fbpx

તા ૧૨-૦૩-૨૦૨૩ થી તા ૧૮-૦૩-૨૦૨૩ સુધીનું રાશીફળ.

મેષ :- સાતમા ભુવનમાં ચંદ્ર દાંપત્ય જીવનમાં પ્રેમ-હુંફ વધારનાર બને. મંગળ ત્રીજા સ્થાને રહેતા સાહસ પરાક્રમની વૃધ્ધી કરાવે. પરદેશથી લાભ. શુક્ર આપની રાશીમાં આનંદ, પ્રમોદ, મોજશોખ પૂરા કરાવે. લગ્ન ઈચ્છુકોને લાભ. સૂર્ય બારમે વડીલોની તબિયત ચિંતા રખાવી શકે. બુધ બારમે ખર્ચ વધારનાર બને.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં મજબૂતાય, પ્રેમ અને સમજણ વધે.

વૃષભ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આરોગ્ય બાબત થોડી સાવચેતી લેવી. મંગળ બીજા સ્થાને પરિવારમાં ઉગ્રતા છોડવી. શુક્ર બારમે સ્ત્રી વર્ગ, પત્ની, દીકરી કે માતા માટે ખર્ચમાં વધારો કરાવે. સૂર્ય-બુધ લાભ સ્થાને સ્થાવર મિલકત થી સારો લાભ આપે.
બહેનો :- વાયરલ બીમારી કે સ્ત્રી રોગોમાં રાહત મળતી જણાય.

મિથુન :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના વિદ્યા અભ્યાસમાં ધ્યાન આપવું પડે. મંગળનું આપની રાશીમાં આગમન ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો. શુક્ર લાભ સ્થાને સ્ત્રી વર્ગથી ધનલાભ અને સૂર્ય-બુધ દશમે સરકાર તરફથી સારા સમાચાર મળે.
બહેનો :- સખી, સહેલી દ્વારા સારા સહયોગથી દરેક કાર્ય પૂર્ણ થાય.

કર્ક :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપના દરેક ભૌતિક કે માતરું સુખમાં વધારો કરાવે. મંગળનું બારમે ભ્રમણ જમીન-મકાન બાબત ખર્ચ વધે. શુક્રનું દશમે ભ્રમણ રાજયોગ જેવુ સુખ આપી શકે. સૂર્ય-બુધ ભાગ્ય સ્થાને ભાગ્યોદયની તક લાવે.
બહેનો :- માતૃપક્ષ કે મોસાળપક્ષ ના કાર્યમાં વ્યસત રહેવાનુ બને.

સિંહ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાઈ-ભાંડુ ના સુખમાં વધારો કરે. મંગળનું લાભ સ્થાને આગમન અનેક પ્રકારના લાભ આપનાર. શુક્ર ભાગ્ય સ્થાને રહેતા દેવી ઉપાસના ના કાર્ય. સૂર્ય-બુધ આઠમે પરિવાર માટે તટસ્થ નિર્ણય આપ.
બહેનો :- ધર્મ કાર્યમાં જોડાવાનો અવસર મળે. યાત્રા થાય.

કન્યા :- બિજા સ્થાનમાં ચંદ્ર પારિવારીક જીવનમાં સારૂ રહે. આવકના સાધનો વધારી શકો. મંગળનું દશમાં સ્થાને ભ્રમણ ઉદ્યોગ-ધંધામાં સારો રહે. શુક્રનું આઠમે ભ્રમણ સ્ત્રી વર્ગ સાથે વિવાદ ટાળવો. સૂર્ય-બુધ સાતમે ભાગીદારી માં યોગ્ય પ્રગતિ થાય.
બહેનો :- પરિવારમાં તમારી આવડત અને કાર્યના વખાણ થાય.

તુલા:- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ માનસિક શાંતિનો અનુભવ કરાવે. તન-મન થી પ્રફુલીત રહી શકો. મંગળનું ભાગ્ય સ્થાને ભરામણ આંતરિક મજબૂતી આપે. શુક્ર સાતમે લગ્ન ઈચ્છુકો માટે ઉત્તમ ફળ. સૂર્ય-બુધ છઠ્ઠે કોર્ટ કચેરીમાં વિજય મળે.
બહેનો :- દરેક સંકલ્પો પુરા થતાં હોય એવું દેખાય. દાંપત્ય જીવનમાં લાભ રહે.

વૃશ્ચિક :- બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આવક કર્તા જાવક વધી ના જાય તેનું ધ્યાન રાખવું. મંગળનું આઠમે ભ્રમણ આવતા વાણીમાં સયમ રાખવો. શુક્રનું છઠ્ઠે ભ્રમણ ગુપ્ત માર્ગના જૂના રોગોમાં સંભાળવું. સૂર્ય-બુધ શિક્ષણ જગતથી લાભ આપે.
બહેનો :- બિનજરૂરી મુસાફરી કે ખર્ચ કરવામાં સાવધાની રાખવી.

ધન :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આર્થિક રીતે મજબૂતાય આપનાર બને. મંગળનું સાતમે ભ્રમણ દાંપત્યજીવનમાં ધીરજ રાખવી. શુક્ર પાંચમે નવા-નવા સ્ત્રી મિત્રો આપી શકે. સૂર્ય-બુધ ચોથે ભ્રમણ સ્થાવર મિલકતના કાર્ય પૂરા થાય.
બહેનો :- જૂના મિત્રોના સહયોગથી દરેક કાર્ય પૂરા થઈ શકે.

મકર :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સ્ત્રી પ્રસાધનોના ધંધામાં સારૂ રહે. મંગળનું છઠ્ઠે ભ્રમણ આરોગ્ય બાબત સાવધાની રાખવી. શુક્ર ચોથા સ્થાનમાં રહેતા સુખ-સગવડો વધારનાર. સૂર્ય-બુધ ત્રિજે આયાત-નિકાસના ધંધામાં સારૂ રહે.
બહેનો :- પિતૃપક્ષ તરફથી શુભ સંદેશ મળતા ખુશી વધે.

કુંભ :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યની દેવીની કૃપા વરસતી લાગે. મંગળનું પાંચમે ભ્રમણ મિત્રો દ્વારા તમારા કાર્યને વેગ મળે. સંતાન બાબત સારું રહે. શુક્રનું ત્રિજે ભ્રમણ પરદેશના કાર્ય પૂરા થાય. સૂર્ય-બુધ બુજે રહેતા પરિવારમાં યોગ્ય નિર્ણયો આપે.
બહેનો :- ધાર્મિક કે સામાજીક કાર્યમાં અગ્રેસર રહેવાનુ થાય.

મીન :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વાણી ઉપર મીઠાસ વધારશો તો વધારે લાભ થશે. પરિવારજનો સાથે નાના-મોટા પ્રવાસ, પર્યટનનો લાભ મળે. મંગળનું ચોથે ભ્રમણ જમીન-મકાનથી લાભ. શુક્ર બિજા સ્થાને વાણીના ધંધામાં લાભ અને સૂર્ય-બુધ આપની રાશીમાં દરેક નિર્ણયો મક્કમતાથી આપે.
બહેનો :- વાહન અને વિચારો ઉપર નિયંત્રણ જરૂરી બને.

વાસ્તુ:- સ્નાન કર્યા વગર ક્યારેય પણ રસોડામાં અગ્નીનો સ્પર્શ કરવો ન જોઈએ. આનાથી અગ્નીના દેવતાઓ નારાજ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/