fbpx
ધર્મ દર્શન

મહુવાના ચિત્રકૂટ ધામ, તલગાજરડા ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન 

મોરારીબાપુ દ્વારા વ્યાસ વાલ્મિકી અને તુલસી એવોર્ડ એનાયત થશેહરેશ જોષી-કુંઢેલીચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ ખાતેતુલસી જન્મોત્સવનું આયોજનપૂજ્ય મોરારિબાપુની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૭/૮/૨૪ થી ૧૧/૮/૨૪ દરમ્યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં ભારતના ખ્યાતિપ્રાપ્ત સંતો, કથાવાચકો અને મહામંડલેશ્વરોની દિવ્ય ઉપસ્થિતિમાં ‘રામચરિતમાનસ’ના રચયિતા પૂજ્ય ગોસ્વામી તુલસીદાસજીના જન્મ દિવસ, ‘તુલસી જયંતી’ના પાવન અવસરે કથાવાચકોનાં પ્રવચન અને તેમને  એવોર્ડ આપવામાં આવે છે.આ વર્ષે તુલસી જયંતીના પાવન અવસરે જેમની ‘રત્નાવલી’ એવોર્ડ અર્પણ કરી વંદના કરવાની છે તેમાં શ્રીમતી હીરામણી ‘માનસ ભારતી’-વારાણસી, ‘વ્યાસ એવોર્ડ’ માટે શ્રી.પંડિત ગજાનન શેવડે-મુંબઈ, શ્રી.વૈષ્ણવાચાર્ય ગોસ્વામી યદુનાથજી મહારાજ-અમદાવાદ, ‘વાલ્મીકિ એવોર્ડ’ માટે સ્વામી શ્રી રત્નેશજી મહારાજ-અયોધ્યાધામ, આચાર્ય શ્રી રામાનંદદાસજી મહારાજ-અયોધ્યાધામ તેમજ ‘તુલસી એવોર્ડ’ માટે શ્રી અખિલેશ ઉપાધ્યાય-જમાનીયા, પાર્શ્વ ગાયક શ્રી.મુકેશજી – મુંબઈનો સમવેશ થાય છે. પ્રત્યેક એવોર્ડીને રૂ. એક લાખ પચીસ હજારની સન્માન રાશી, સૂત્રમાલા અને પ્રશસ્તિપત્રથી પૂજ્ય મોરારિબાપુ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા સન્માનિત કરવામાં આવશે.આ ઉપરાંત તા.૭/૮/૨૪ થી તારીખ ૧૦/૮/૨૪ દરમિયાન દરરોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ તેમજ બપોરે ૪ થી ૭ દરમ્યાન વિવધ સંતો, કથાવાચકોની પ્રેરક સંગોષ્ઠીઓ પણ યોજાશે. તા.૧૧/૮/૨૪ અને તુલસી જયંતીને દિવસે વિવિધ કથાવાચકોને એવોર્ડ અર્પણ કરવામાં આવશે તેમજ પૂજ્ય મોરારિબાપુ  દ્વારા પ્રેરક ઉદ્બોધન  કરવામાં આવશે. આ કાર્યક્રમ આસ્થા ચેનલ તેમજ સંગીતની દુનિયાની  યુ ટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકાશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/