fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૨૨-૦૧-૨૦૨૩ થી તા ૨૮-૦૧-૨૦૨૩ સુધીનું રાશીફળ.

મેષ :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ કર્મસ્થાનમાં રહેતા તમારા કાર્યક્ષેત્રનો વિકાસ થાય. લોખંડ, ખનીજ અને અન્ય જૂની વસ્તુના ધંધામાં લાભ રહે. શુક્ર-શનીની લાભ સ્થાને યુતિ રહેતા ખૂબ જ સારો આર્થિક લાભ આપે.
બહેનો :- નોકરીયાત વર્ગ માટે ખૂબ જ સારા સમાચાર આવી શકે. ગૃહિણી ને સારું.

વૃષભ :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ધાર્મિક વૃતિમાં વધારો કરે. પરદેશથી અટકેલાં કાર્ય પૂર્ણતા તરફ આગળ વધે. દશમાં શાનમાં શુક્ર-શનિની યુતી તમારા માટે ખૂબ જ સારા સુખોનું નિર્માણ કરનાર બને.
બહેનો :- ધાર્મિક યાત્રા- પ્રવાસ અને ધર્મ ભાવના મજબૂત બને.

મિથુન :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વાણી ઉપર નિયંત્રણ જરૂરી બને. સ્ત્રીવર્ગ, મજૂરીવર્ગ કે અન્ય કોઈ સાથે વાદ-વિવાદથી બચવું. શુક્ર-શનિની ભાગ્યભુવનમાં યુતિ રહેતા ભાગ્યોદયની તક લાવે.
બહેનો :- બિનજરૂરી પારિવારીક ચર્ચાથી દૂર રહેવું. ધ્યાન યોગ કરવા.

કર્ક :- સાતમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દાંપત્ય જીવન, ભાગીદારીએ અને આરોગ્ય બાબત મધ્યમ રહે. ધંધાકીય નિર્ણયો લેવામાં થોડી ધીરજ રાખવી. શુક્ર-શનિની આઠમે યુતિ હોય દરેક વસ્તુ અને સ્ત્રીવર્ગથી સંભાળવું.
બહેનો :- લગ્નઈચ્છુકો માટે સમજી વિચારીને નિર્ણયો લેવા.

સિંહ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જૂના રોગોમાથી મુક્તિ અપાવે. જૂના શત્રુઓ હાવી થવા પ્રયત્ન કરશે પરંતુ ફાવી ન શકે. મોસાળપક્ષના કાર્ય થાય. શુક્રનું સાતમે ભ્રમણ લગ્નઈચ્છુકો માટે પસંદગીના દ્વાર ખુલે.
બહેનો :- સ્ત્રીરોગો માથી મુક્તિ મળે. મામા-માસીથી લાભ રહે.

કન્યા :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોની કારકિર્દી માટે ઉત્તમ સમય લાવી શકે. જૂના મિત્રોથી અચાનક મુલાકાત આનંદ આપે. શુક્ર-શનિની છઠ્ઠા સ્થાને યુતિ રોગોમાં સંભાળવું.
બહેનો :- સખી-સહેલી-મિત્રવર્ગથી આનંદદાયક સમાચાર મળે.

તુલા:- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ-સગવડો અને ખાસ સ્થાવર મિલકતના કાર્ય આસાનીથી પૂરા થાય. નોકરી બાબત સારું રહે. શુક્રનું પાંચમે ભ્રમણ નવા-નવા સ્ત્રી મિત્રોનો પરિચય કરાવે.
બહેનો :- મનોકામનાની પુર્તી થાય. સુખ-સાહબીમાં વધારો થાય.

વૃશ્ચિક :- ત્રિજા સ્થાનમાં ચંદ્ર આપને અંદરથી સારી પ્રેરણા, ધર્મ પ્રત્યે રૂચી અને ભાઈ-ભાંડુથી યોગ્ય સાથ-સહકાર આપે. શુક્ર-શનિની ચોથા સ્થાને યુતિ જમીન, મકાન, વાહનની ખરીદી શક્ય બની શકે.
બહેનો :- ભાઈ-ભાંડુના સ્નેહ-પ્રેમમાં વધારો થાય. ઈશ્વરીય કાર્ય થાય.

ધન :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારીક જીવનમાં શાંતી આપે. આપની મધુર વાણીથી બધાના હ્રદય જીતવાનો મોકો મળે. શુક્ર-શનિની ત્રિજા સ્થાને ભ્રમણ અટકેલાં તમામ કાર્યને પુરા કરી શકો.
બહેનો :- કુટુંબ-પરિવાર સાથે નાના-મોટા પ્રવાસ કે પર્યટનનો આનંદ મળે.

મકર :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ બહુ જ સમજી વિચારી મનને શાંત રાખી દરેક વસ્તુ કે વિષયમાં નિર્ણયો લેવા. દાંપત્ય જીવનમાં સારું રહે. એસએચકેઆર-શનિનું બીજે ભ્રમણ પરિવારના વડીલોથી સારું રહે.
બહેનો :- આપની દરેક ક્ષણને આનંદમાં ફેરવવા શાંત મગજ જરૂરી રહે.

કુંભ :- બારમાં વ્યયભૂવનમાં ચંદ્ર કારણ વગરની મુસાફરી કે ખર્ચ કરાવનાર. બિનજરૂરી ખર્ચમાં વધારો કરનાર બને. મુસાફરી-પ્રવાસમાં ખાસ ધ્યાન રાખવું. શુક્ર-શનિની પ્રથમ ભાગમા યુતી ઘણા બધા પ્રશ્નોનું નિવારણ લાવે.
બહેનો :- દરેક ખર્ચ કરતા પહેલા જરૂરીયાત ઉપર ધ્યાન આપવું.

મીન :- લાભ સ્થાને શનિની રાશીમાં ચંદ્ર આપને વડીલવર્ગથી લાભ. સલાહ-સૂચન અને માર્ગદર્શન આપે. સંતાનોથી પૂર્ણ સહયોગ મળે. શુક્ર-શનિ મારમે આવતા દરેક કાર્ય ખર્ચ સંભાળીને કરવા.
બહેનો :- અંગત સખી-સહેલી કે સંતાનોના કાર્યમાં વ્યસ્ત રહેવાનુ થાય.

વાસ્તુ:- મહાસુદ ચોથના દિવસે ગણપતિ ઉપાસના કરવાથી દરેક અટકેલાં કાર્ય પૂરા થાય છે અને વસંત પંચમીએ ખાસ વિદ્યાર્થી મિત્રોએ સરસ્વતી પૂજન કરવાથી લાભ રહે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/