અમરેલી શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ અર્થે એક દિવસીય અમૃત ખેડૂત બજારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાના ઉત્પાદનોનું સીધા ગ્રાહકોને વેચાણ કર્યું હતું.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક ખેતીને પ્રચારિત કરવા આ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું. ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
સ્ટોલ પર પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત મસાલા, અનાજ તેમજ પ્રાકૃતિક ઉત્પાદનોમાંથી બનેલા મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું. આમ, ગ્રાહકોને ખેડૂતો સાથે સીધી રીતે જોડાવાની અને સ્વસ્થ, ઝેરમુક્ત તથા વિશ્વસનીય ખાદ્ય પદાર્થો મેળવવાની તક મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ આયોજનનો હેતુ ખેડૂતોને સશક્ત બનાવવાનો, સતત ખેતી પ્રણાલીને પ્રોત્સાહન આપવાનો અને ગ્રાહકોને ઝેર મુક્ત વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે. ગ્રામ્ય ઉત્પાદકો અને શહેરી ગ્રાહકો વચ્ચેનું બંધન વધુ મજબૂત બનાવવા આ એક મહત્વપૂર્ણ પગલું છે.


















Recent Comments