fbpx
ગુજરાત

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલની કિંમત વધારવાની તૈયારીમાં સરકાર

કોરોના મહામારી વચ્ચે ગુજરાતની પ્રજા વધુ એક બોજ સહન કરવા તૈયાર રહે. રાજ્ય સરકારે પેટ્રોલ ડિઝલમાં વેટ વધારવાના સંકેત આપ્યા છે.. કોરોનાને કારણે રાજ્ય સરકારની વેટ અને જીએસટીની આવક ઘટી છે. ત્યારે સરકાર તેની આવક વધારવા પ્રજા પર બોજ નાંખવાની તૈયારીઓ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે  કે પેટ્રોલ ડિઝલ પર વેટ વધારવા સૂચન મળ્યા છે. પરંતુ હજુ નિર્ણય નથી કરાયો. જા વેટ વધશે તો પેટ્રોલ-ડિઝલના ભાવ પણ વધશે તે નક્કી છે.
રાજ્યના ખેડુતો માટે મહત્વની જાહેરાત કરાઇ છે. જે અંતર્ગત ખરીફ સિઝન માટે રાજ્ય સરકાર આગામી ૭ જૂનથી નર્મદાનું પાણી આપશે. જેમાં ફતેવાડી અને ખારીકટ કેનાલમાં પણ પાણી આપવાની જાહેરાત કરાઇ છે. તો કચ્છને પણ કેનાલ મારફતે પાણી આપવાનું શરૂ કરાશે. તો હાલમાં કોરોનાની મહામારી કારણે શૈક્ષણિક કાર્ય સ્થગિત થઇ ગયું છે ત્યારે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ કાર્ય કરાશે તો આગામી સમયમાં ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવાની વાત ડે.સીએમે કરી છે. મે મહિનામાં દેશમાં પેટ્રોલ, ડિઝલની માંગમાં સુધારો જાવા મળ્યો હતો. હવે અનલોક ૧.૦માં ઢીલ મળવાની સાથે આગામી દિવસોમાં ઓઇલની કિંમતોમાં વધારો થઈ શકે છે. સાથે સાથે ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો અને આગામી દિવસોમાં ઓપેક તરફથી નિર્ણય લેવામાં આવશે, જેની અસર પણ ઓઇલની કિંમત પર પડશે. આ બેઠકનો મુખ્ય મુદ્દો ક્રૂડ ઓઇલ છે. એમાં આગામી થોડા મહિનાઓ માટે ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લઈ શકાય છે. જા એવો નિર્ણય લેવાશે, તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં જારદાર વધારો થવાની શની અસર પેટ્રોલ-ડિઝલના ભાવ પર થશે.

Follow Me:

Related Posts