fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૧૨-૦૨-૨૦૨૩ થી તા ૧૮-૦૨-૨૦૨૩ સુધીનું રાશીફળ.

મેષ :- સાતમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપના દાંપત્ય જીવન અને ભાગીદારીમાં લાભકર્તા બને. લાભ સ્થાનમાં સૂર્ય પિતા કે વડીલવર્ગથી સારો લાભ રહે. જૂના નાણાં છુટ્ટા થાય. શુક્રનું વ્યયભુવનમાં અણમન સ્ત્રી-વર્ગ, મોજશોખ અને આનંદ પ્રમોદ પાછળ ખર્ચ વધારે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે યોગ્ય પાત્રની પસંદગી થાય. ગૃહીણી માટે શુભ સમય રહે.

વૃષભ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર રહેતા સામાન્ય રીતે ગુપ્તભાગના રોગો, પથરી કે અન્ય એવી બીમારીમાં સાવધાની રાખવી. સૂર્યનું દશમે ભ્રમણ સરકારી વર્ગ કે સરકારી કાર્યમાં લાભ રહે. શુક્રનું લાભ સ્થાને ભ્રમણ સ્ત્રી, પુત્ર, સ્ત્રી પ્રસાધનોથી સારું રહે. લાભ મળે.
બહેનો :- આરોગ્યની ફરિયાદ દૂર થાય. મોસાળ પક્ષે જવાનું થાય.

મિથુન :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપણે સંતાનો પ્રત્યે પ્રેમ વધારનાર. નવા-નવા સબંધોની શરૂઆત આપનાર બને. સૂર્યનું ભાગ્ય સ્થાને આગમન રહેતા દૂરદેશથી ભાગ્યોદયની તક આવે. શુક્ર દશમે રાજયોગ જેવુ સુખ આપી શકે.
બહેનો :- અધૂરા રહેલા કાર્ય સખી-સહેલી કે સંતાનો દ્વારા પૂર્ણ થાય.

કર્ક :- ચોથા સ્થાનમાં ચંદ્ર શુક્રની રાશીમાં રહેતા માતૃપક્ષ, મોસાળપક્ષથી ખૂબ સારો સહકાર પ્રાપ્ત થાય. સૂર્યનું આઠમે ભ્રમણ દરેક કાર્યમાં સાવધાની રાખવી. શુક્ર ભાગી સ્થાને દૈવી કાર્ય અને પરદેશને લગતા કામમાં વેગ આપે.
બહેનો :- સુખ-સંપત્તિમાં વધારતો થાય. ગૃહિણી માટે ભૌતિક સુખ વધે.

સિંહ :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આંતરિક રીતે સાહસ કરવાનું બળ મળે. ભાગ્યોદય માટેના દરવાજા ખૂલતાં હોય એવું લાગે. સૂર્ય સાતમે રહેતા આરોગ્ય સારૂ રહે. શુક્રનું આઠમે ભ્રમણ સ્ત્રી વર્ગ સાથે વિવાદમાં ન ઊતરવું.
બહેનો :- ભાઈ-ભાંડુના સહયોગથી ધર્મકાર્ય પૂર્ણ થાય.

કન્યા :- બિજા સ્થાનમાં ચંદ્ર આર્થિક સમસ્યાઓનું સમાધાન આપનાર. પરિવારજનોએ સાથે નાણાં-મોટા પીકનિક-પ્રવાસ કરાવે. સૂર્ય છઠ્ઠે આવતા છુપા શત્રુઓ પરાજીત થાય. શુક્ર સાતમે લગ્નઇચ્છુકોના મનોરથ પૂર્ણ કરાવનાર બને.
બહેનો :- પરિવાર, કુટુંબ કે સમાજમાં તમારું ગૌરવ વધારનાર સમય રહે.

તુલા:- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ રહેતા તન-મનથી પ્રફુલ્લીત અને આનંદીત રહેવાનો અવસર મળે. સૂર્યનું પાંચમે ભ્રમણ સંતાનોના અભ્યાસ કાર્યમાં મદદ કરી શકો. શુક્રનું છઠ્ઠે ભ્રમણ જૂના રોગોમાં થોડું સંભાળવું જરૂરી બને.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં પ્રેમ, મધુરતા અને સમજણ વધે.

વૃશ્ચિક :- વ્યયભુવનમાં ચંદ્રનું ભ્રમણ આવક-જાવકની સમાનતા વચ્ચે ખર્ચ વધતો હોય એવું લાગે પરંતુ સપ્તાહના મધ્યમાં સરખું થઈ જાય. સૂર્યનું ચોથા સ્થાનમાં ભ્રમણ સ્થાવર મિલકતની ખરીદી કે કાર્ય થાય. શુક્રનું પાંચમે ભ્રમણ નવા-નવા મિત્રો આપે. સંતાન માટે સુંદર સમય રહે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ બચાવેલા પૈસાનો વ્યય કરાવે. આરોગ્ય સાચવવું.

ધન :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સગા-સબંધી, સ્નેહી મિત્રોના કાર્ય માટે વધુ સમય ફાળવવો પડે. સૂર્યનું ત્રિજા સ્થાનમાં આગમન ભાગ્યોદય માટે સારો રહે. શુક્રનું ચોથા સ્થાને ભ્રમણ દરેક કાર્યની સિધ્ધી-ભૌતિકતા વધારે.
બહેનો :- સંતાનોના અટકેલાં કાર્યને વેગ મળતા ખુશી વધે.

મકર :- દશમાં સ્થાને ચંદ્રનું ઉદ્યોગ-ધંધામાં નવી-નવી યોજનાઓ અમલમાં મૂકી શકો. નોકરીયાત વર્ગને સારા સમાચાર મળે. સૂર્યનું બિજે ભ્રમણ પરિવારમાં સારા કાર્યનું આયોજન થાય. શુક્રનું ત્રીજે આગમન અચાનક ભાગ્યોદયના દ્વાર ખોલાવી શકે.
બહેનો :- પિતૃપક્ષેથી શુભ સમાચાર અને ગૃહ ઉદ્યોગમાં સારી આવક આપે.

કુંભ :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આયાત-નિકાસના ધંધામાં તેજીનો માહોલ જોવા મળે. સૂર્યનું આપની રાશીમાં આત્મવિશ્વાસ વધારે. શુક્રનું બિજા સ્થાનમાં ભ્રમણ આવતા આવક સબંધીત ચિંતાઓ દૂર થાય.
બહેનો :- અધૂરા રહેલા ધર્મકાર્યને પૂરા કરવાનું આયોજન થાય.

મીન :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ તુલા રાશીમાં રહેતા દરેક શબ્દ તોળી-તોળી ને બોલશો તો વધારે સારૂ રહેશે. સૂર્યનું બારમે ભ્રમણ નાની-મોટી ઉસાફરી આપે. શુક્ર આપની રાશીમાં આવતા જીવનમાં નવા રંગો પુરાય.
બહેનો :- વાહન અને વાણી બંને ચલાવવામાં વિવેક જરૂરી બને.

વાસ્તુ:- શિવરાત્રીના દિવસે શિવપૂજા અને વિવિધ દ્ર્વ્યોનો અભિષેક કરવાથી ભગવાન શીવની કૃપા મળે. દરેક પીડા નાશ પામે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/