fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.૨૩-૦૪-૨૦૨૩ થી તા.૨૯-૦૪-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પોતાની ઉચ્ચ રાશિમાં થતા પરિવારમાં ખુશાલીનો માહોલ રહે, આર્થિક ઉપાર્જન બાબત ખુબ જ સારી નાણાકીય સ્થિતિ રહેવા પામે, સપ્તાહના મધ્ય ભાગમાં સાહસ, પરાક્રમમાં વૃદ્ધિ થાય, સારા કાર્ય થઇ શકે.
બહેનો :- પરિવારજનોમાં તમારા પ્રત્યે આદર ભાવ, સન્માન વધે.

વૃષભ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ સુંદરતામાં વધારો કરનાર, શ્રેષ્ઠ વિચારોને પ્રધાનતા આપનાર, દામ્પત્ય જીવન અને ભાગીદારીના ધંધામાં ખુબ સારું રહે, સપ્તાહના મધ્ય ભાગમાં આવક વધારવાના પ્રયત્નો સફળ થાય.
બહેનો :- લગ્ન જીવન અને લગ્ન ઈચ્છુકો માટે શ્રેષ્ઠ સમય.

મિથુન :- બારમાં વ્યય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા બિનજરૂરી ખર્ચમાં વધારો થાય, મુસાફરીના ચાન્સ વધે કા અચાનક બહારગામ જવાનું થાય, પરિવાર માટે વિશેષ સમય આપવો પડે, સપ્તાહના મધ્યમાં આપની રાશિમાં ચંદ્ર ઉત્તમ ફળ આપનાર બને.
બહેનો :- દરેક નિર્ણયો લેવામાં ધીરજ, મુસાફરીમાં ધ્યાન રાખવું.

કર્ક :- લાભ સ્થાનમાં પોતાની ઉચ્ચ રાશિમાં આપની રાશિનો સ્વામી ચંદ્રનું ભ્રમણ સ્ત્રીવર્ગ, માતૃપક્ષ, સ્ત્રી મિત્રો વગેરેથી ખુબ જ લાભ દાયક અને આર્થિક રીતે સધ્ધર બનાવે, સપ્તાહના મધ્યમાં ખર્ચમાં વધારો થાય તો નવાઈ નહિ.
બહેનો :- અધૂરા રહેલા શિક્ષણ કાર્યને પૂર્ણ કરવામાં મોસાળથી મદ્દદ મળે.

સિંહ :- દશમાં ભુવનમાં ચંદ્ર આપના માટે ખુબ જ સારા પરિણામો આપનાર, ખાસ પ્રવાહી વસ્તુઓના ધંધા પ્રગતી આપનાર, માતા પિતા તરફથી યોગ્ય સહકાર પ્રાપ્ત કરાવનાર બને, સપ્તાહના મધ્ય ભાગમાં બુદ્ધી દાયક લાભ મળે.
બહેનો :- પિતૃપક્ષે જવાનું થાય, નોકરિયાત વર્ગને સારું રહે.

કન્યા :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા ભાગ્યોદય માટેની ઉત્તમ તક, પરદેશને લગતા કાર્યનો ત્વરિત ઉકેલ અને નવા નવા પ્રોજેક્ટના અમલ કરાવનાર બને, સપ્તાહના મધ્યમાં આર્થિક દ્રષ્ટીએ સારું રહે.
બહેનો :- ધાર્મિક યાત્રા, પ્રવાસના સફળ આયોજન થઇ શકે.

તુલા :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ આપને પ્રવાસ, પર્યટન અને હરવા ફરવાનો આનંદ આપે, પરિવાર સાથે વધુ સમય વ્યતીત કરવાનો આનંદ રહે, સપ્તાહના મધ્ય ભાગમાં ભાગ્ય ભુવનમાં ચંદ્ર આવતા બુદ્ધિથી ભાગ્યોદયની તક આવે.
બહેનો :- મનની સ્થિરતા અને વાણીમાં મીઠાશ વધે.

વૃશ્ચિક :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આપની અંદર રહેલી રચનાત્મક પ્રવૃતિને ઉર્જા અને જાગૃત કરવાનું બળ વધારે, એકાગ્રતામાં વધારો થાય, નવા વ્યવસાયનું આયોજન થઇ શકે, સપ્તાહના મધ્ય ભાગમાં નીરાન્ય લેવામાં થોડી તકલીફ પડે.
બહેનો :- દામ્પત્ય જીવન અને મનની પ્રસન્નતા ખુબ સારી રહે.

ધન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપના હિત શત્રુઓ ઉપર વિજય અપાવનાર, જુના રોગોમાંથી મુક્ત થવાનો રસ્તો શોધી આપનાર, મોસાળ પક્ષના કાર્યમાં મશગુલ રખાવનાર અને સપ્તાહના મધ્યમાં સારી સ્થિરતાનો અનુભવ કરાવે.
બહેનો :- આરોગ્ય બાબતે ખુબ જ સારું રહે, મુસાફરી થાય.

મકર :- પાંચમાં સ્થાને ઉચ્ચ રાશિમાં ચંદ્ર નવા નવા પરિણામો આપનાર, નવા સ્નેહ સંબંધોનો દોર આગળ વધારનાર, અને સંતાનોના ઉચ્ચ અભ્યાસ અંગે આયોજન અને સપ્તાહના મધ્ય ભાગમાં આરોગ્યની તકેદારી રાખવી, હિત શત્રુથી સાચવવું.
બહેનો :- સખી, સહેલી, સ્નેહીજનોના પ્રસંગો સચવાય, આનંદ રહે.

કુંભ :- ચોથા સથાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ, સગવડો વધારનાર હોય, ખેતીવાડી, જમીન, મકાન, સ્થાવર મિલકત બાબતનાં કામ બહુ જ સરળતાથી પાર પાડી શકાય, સપ્તાહના મધ્યમાં મિત્રોની મદદ અને મુલાકાત આનંદનો અનુભવ કરાવે.
બહેનો :- માતૃપક્ષે કે મોસાળપક્ષે પ્રસંગોમાં જવાનું થાય.

મીન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપના માટે ભાગ્યની દેવીની દયા વરસાવનાર દુર દેશથી ખુબ સારા સમાચાર આપનાર, ધાર્મિક કે સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેવાનું સૌભાગ્ય આપે, સપ્તાહના મધ્ય ભાગમાં સુખના સાધનો પ્રાપ્ત થાય.
બહેનો :- આગામી સમયમાં સુંદર યાત્રા પ્રવાસનું આયોજન સફળ બને.

વાસ્તુ:- લગ્ન સંબંધિત શની દ્વારા બાધા અડચણો આવતી હોય તો દર શનિવારે શિવજીને કાળા તલનો અભિષેક કરવાથી શનિની પીડા દુર થઇ શીઘ્ર વિવાહ યોગ ઉત્પન્ન થાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/