્યક્ષેત્ર – ઉધ્યોગ ધંધા કે નોકરીયાત વર્ગને ખુબ જ સારા પ્રગતીના સોપાન સાર કરાવે. આર્થિક રીતે સારૂ રહે. બુધનું દશમે આગમન ધંધાનું કાર્ય-નવી યોજનાનો લાભ મળે.
બહેનો :- નોકરીયાત વર્ગ કે ગૃહ ઉધ્યોગના ધંધામાં કમાણી સારી રહે.

ધન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દૂર દેશથી સારા ભાગ્યોદયની તક લાવનાર હોય ઝડપી લેવાનું કાર્ય તમારું રહશે. ધર્મકાર્ય સારા થાય. બુધનું ભાગ્ય સ્થાને આગમન શિક્ષણથી ભાગ્યોદય લાવનાર બને.
બહેનો :- ધર્મયાત્રા-તીર્થયાત્રા-દેવદર્શન નો લાભ મળે.

મકર :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વાણી-વર્તનમાં વિનય રાખશો. પરિવારમાં શાંતી જળવાય તેવા પ્રયત્ન માટે શાંત રહેવું જરૂરી. બુધ આઠમાં સ્થાને આવતા કોઈના સાક્ષી કે જામીઙ્ગીરીમાં પડવું નહી, સાવધાન રહેવું.
બહેનો :- વાહન ચલાવવામાં કે દરેક કાર્યમાં ધીરજ જરૂરી બને.

કુંભ :- સાતમા સ્થાનમાં ચંદ્ર આપની દરેક ઇચ્છાઓ અને કામનાઓની પૂરતી કરનાર, દાંપત્ય જીવનમાં સમસ્યાઓને દુર કરનાર. બુધનું સાતમે ભ્રમણ નવા સંબધોમાં પ્રાણ પુરવાનું કાર્ય કરે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારી પસંદગી થાય. દાંપત્ય જીવનમાં સારૂ રહે.

મીન:- છઠ્ઠા સ્થાને ચંદ્ર શત્રુઓ ઉપર વિજય અપાવે. છુપા શત્રુઓને પરાસ્ત કરી શકો. જૂના રોગોની પીડામાથી મુક્તી મળતા આનંદ વધે. બુધ પણ છઠે આવતા કોર્ટ-કચેરીના કાર્યને સારો વેગ મળે.
બહેનો :- કાયમી બીમારીની પીડામાં નવા રસ્તાઓ મળે.

વાસ્તુ:- શ્રાવણ માસમાં આરોગ્ય પ્રાપ્તી માટે મૃત્યુંજય મંત્ર કે અઘોર મંત્રના જપ કરવામાં આવે અને એ જળ દર્દીને પીવડાવવામાં આવે તો બિમારીનો નિકાલ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/