fbpx

તા ૧૯-૦૩-૨૦૨૩ થી તા ૨૫-૦૩-૨૦૨૩ સુધીનું રાશીફળ.

મેષ :- લાભ સ્થાને આવી રહેલ સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર શનિ સાથે રહેતા ખનીજ વસ્તુ, પાણી, બરફ કે અન્ય શનિ પ્રધાન વસ્તુના ધંધામાં સારો લાભ રહે. જૂની વસ્તુનું વેચાણ સરળ બને. જૂના મિત્રોને મળવાનો આનંદ મળે.
બહેનો :- સંતાનોના અભ્યાસ માટે પ્રયત્ન શીલ રહેવું પડે. શિક્ષણથી લાભ.
અનુષ્ઠાન :- મંગલાદેવી સ્ત્રોત કે જપ પૂજા કરવા. ૐ હીં મંગલા દૈવયે નમઃ ના જાપ કરવા.

વૃષભ :- દશામાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરીયાત વર્ગ માટે ખાસ ઉપરી અધિકારીથી સાચવવું પડે. બિનજરૂરી માથાકુંટ કે કોઇની વાતોથી દૂર રહેવું. ઉદ્યોગ ધંધામાં સારા નિર્ણયો લેવામાં થોડી મુંજવણ રહેવાની સંભાવના રહે.
બહેનો :- પિતૃપક્ષે જવાનો કે શુભ સમાચાર મળવાનો આનંદ વધે.
અનુષ્ઠાન :- ભવાની અષ્ટક સ્ત્રોતનાં પાઠ – ૐ હીં ભવાન્યે નમઃ ના જાપ કરવા.

મિથુન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર-શનિ ની યુતિ રહેતા પરદેશથી ખૂબ સારા સમાચાર ની આશા સફળ થાય. ધાર્મિક કે સામાજીક, આદ્યાત્મિક કાર્યમાં થોડું વ્યસ્ત રહેવાનુ બને. આયાત-નિકાસના ધંધામાં લાભ થઈ શકે.
બહેનો :- ધર્મકાર્ય, ધાર્મિક પૂજા-પાઠ કરવાનો આનદ રહે.
અનુષ્ઠાન :- કુલદેવીના મંત્રનું અનુષ્ઠાન કરવું. ક્લિક સ્ત્રોતનાં પાઠ કરવા.

કર્ક :- આઠમા સ્થાનમાં ચંદ્ર-શનિ ની યુતિ રહેતા પાણીવાળી જગ્યાએ ખૂબ જ સાવધાની પૂર્વકનું વર્તન રાખવું. દરેક કાર્ય અને દરેક નિર્ણયો ધીરજપૂર્વક લેવા કોઈ સાથે વાદ વીવાદમાં કે ઝગડામાં ઊતરવું નહી. આર્થિક સારૂ.
બહેનો :- દરેક કાર્યમાં મનને એકાગ્ર રાખવું. ઉતાવળથી નુકશાન થાય.
અનુષ્ઠાન :- લક્ષ્મી સુક્ત શ્રી સુક્ત ના પાઠ ૐ હીં મહા લક્ષ્મૈ નમઃ ના જપ કરવા.

સિંહ :- સાતમા સ્થાને ચંદ્ર-શનિ ની યુતિ રહેતા દાંપત્ય જીવન અને ભાગીદારી માં સંભાળી ને નિર્ણયો કરવા. પરિસ્થિતી પ્રમાણે ચાલશો તો બધુ વ્યવસ્થિત થઈ જશે. સ્પ્તાહના મધ્યભાગમાં આવક વધારવાના પ્રયત્નો પણ સફળ થશે.
બહેનો :- મનની સ્થિતિ ડામાડોળ અને કામમાં રૂકાવટ જોવા મળે.
અનુષ્ઠાન :- ગાયત્રી ચાલીશાના પાઠ અને ગાયત્રી મંત્ર ના જપ કરવા.

કન્યા :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર ખાસ કરી જૂના રોગોમાં કાળજી લેવી પડે. કોર્ટ કચેરીના કાર્યમાં ધીમી ગતી રહેતા મન ઉપર ભાર રહે. નાની-મોટી મુસાફરી ના યોગો ઊભા થાય ત્યારે આરોગ્ય બાબત ખૂબ કાળજી લેવી જરૂરી બને.
બહેનો :- રોગ-પીડા માઠી મુક્ત થવાનો આનંદ રહે. પરેજી પાળવી.
અનુષ્ઠાન :- નવાર્ણ મંત્રના જપ.

તુલા :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા સંતાનો સાથે સારો વ્યવહાર રાખવો. જૂના મિત્રો સાથેના સબંધો જળવાય રહે એવું વર્તન રાખશો તો યોગ્ય રહેશે. જૂની વસ્તુના ધંધામાં હશો તો આર્થિક લાભ સારો રહેવાની શક્યતા વધે.
બહેનો :- સખી – સહેલી કે આપે મેળવેલ શિક્ષણ ઉપયોગી બને.
અનુષ્ઠાન :- દેવી અરગલા સ્ત્રોતનો પાઠ અને કુલદેવીના મંત્રનો જપ કરવો.

વૃશ્ચિક :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા ખેતીવાડી, જમીન, મકાન કે ફાર્મ હાઉસ વગેરે ના કાર્ય સહેલાઈથી પાર પાડી શકે. માતૃ પક્ષ તરફથી પણ સારો સહયોગ મળે. ધંધાકીય ક્ષેત્રે કે નોકરીયાત વર્ગને નીચલા વર્ગ સાથે સારૂ વર્તન રાખવું જોઈએ.
બહેનો :- ગૃહ ઉદ્યોગના ધંધામાં આગળ વધવાનું બાલ. સહયોગ મળે.
અનુષ્ઠાન :- દેવી અર્થવ શીર્ષ ના પાઠ અને ૐ દૂં દુર્ગાય નમઃ ના જપ કરવા.

ધન :- ત્રિજા સ્થાનમાં મધ્યાને આવી રહેલ ચંદ્રનું ભ્રમણ બિનજરૂરી સાહસ કરશો તો પસ્તાવાનો વારો આવશે એટલે સમજી વિચારીને આગળ વધવું. ભાઈ-ભાંડુ થી સબંધો બગાડે નહી એનો ખ્યાલ રાખવો. ધેરાજના ફળ મીઠા મળે.
બહેનો :- તમારી અંદર રહેલી શક્તિને જાગ્રત કરવાનો અવસર મળે.
અનુષ્ઠાન :- મહા સરસ્વતી સ્ત્રોત ના પાઠ અને ૐ ણે નમઃ મંત્રના જાપ કરવા.

મકર :- બીજા સ્થાનમાં પારિવારીક સ્થાનમાં ચંદ્ર-શનિ ની યુતિ નાના-મોટા હરવા ફરવાના પ્રસંગો, નદી તળાવ, સમુદ્ર કે પાણી વાળી જગ્યાએ જવાનું થાય. પરિવારના સ્ભ્યો સાથેનું આપનું સૌમ્ય વર્તન લાભ આપે. આવક સારી રહે.
બહેનો :- કુટુંબ પરિવારમાં તમારું સન્માન વધે એવા પ્રયત્નો ચાલુ રાખવા.
અનુષ્ઠાન :- કાલરાત્રી દેવીની ઉપાસના અને દેવી કવચના પાઠ કરવા.

કુંભ :- આપની રાશીમાં ચંદ્ર-શનિ ની યુતિ રહેતા માનસિક સ્થિતિ થોડીક વિચલીત રહહી શકે પરંતુ તમારી અંદર રહેલી સૂઝ-બૂઝ થી સમય પસાર કરશો તો ધાર્યા કામ સફળ કરવામાં સફળ થશો. દરેક કાર્ય પૂરા થવામાં રાહ જોવી પડે.
બહેનો :- ધ્યાન, યોગ, ધારણા, પ્રાણાયમ થી સારો લાભ રહે.
અનુષ્ઠાન :- મહાકાળી ની ઉપાસના અને ચંડી પાઠ ના જાપ કરવા.

મીન :- વ્યયભૂવનનો ચંદ્ર સપ્તાહના પ્રારંભ માં ખર્ચ-ખરીદી માં વધારો કરાવે. મુસાફરી પણ કરાવશે. ક્યાય બિનજરૂરી ખર્ચાઓ ઊભા થવાની શક્યતા વધશે પરંતુ ધીમે-ધીમે તમારી એકાગ્રતા થી બધુ સરખું થતું જશે. ચિંતા છોડવી.
બહેનો :- આરોગ્ય બાબત જરા પણ ગાફલાતાઈ માં ન રહેવું.
અનુષ્ઠાન :- નવદુર્ગાની ઉપાસના, દેવી મંત્રના જપ, ગુરૂ મંત્રના જપ કરવા.

વાસ્તુ:- ચૈત્રી નવરાત્રી દરમ્યાન કોઈપણ મંત્રની ઉપાસના ધાર્યા કામ માં સફળતા આપે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/