fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.૨૧-૦૫–૨૦૨૩ થી તા.૨૭-૦૫-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ પોતાની ઉચ્ચ રાશિમાં રહેતા પારિવારિક જીવનમાં સારું રહે, પરંતુ ચંદ્ર સૂર્યની યુતિ હોવાથી

આજસુધી ન આવેલા નિર્ણયો હજુ બાકી રાખવા, સપ્તાહના મધ્યમાં તમારા માટે આત્મબળે આગળ વધવાનું સાહસ આપે.

બહેનો :- પરિવાર સાથે પ્રવાસ, પર્યટનનો આનંદ લઇ શકો.

વૃષભ :- આપની રાશિમાં ચંદ્ર ઉચ્ચ રાશિનો થતો હોય દામ્પત્ય જીવન, ભાગીદારીમાં પ્રસન્તાનું વાતાવરણ બની રહે, માનસિક

સ્થિતિ પણ સારી રહેતા તમારા દરેક કાર્ય ધીમે ધીમે પુરા કરી શકો, સપ્તાહના મધ્યમાં વૃદ્ધિથી ધન પ્રાપ્ત થાય.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારી વાતચીત આવે, ગૃહિણીઓ માટે ઉત્તમ સમય રહે.

મિથુન :- વ્યય ભુવનમાં ચંદ્ર આપને દરેક રીતે ખર્ચ કરાવનાર હોય સમજી વિચારીને ચાલશો તો સારું રહેશે, આરોગ્ય બાબત

જીણામાં જીણી કાળજી લેવી જોઈએ, સપ્તાહના મધ્યમાં ચંદ્ર આપને પુરતી સહાય કરતો હોવાથી બધું જ સારું થાય.
બહેનો :- મુસાફરી દરમ્યાન તમારી કીમતી વસ્તુ સાચવવી, આરોગ્ય સારું રહે.

કર્ક :- લાભ સાથ્નમાં રહેલ ચંદ્ર આપને ઘણા બધા આર્થિક લાભ પ્રાપ્ત કરાવે, મિત્રો, સ્નેહીજનો અને સંતાનોના કાર્યમાં થોડી

વ્યસ્તતા રહી શકે છે, સપ્તાહના મધ્યમાં અચાનક મુસાફરી પાછળ ખર્ચ આવવાની શક્યતા.
બહેનો :- જૂની સખી, સહેલી કે સ્વજનોને મળવાનો આનંદ રહે.

સિંહ :- દશમાં ભુવનમાં ચંદ્ર આપને રાજકીય સત્તાપક્ષ, સરકાર કે અન્ય રાજકારણને લગતા કાર્યમાં નોંધપાત્ર પ્રગતી આપનાર

બને છતાં સરેક કાર્યમાં સમજણ ઉપયોગી બને, સપ્તાહના મધ્યમાં ઘણા બધા લાભ મળે.
બહેનો :- પિતૃપક્ષે જવાનો આનંદ, વડીલોથી પ્રેમ મળે.

કન્યા :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા દુર દેશથી ઉત્તમ ભાગ્યોદયની તક પ્રાપ્ત થઇ શકે, અથવા પરદેશ જવાનું વિચારતા

હોય તો સ્વપ્ન સાકાર થાય, સપ્તાહના મધ્યમાં ઉદ્યોગ, ધંધામાં સારી આર્થિક સ્થિતિ બને.
બહેનો :- ધર્મકાર્યમાં સહભાગી બનવાનો અવસર મળે.

તુલા :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આજે રાત્રી સુધી રહેતા અગત્યની તમામ બાબતોના જે કઈ નિર્ણયો લેવાના હોય તે

મુલતવી રાખવા જોઈએ, સપ્તાહના મધ્ય ભાગમાં તમારા માટે ભાગ્યોદયનો સમય આવવાની સંભાવના રહે.
બહેનો :- દરેક સ્થિતિમાં તમારી વાણીને મૌન રાખવા પ્રયત્ન કરશો.

વૃશ્ચિક :- સાતમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પતિ પત્નીના સંબંધોમાં એકબીજાનો સ્નેહ અને સહયોગ ઉપયોગી સાબિત થાય, ભાગીદારી

માટે સમય સારો ન હોય થોડી રાહ જોવી, સપ્તાહના મધ્યમાં આવકમાં વધારો થાય.
બહેનો :- મનની મનોકામના પૂર્ણ થતી જોવા મળે, બહુ વિચારવું નહિ.

ધન :- છટ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબતની ચિંતાઓ દુર થતી જોવા મળે, પરંતુ કાળજી અને પરેજી રાખવી પણ એટલી

જ જરૂરી બનશે, સપ્તાહના મધ્ય ભાગમાં લગ્ન જીવનમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહે.
બહેનો :- લાંબા સમયથી જેની રાહ જોતા હો એ સમાચાર મોસાળ પક્ષથી મળે.

મકર :- પાંચમાં સ્થાનમાં ચંદ્ર સૂર્યની યુતિમાં રહેતા સંતાનોના શિક્ષણ સંબંધી થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પરંતુ યોગ્ય

મિત્રોની સુંદર સલાહ તમારા કાર્યને વેગ આપે, સપ્તાહના મધ્યમાં હિત શત્રુથી જાળવવું જોઈએ.
બહેનો :- અધૂરા રહેલા શિક્ષણને પૂરું કરવાની તક મળી રહે.

કુંભ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપની સ્થાવર મિલકત સંબંધિત સુખમાં વધારો કરનાર, નોકરીયાત વર્ગ માટે અચાનક

બદલી બઢતીના ચાન્સ આપનાર, સપ્તાહના મધ્યમાં શિક્ષણ સંબંધિત કાર્યમાં લાભ અપાવે.
બહેનો :- ભૌતિક સુખ સગવડના સાધનોમાં વધારો થાય.

મીન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દુર દેશથી તમારા માટે લાભ દાયક સમાચાર લાવનાર, ધર્મકાર્યમાં વ્યસ્ત રખાવનાર,

ભાગ્યોદય માટેની મહેનત સફળ કરાવનાર, સપ્તાહના મધ્યમાં નવી વસ્તુની ખરીદી શક્ય બને.
બહેનો :- ભાઈ ભાંડુંનો સ્નેહ, પ્રેમ મળે, ધાર્મિક યાત્રા થાય.

વાસ્તુ:- લગ્ન જીવનમાં આવતી બાધાઓને દુર કરવા દર ગુરુવારે એકાદશી અને દ્વાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી

અંતરાયો દુર થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/