fbpx
ગુજરાત

ચોટીલાના હાઈપ્રોફાઈલ કેસમાં સૌથી મોટો ખુલાસો ધવલ મારો હાથ જોઈ ભવિષ્ય જોઇને મને જાળમા ફસાવી હતી : નીધી

તરુણીઓને ભોળવીને ભગાડી જવાના કિસ્સાઓથી કૂખ્યાત લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી ૨૦૧૮માં ફાંકડુ અંગ્રેજી બોલી ચોટીલામાં અંગ્રેજીના વર્ગા ખોલી એક તરુણીને ભગાડી ગયા બાદ આ મામલે સીબીઆઈની તપાસ શરૂ થઈ હતી. તેવા આ હાઈપ્રોફાઈલ કેસમાં રવિવારે ભાગી ગયેલી તરુણી ‘માતા’ના રૂપે એક બાળક સાથે પોતાના મા-બાપના ઘરે આવી પહોંચી હતી. ત્યારબાદ તરૂણીએ લંપટ શિક્ષક અંગે ધડાધડ એક પછી એક ખુલાસાઓ કર્યા હતા. આ કિસ્સામાં ભોગ બનનાર તરૂણીનું નામ નીધી ખખ્ખર સામે આવ્યું છે. નીધી ખખ્ખરે લંપટ શિક્ષક અંગે એક પછી એક ખુલાસા કરતા આ હાઈપ્રોફાઈલ કેસમાં ગરમાવો આવી ગયો છે. ઝ્રમ્ૈંની પુછપરછમાં નીધીએ લંપટ શિક્ષકને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. નીધીએ જણાવ્યું કે, ભવિષ્યની વાતો કરીને ધવલ ત્રિવેદીએ મને પ્રેમજાળમાં ફસાવી હતી. તેઓ ટ્યુશનમાં મારો હાથ જોઈ વિદેશ યોગ હોવાનું કહી મને તેમના પ્રેમમાં ફસાવતા ગયા હતા. પરંતુ મને ભગાડી ગયા બાદ લંપટ ધવલ અંગે દોઢ મહિના બાદ મીડિયા દ્વારા મળી માહિતી મળી હતી. નીધી ખખ્ખરે ઝ્રમ્ૈંની પુછપરછમાં બન્ને જણાં કયા કયા રહ્યા તેને લઈને પણ ખુલાસા કર્યા હતા. નીધી ખખ્ખરે જણાવ્યું કે, લપંટ ધવલ ત્રિવેદી અને હું નામ બદલીને પટના, જમ્મુ, નેપાળ, બિહાર, ેંઁમાં રહ્યા હતા. લપંટે મારી સાથે લગ્ન કર્યા વગર મારી મરજી વિરુદ્ધ એક બાળકને જન્મ આપ્યો હતો. નીધીએ ૧૨ માર્ચે પોતાના ઘર પાસે આવી હોવાનો પણ ખુલાસો કર્યો હતો, પરંતુ મારી ઘરમાં જવાની હિંમત ન થતા બહાર જ ઉભી રહી હતી. તેણે જણાવ્યું કે, મેં એક વખત આપઘાતની કોશિશ પણ કરી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી કેસમા સીબીઆઈની પુછપરછમા ચોટીલાની નીધી ખખ્ખરો નવા ખુલાસા કર્યા હતા. ધવલ મારો હાથ જોઈને અને એસ્ટોલોજી ભવિષ્ય જોઇને જાળમા ફસાવી હતી. ટયુશનમા આવતી નીધીનો હાથ જોઇને ધવલ ત્રિવેદી તારે વિદેશ યોગ છે આવી વાતો કરતો હતો, પરંતુ લંપટ શિક્ષક ધવલની અસલીયત મને દોઢ મહીના બાદ મીડીયા દ્રારા જાણવા મળી હતી, પરંતુ તે વખતે ખુબ મોડું થઈ ચૂક્યું હતું. તેણે જણાવ્યું કે, ધવલ ત્રિવેદી મને એકલો નહોતો મુકતો. તે સતત મારા પર વોચ રાખતો હતો. નીધીએ જણાવ્યું કે, લંપટ ધવલ ત્રિવેદી મુખ્તારસીંહ અને નીધી નવનીતી કૌર નામથી બંને દેશમાં અલગ અલગ જગ્યાએ ફર્યા અને ત્યાં રહેતા હતા. ૨૨ મહીનામાં ધવલે મને પટના, જંબુ, નેપાળ, બિહાર, યુપી સહીતના શહેરમાં ફેરવી હતી. લંપટે નીધી સાથે લગ્ન નહોતા કર્યા, પરંતુ તેની મરજી વિરુદ્ધ એક બાળકને જન્મ અપાવ્યો હતો. જે હું ઈચ્છતી નહોતી.

 

Follow Me:

Related Posts