fbpx
ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાતા તંત્ર દોડત

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢ જિલ્લામાં આજે વધુ ૪ કેસ નોંધાયા છે. ૩ પુરુષ અને ૧ મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આજે નોંધાયેલા ચાર કેસની વાત કરીએ તો ત્રણ કેસ ચોરવાડમાં અને એક સાખડાવદર ગામમાં નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૮૦ કેસ નોંધાયા છે, જ્યારે વધુ ૩૦ દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે ૩૧૯ દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક ૨૦ હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૦,૦૯૭ થઇ છે અને મૃત્યુઆંક ૧૨૪૯ પર પહોંચ્યો છે.

 

Follow Me:

Related Posts