વડોદરા મહાનગર પાલિકા હેઠળ આવતા કમાટીબાગ સ્થિત ઝૂ ખાતે પક્ષીઓ તથા નાના પ્રાણીઓની સારવાર (સર્જરી) માટે ૫ લાખના ખર્ચે ખરીદવામાં આવેલ ગેસ એનેસ્થેસિયા મશીન, ઇલેક્ટ્રો કોટરી મશીન અને અન્ય સંલગ્ન સાધનોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગેસ એનેસ્થેસિયા મશીનમા ગેસનો ઉપયોગ કરી અલગ અલગ વજનના પશુ-પંખીઓને એનેસ્થેસીયા આપી સર્જરી કરી શકાશે. બચ્ચાઓ માટે ઇન્ક્યુબેશન કીટ પણ લેવામાં આવી છે. એડવાન્સ ક્વોટરી સિસ્ટમ વીથ વેસલ સીલર દ્વારા પશુ પંખીમાં હેમરેજ અને લોહીની નસોમાંથી થતા બ્લીડીંગ કન્ટ્રોલ કરવામાં મદદ મળશે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની ગાઈડ લાઈન મુજબ ઝૂ વેટ વેટરીનરી હોસ્પિટલમાં ઇન્ક્યુબેટર બ્રુડર તથા મેટીંગ માટેની સુવિધા પણ રાખવામાં આવી છે. અત્યાર સુધી આ હોસ્પિટલમાં સર્જરીના સાધનો બીજા શહેરની કોઈ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવતા હતા. એ સાધનો અહીં આવે ત્યારબાદ સર્જરી કરવામાં આવતી હતી. સર્જરી દરમિયાન પશુ પંખીને એનેસ્થેસિયા ઇન્જેક્શનથી અપાતું હતું. જેમાં ઘણીવાર સર્જરી દરમિયાન પશુ પંખી ભાનમાં આવી જતા હતા. ક્યારેક તો પ્રાણીઓ સારવાર કરી રહેલા તબીબ પર હુમલો પણ કરવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ ગેસ એનેસ્થેસીયા મશીન દ્વારા જરૂર પૂરતો જ ગેસ આપવામાં આવશે. હવે નાના પંખીથી માંડીને ૧૦૦ કિલો વજન ધરાવતા પ્રાણીનું પણ ઓપરેશન કરવા સુવિધા ઉપલબ્ધ થશે. હજુ એક્સ-રે અને સોનોગ્રાફી માટે જે કોઈ મશીનની જરૂર હશે તે પણ લાવવામાં આવશે, તેમ મેયરએ જણાવ્યું હતું. આ મશીનરી મેયરની ગ્રાન્ટમાંથી લાવવામાં આવી છે.
કમાટીબાગ સ્થિત ઝૂ ખાતે પક્ષીઓ તથા નાના પ્રાણીઓની સર્જરી માટે ૫ લાખના ખર્ચે ખરીદવામાં આવેલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું


















Recent Comments