fbpx
ગુજરાત

સૂસવાટાભેર પવનો સાથે વડોદરામાં વરસાદની એન્ટ્રી, ઉકળાટથી મળી રાહત

આખા દિવસના તાપ, બફારા અને ઉકળાટથી કંટાળેલા શહેરીજનો માટે સાંજના લગભગ પાંચ વાગ્યે અચાનક વાતાવરણમાં આવેલો પલટો રાહત આપનાર પૂરવાર થયો હતો. સૂસવાટાભેર ફૂંકાયેલા પવનો સાથે ધુળની ડમરીઓથી જાણે શહેર ઢંકાવા માંડયુ હતુ અને એ પછી વરસાદનું આગમન થયુ હતુ. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ૧૫થી ૨૦ મિનિટ સુધી પડેલા વરસાદી ઝાપટાઓએ શહેરના રસ્તાઓને ભીંજવી દીધા હતા. સાંજના સમયે નોકરી-ધંધા પરથી ઘરે પરત ફરતા શહેરીજનો અચાનક પડેલા વરસાદી ઝાપટાના પગલે ભીંજાવાનો વારો આવ્ય હતો. વરસાદના પગલે ઠંડક પણ પ્રસરી જતા શહેરીજનોએ હિલ સ્ટેશન જેવા વાતાવરણનો અનુભવ કર્યો હતો. સાંજ બાદ રાતના સમયે પણ શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી ઝાપટા પડયા હતા. શહેરમાં આજે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૬ ડિગ્રી નોંધાયુ હતુ. હવામાં ભેજનુ પ્રમાણ સવારે ૬૯ ટકા અને સાંજે ૪૯ ટકા હતુ.

 

Follow Me:

Related Posts