પ્રદેશ ભાજપ અગ્રણી અને જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયા સહિત યાત્રીઓ દ્વારા દિલીપ સંઘાણી પ્રતિ આભાર-સન્માન૪૧ યાત્રીઓ માટે ૨૦ રૂમ, નાસ્તો અને ભોજન સાથે ઈફકોના અધિકારીઓ સ્ટેન્ડબાય રહ્યા.સમગ્ર દેશ ભારતીય સંસ્કૃતિના અલૌકિક પર્વ એવા મહાકુંભ સ્નાન કરી રહ્યો છે, દેશના ખુણેખુણે થી પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન માટે ભાવિકો પહોંચી રહ્યા છે. ભક્તોજનોથી છલકાતા પ્રયાગરાજમાં અમરેલીના કુંભ યાત્રીઓ પવિત્ર કુંભ સ્નાન લેવા પહોંચતા તેઓને મહાકુંભમાં કોઈ અગવડતા ના પહોંચે તે માટે નિવાસ અને ભોજન ની સુવિધા દિલીપ સંઘાણી દ્વારા પુરી પાડવામાં આવતા અને સતત સંપર્કમાં રહીને કોઈ મુશ્કેલી તો નથી રહી ને તેનો ખ્યાલ કરતા કુંભ યાત્રીઓ દ્વારા આજરોજ દિલીપ સંઘાણી પ્રત્યે આભાર પ્રગટ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.
૪૧ યાત્રીઓ માટે ૨૦ રૂમ, નાસ્તો અને ભોજન સાથે ઈફકોના અધિકારીઓ સ્ટેન્ડબાય રહ્યા હતા. પ્રયાગરાજના યાત્રીઓમાં પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, ભાજપ અગ્રણીડો.ભરતભાઈ કાનાબાર, બિપીનભાઈ ગાંધી, ડો.હર્ષદભાઈ રાઠોડ, કાળુભાઈ કાછડીયા, દયાળભાઈ સંઘાણી, હિરેનભાઈ વિરડીયા, ભનુભાઈ ચોવટીયા, ભરતભાઈ બાવશી, સંજયભાઈ વેકરીયા, સરલાબેન સોજીત્રા, કિરણબેન વિરડિયા, ધાર્મીબેન કાછડીયા, ટીશાબેન કાછડીયા, મંથન કાછડિયા, ચેતનભાઈ રાવળ, નયનભાઈ જોષી, ભરતભાઈ રાદડીયા, નિતાબેન બાવીશી સહિતના યાત્રીઓ દ્વારા દિલીપ સંઘાણી પ્રતિ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમીતીના ચેરમેન, પ્રવિણભાઈ માંગરોળીયા, બેંકના ડિરેકટર પિયુષભાઈ શુક્લ, સંગીતાબેન જોષી સહિતના ડીરેકટરશ્રીઓ, જિલ્લા બેંકના જનરલ મેનેજર સીઈઓ બી.એસ.કોઠીયા સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા તેમ અખબારી યાદીમાં જણાવાયુ છે.


















Recent Comments