fbpx
ગુજરાત

શક્તિસિંહ અથવા ભરતસિંહ બંનેમાંથી એક લીલા તોરણે પાછા ફરશે તે નક્કી

ગુજરાત વિધાનસભામાં હાલ સાત બેઠકો ખાલી છે. ભાજપની સભ્યસંખ્યા ૧૦૩ છે જ્યારે કોંગ્રેસનો આંકડો ઓછો થઇ રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્્યાં છે. ભાજપને બીટીપીના બે ધારાસભ્યો અને એનસીપીના એક ધારાસભ્યના ટેકાની જરૂર ન રહે તેવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારને અત્યારે ૩૫ મતોની આવશ્યકતા રહે છે પરંતુ કોંગ્રેસ પાસે હવે એટલા ધારાસભ્યો રહ્યાં નથી તેથી કોંગ્રેસમાંથી કાં તો શક્તિસિંહ ગોહિલ અથવા તો ભરતસિંહ સોલંકી લીલા તોરણે પાછા આવે તેવી સંભાવના છે. કોંગ્રેસનું હાઇકમાન્ડ શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં જુએ છે તેથી ભરતસિંહ સોલંકીને મનાવી લેવામાં આવે તેવી વકી છે પરંતુ ભરતસિંહ સોલંકીએ અગાઉ ઉમેદવારી છોડવાનો ઇન્કાર કરતાં હવે કોંગ્રેસના ધારાસભ્યોમાં યાદવાસ્થળી થાય તેવી સંભાવના છે. ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા ગુજરાત કોંગ્રેસમાં ૩૫ કરતાં વધુ ધારાસભ્યોનો ટેકો હશે તે ઉમેદવાર રાજ્યસભામાં જશે. ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક તો તેમના ત્રીજા ઉમેદવારને જીતાડવાનો રસ્તો સાફ કર્યો છે અને કોંગ્રેસમાં યાદવાસ્થળીને પ્રોત્સાહન આપ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાની તેમના ધારાસભ્યોને સાચવી શક્્યા નથી. કોંગ્રેસના અક્ષય પટેલના રાજીનામાથી ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. અક્ષય પટેલ ભાજપમાં જાડાઇ જવાના છે. બીજા ત્રણ ધારાસભ્યો રાજીનામાં આપે તેવી અફવાઓ શરૂ થઇ છે ત્યારે કોંગ્રેસે તેમના અન્ય ધારાસભ્યોને બચાવવાના મરણિયા પ્રયાસ શરૂ કર્યા છે.

Follow Me:

Related Posts